વિશ્વના આ 7 સંસદ ભવન જે કોઈ રાજ મહેલથી કમ નથી, તસવીરોમાં જૂઓ તેની ભવ્યતા

ભારતમાં નવા સંસદ ભવનનો પાયો 10 ડિસેમ્બરે નાખવામાં આવી રહ્યો છે. નવા સંસદ ભવનને વાસ્તુ સિવાય તમામ પાસાઓમાં સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નવી ઇમારતનું નિર્માણ કરવામાં માટે આર્કિટેક્ટ્સે ઘણા દેશોની સંસદનું નિરીક્ષણ કર્યું અને તેમની પાસેથી પ્રેરણા લીધી. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં ઘણા એવા સંસદ ભવનો છે જે દેખાવમાં ઘણા ખૂબસુરત છે. તો આવો જાણીએ વિશ્વના એવા 7 સંસદ ભવનો વિશે.

યુકેનું સંસદ ભવન

image source

બ્રિટેન સ્થિત પેલેસ ઓફ વેસ્ટમિંસ્ટરને વિશ્વભરના તમામ સંસદ ભવનીનું મૂળ માનવામાં આવે છે. થેમ્સ નદીના કાંઠે બનેલું આ સંસદ ભવન ચાર્લ્સ બેરી અને ઓગસ્ટસ વેલ્બી પ્યુગિને ડિઝાઇન કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ બિલ્ડિંગની સુંદરતા વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. પેલેસ ઓફ વેસ્ટમિંસ્ટરમાં ત્રણ ટાવર બનેલા છે, જેને એલિઝાબેથ ટાવર, ન્યુ પેલેસ અને હાઉસ ઓફ કોમન્સ તરીકે ઓળખવામાં આવે છે. તેની અનન્ય બનાવટના કારણે 1987 થી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં તેમને સ્થાન મળ્યું છે.

શ્રીલંકાનું સંસદ ભવન

image source

શ્રીલંકાના સંસદ ભવનની ગણતરી પણ વિશ્વના શ્રેષ્ઠ સંસદ ભવનમાં થાય છે. આ બિલ્ડિંગના નિર્માણમાં ચાર વર્ષ થયા અને તેનો નકશો શ્રીલંકાના આર્કિટેક્ટ જોફ્રે બાવાએ તૈયાર કર્યો હતો. તેમાં શ્રીલંકન બૌદ્ધ ઇમારતો ઉપરાંત ઘણી મોડર્ન છાપ પણ છે. ઉપરાંત, આ ઇમારતના બધા દરવાજા ચાંદી જેવા ચળકતા છે. આ સંસદ ભવનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે એક તળાવની નજીક બનાવવામાં આવ્યું છે, જ્યાંથી પ્રકૃતિનો સુંદર નજારો જોવા મળે છે,

બાંગ્લાદેશનું સંસદ ભવન

image soucre

તમને જણાવી દઈએ કે એશિયન દેશોની સંસદને સુંદરતાની સરખામણીએ ઉપર રાખવામાં આવે છે. તેમાંનું એક છે બાંગ્લાદેશનું સંસદ ભવન. ઢાકામાં સ્થિત આ ઇમારત કૃત્રિમ તળાવના કાંઠે બનાવવામાં આવી છે. જો કે આ ઇમારત બહારથી જોતી વખતે કોઈ બિલ્ડિંગ જેવી લાગે છે, પરંતુ અંદરથી 8 ઇમારતો જોડાયેલી છે.

રોમાનિયાનું સંસદ ભવન

image source

યુરોપિયન દેશ રોમાનિયાનું સંસદ ભવન મજબૂત પાર્લામેન્ટમાનું એક છે. બુખારેસ્ટ સ્થિત આ ભવનને આર્કિટેક્ટ એન્કા પેટ્રિશિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગ બનાવવા માટે 20,000 સૈનિકો અને કેદીઓએ રાત-દિવસ મહેનત કરી હતી, ત્યારે આખરે આ ભવ્ય બિલ્ડિંગ બની છે. આ સંસદ ગૃહનો આંતરિક ભાગ આરસથી બનેલો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બિલ્ડિંગમાં 8 ગુપ્તચર ટનલ પણ છે જેથી કટોકટીમાં સાંસદ બહાર આવી શકે.

સ્કોટલેન્ડનું સંસદ ભવન

image source

સ્કોટલેન્ડનું સંસદ ભવન પણ ખૂબ સુંદર છે. ઘણી ઇમારતોથી બનેલ આ ભવનની વિશેષતા એ છે કે બધી ઇમારતો એક બીજાથી સંપૂર્ણપણે ભિન્ન છે. આ સંસદ ભવનનો નકશો આર્કિટેક્ટ એનરિક મીરાલાસે તૈયાર કર્યો હતો, પરંતુ નકશો તૈયાર થતાં જ તેનું મોત નીપજ્યું હતું. જો કે, નકશામાં ફેરફાર કર્યા વિના જ જેમ હતુ તેમ બનાવવામાં આવ્યું હતું.

જર્મનીનું સંસદ ભવન

image source

જર્મનીનું સંસદ ભવન પણ ખૂબ સુંદર છે. જર્મનીની રાજધાની બર્લિનમાં સ્થિત આ ઇમારતનું નિર્માણ વર્ષ 1884-1894 વચ્ચે થયું હતું. જો કે, તેમાં હિટલરના સમયથી નોંધપાત્ર ફેરફારો થયા છે. નેવુંના દાયકામાં બ્રિટિશ આર્કિટેક્ટ નોર્મન ફોસ્ટરએ તેમાં ઘણા ફેરફારો કર્યા હતા.

ફિનલેન્ડનું સંસદ ભવન

image source

ફિનલેન્ડનું સંસદ ભવન ખૂબ જ સુંદર અને મજબૂત છે. આ સંસદ ભવન દેશની તાકાત બતાવે છે. આ ઇમારત ગ્રેનાઇટ પથ્થરોથી બનાવવામાં આવી છે. જો કે, ઇમારતની અંદર રંગોનો પણ નોંધપાત્ર ઉપયોગ થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ