લ્યો સાંભળો – પત્ની સાથે ઝઘડા બાદ આ શખ્સ 450 કિમી પગપાળા ચાલ્યો, પછી થયું એવું કે માનવામાં નહીં આવે

ક્રોધમાં અને ગુસ્સામાં માણસ શું નું શું કરી બેસે એ નક્કી નહીં. આવો જ એક કિસ્સો ઇટાલીમાં સામે આવ્યો છે. પુરુષ તેની પત્ની સાથે લડાઈ કરી લીધી. પત્ની સાથેના ઝઘડા પછી નિરાશ થઈને એક ઇટાલિયન વ્યક્તિએ પોતાને શાંત કરવા માટે 280 માઇલ (લગભગ 450 કિમી) સુધી ચાલ્યો હતો. દેશના સખ્ત કોરોનાવાયરસ-લોકડાઉન ઉલ્લંઘનને કારણે તેની પોલીસે ધરપકડ કરી લીધી. આ સાથે જ પોલીસે તેના પર 35 હજારનો દંડ ફટકાર્યો હતો.

તેણે પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો. આ માણસે સાત દિવસમાં લગભગ 450 કિલોમીટરનું અંતર કેવી રીતે કાપી લીધું. રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. તેમની ઉંમર 48 વર્ષ હોવાનું કહેવાય છે. તે વ્યક્તિ ઇટાલીના કોમોનો રહેવાસી છે. તેણે પોલીસને કહ્યું કે તેણે એક જ દિવસમાં 64 કિલોમીટરનું અંતર કાપ્યું. ઇટાલીની દક્ષિણે સ્થિત પનો-એન્ડ્રિયાટિક બીચ પર પહોંચ્યો હતો.

રાત્રે બે વાગ્યે બીચ પર એકલા ચાલવા લાગ્યો તેથી પોલીસે તેને રોકી લીધો. ત્યાં પેટ્રોલીંગ કરી રહેલા પોલીસકર્મીઓએ તેની પૂછપરછ કરી હતી. ખરેખર, આખા દેશમાં કોરોના વાયરસના ચેપને લીધે, લોકોને રાત્રે 10 થી સાંજના 5 વાગ્યા સુધી બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે, જ્યારે પોલીસે તેની વિગતો ડેટાબેઝમાં મૂકી ત્યારે પુષ્ટિ થઈ ગઈ હતી કે તેની પત્નીએ એક અઠવાડિયા અગાઉ કોમોમાં ગુમ થયાની જાણ કરી હતી. બાદમાં પોલીસ અધિકારીઓએ તેને એક હોટલમાં બેસાડ્યો, જ્યાં તેને ખવડાવવામાં આવ્યું. સમાચારો અનુસાર, આ માણસ દોડવાને કારણે થાકી ગયો હતો અને તેનું શરીર ઠંડુ થઈ ગયું હતું.

આ પહેલાં પણ પતિ પત્નીના એક ડખાનો અલગ જ કેસ સામે આવ્યો હતો. વડગારા ગામના મીનામા ફળિયામાં રહેતા 30 વર્ષીય ભાદુભાઈ જોગડાભાઈ નીનામા ના લગ્ન 15 વર્ષ પહેલા રમીલાબેન સાથે થયાં હતા. તેમના સુખી દાંપત્ય જીવનને કારણે તેમને ત્રણ બાળકો પણ છે. રમીલાબેન એ સાંજે ભજીયા બનાવ્યા હતા. જમતી વખતે ભાદુ ભાઈ એતે કેવા ભજીયા બનાવ્યા છે એવું કહીને રમીલાબેનને ઠપકો આપ્યો હતો.

જેથી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. રાત્રે ભાદુ ભાઈ ઊંઘી જતા જોઈને તેના માથે કાનના પાછળના ભાગે અને આંખ નીચે પથ્થર અને દાંતરડું મારીને ગંભીર ઈજા કરી હતી. જેથી તેમનું પથારીમાં જ મૃત્યુ થઈ ગયું હતું. લાશને ચાદર ઓઢાડી રમીલા ફરાર થઈ ગઈ હતી. મૃતકના પિતાની ફરીયાદના આધારે પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.