આલેલે… ચાલુ લગ્નમાં ફોટો પડાવવા બાબતે વર-વધુ પક્ષ વચ્ચે ધડબડાટી બોલી ગઈ, જાનવાળા થયાં ઘરભેગા

આમ તો દરેક લોકો માટે તેના લગ્ન યાદગાર રહેતા હોય છે. જો કે એમાં પણ ઘણા કારણો જવાબદાર હોય છે, ક્યારેક લગ્ન સંવેદનાને કારણે, ક્યારેક અકસ્માતને કારણે તો ક્યારેક કોઈ રમુજી ઘટનાને કારણે યાદ રહેતા હોય છે. ત્યારે હાલમાં એક એવા લગ્નનો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં આખા પરિવારને આ લગ્ન યાદ રહી જશે. આ વાત છે ઉત્તર પ્રદેશની કે જ્યાં ઈટાવામાં પોલીસને માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીં સામાન્ય ઝઘડા બાદ પાછી ફરેલી જાનને પોલીસે બોલાવીને લગ્ન માટે રાજી કરી હતી અને હાલમાં બધી જગ્યાએ આ પોલીસના વખાણ કરવામાં આવી રહ્યા છે

image source

પોલીસની કામગીરીની પ્રશંસા એટલા માટે પણ કરવામાં આવી રહી છે કે જાનને લગ્ન માટે રાજી કરી આટલું જ નહીં પોલીસે પોતાની સામે લગ્ન કરાવીને કન્યાની વિદાઈ કરાવી હતી. જો વિગતે વાત કરવામાં આવે તો આ મામલો વૈદપુરાના બનામાઈ ગામનો છે. અહીંના રહેનારા રામ રતનની દીકરી ધન દેવીની જાન આવી હતી. જેમાં વરરાજા સ્ટેજ પર પહોંચ્યા. જો કે અહીં ફોટો પડાવવા માટે એક મોટો વિવાદ થઈ ગયો. ફોટોગ્રાફર સાથે થયેલો વિવાદ વર અને કન્યા બંને પક્ષમાં થવા લાગ્યો. બંને પક્ષો વચ્ચે ખૂબ મારપીટ થઈ.

image source

હવે આવા માહોલ વચ્ચે ઘટનામાં મોટો વળાંક આવે છે અને મારપીટની સૂચના મળતા જ વૈદપુરા ઈન્સ્પેકટર હામિદ સિદ્દીકી સ્થળ પર પહોંચ્યા. તેમના પહોંચતા પહેલા જ જાન પાછી જતી રહી હતી. તેમણે પૂછપરછ કરતા માલુમ પડ્યું કે મારપીટ બાદ વર પક્ષ જાન લઈને પાછો જતો રહ્યો છે. સ્ટેશન ઈન્ચાર્જે વર પક્ષ સાથે ફોન પર વાત કરી. તો બન્યું એવું કે જાનૈયાઓએ જણાવ્યું કે તેઓ ૨૦ કિલોમીટર દૂર જતા રહ્યા હતા. પરંતુ પોલીસે તેમને સ્થળ પર તાત્કાલિક પાછા આવવા માટે કહ્યું.

image source

પોલીસે ફોનમાં કહ્યું કે જો તમે પાછા નહીં આવો તો તેમની વિરુદ્ઘ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જે બાદ વર પક્ષ જાન લઈને પાછો લગ્ન સ્થળ પર પહોંચ્યો. અહીં ઈન્સ્પેકટર હામિદે વર અને વધૂ પક્ષ સાથે વાત કરી. કાઉન્સેલિંગ કરી અને સમજાવવામાં આવ્યા. ઈન્સ્પેકટરના સમજાવવા પર વર અને કન્યા પક્ષ લગ્ન માટે રાજી થઈ ગયો અને ફરીથી લગ્નની વિધિ શરૂ કરવામાં આવી. આ દરમિયાન ઈન્સ્પેકટર સ્થળ પર જ ઉપસ્થિત હતા. તેમણે વર અને કન્યાને આશીર્વાદ આપ્યા અને વિદાઈ કરાવી. હવે આ લગ્નની વાત ચારેકોર થવા લાગી છે અને લોકો એક તરફ હસી પણ રહ્યા છે તો એક તરફ પોલીસની પ્રશંસા પણ કરી રહ્યા છે.

image source

એકાદ વર્ષ પહેલાં સુરતના આ લગ્ન પણ જોરદાર ચર્ચામાં આવ્યા હતા. સુરતના ડુમસમા આવેલા ભીમપોરમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. લગ્નના વરઘોડામાં વાગતા ગીત બાબતે માછી સમાજે વાંધો ઉઠાવ્યો હતો અને એકબીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જ્યારે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ પણ નોંધાવી છે. આ મામલે નિવસકુમારની ફરિયાદ લઈ 8 સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સામા પક્ષે સરજુ મોહન જાપાનની ફરિયાદ લઈ વરરાજા સહિત 9 સામે ગુનો નોંધ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ