મહંત નૃત્ય ગોપાલદાસને શ્વાસ લેવામાં મુશ્કેલી અને છાતીમાં દુખાવો, લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ

રામ મંદિરના મહંત નૃત્ય ગોપાલદાસને પડી શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં ઉપડ્યો દુખાવો, લખનઉની મેદાંતા હોસ્પિટલમાં કરવામાં આવ્યા ભરતી.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ જેમની ઉંમર 82 વર્ષની છે તેમની તબિયત સોમવારે અચાનક જ બગડી ગઈ હતી. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને છાતીમાં દુખાવાની તેમને ફરિયાદ કરી હતી.

image source

ડોકટર્સે મહંત નૃત્ય ગોપાલદાસની તપાસ કરી હતી એ પછી તેઓને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. બારાબંકની સફેદાબાદથી લખનઉ સુધી ગ્રીન કોરિડોર બનાવીને તેમને મેદાંતા હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

image source

લખનઉના શહીદ પથ પર ગ્રીન કોરિડોરની જવાબદારી સંભાળી રહેલા પોલીસ કર્મચારી

આ વિશે અયોધ્યાના DM એ.કે.ઝાએ જણાવ્યું હતું કે મહંત નૃત્ય ગોપાલદાસનો સૌપ્રથમ તો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, એમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે બાદ તેઓને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

image source

આ પહેલાં ઓગસ્ટ મહિનામાં મહંત નૃત્ય ગોપાલદાસ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. ત્યારે તેઓને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાથી રિકિવર થયા બાદ તેઓ અયોધ્યા પરત ફર્યા હતા. મહંત નૃત્યગોપાલ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસના પણ અધ્યક્ષ છે.

image source

તમને જણાવી દઈએ કે મહંત નૃત્ય ગોપાલદાસનો જન્મ એક બ્રાહ્મણ કુટુંબમાં વર્ષ 1938માં જૂન મહિનાની 11 તારીખે મથુરાના એક નાનકડા ગામડામાં થયો હતો. એમને વર્ષ 1953માં એસએસસી પાસ કર્યું હતું. અને ત્યાર બાદ મથુરાની લાલા રામ કોલેજમાં વધુ અભ્યાસ માટે જોડાયા હતા. પણ એ શિક્ષણની રૂઢિગત રીતથી સંતોષકારક નહોતા. થોડા દિવસ પછી એમનું મન બદલાઈ ગયું અને એમને પોતાનો અભ્યાસ છોડી દીધો..ત્યારબાદ એ ઘરેથી ગાંધી જયંતીના દિવસે અયોધ્યા આવવા નીકળી ગયા હતા.અયોધ્યામાં આવ્યા બાદ એમને મહંત રામ મનોહર દાસ પાસે દીક્ષા સંસ્કાર લીધા.

image source

મહંત રામ મનોહર દાસ એમને સંસ્કૃત ભાષા શીખવા માટે પ્રેરિત પણ કર્યા હતા.. એ પછી મહંત નૃત્ય ગોપાલદાસે વારાણસીની સંસ્કૃત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કરીને શાસ્ત્રીની પદવી મેળવી. મહંત નૃત્ય ગોપાલદાસ વર્ષ 1965માં ફક્ત 27 વર્ષની ઉંમરે અયોધ્યામાં મહંત તરીકે જોડાયા હતા. એમના નામે અયોધ્યાના ઘણા મંદિરો છે. એમાંના કેટલાક મહત્વના મંદિરો આ પ્રમાણે છે જેમ કે રામાયણ ભવન, શ્રી રંગનાથ ટેમ્પલ, અને શ્રી ચાર ધામ મંદિર. મહંત નૃત્ય ગોપાલદાસ વર્ષોથી રામજન્મ ભૂમિની ચળવળમાં જોડાયેલા છે.

image source

વર્ષ 2003માં રામકૃષ્ણ પરમહંસના અવસાન પછી એમને ન્યાસ લીધો. ત્યાં સુધી એ રામ મંદિર જેમ બને તેમ જલ્દી બને એની ચળવળમાં સક્રિય રીતે ઉભા રહ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ