લગ્ન કરતા પહેલા જાણી લો છોકરીની આ 9 આદતો વિશે, જો હોય તો ના કરતા લગ્ન, નહિં તો પસ્તાશો

લગ્ન કોઈ રમત નથી. લગ્ન એક ખુબ મોટું કમીટમેન્ટ છે. આપ ક્યારેય એવું નહી ઈચ્છો કે, આપના લગ્નના કારણથી આપણું જીવન નરક જેવું અને અસંતુષ્ટ થાય. લગ્નના બંધનમાં બંધાતા પહેલા એ જરૂરી છે કે, આપ માનસિક રીતે તૈયાર રહો. આપને આ સમજવાનું રહેશે કે, પ્રેમ અને લગ્નનો સંબંધ નિભાવવા સરળ હોતા નથી અને લગ્નની સાથે કેટલીક જવાબદારીઓ જોડાયેલ હોય છે.

image source

આપે પોતાને લગ્ન માટે માનસિક રીતે તૈયાર કરતા પહેલા આ બાબતો પર પણ કામ કરવાનું રહેશે કે આપે યોગ્ય પાર્ટનર પસંદ કર્યો હોય. આપ એવી મહિલાને પસંદ કરો જે આપની સાથે કંપેટીબળ હોય. આપે યાદ રાખવું કે એ છોકરીની સાથે આપે પોતાની આખી જિંદગી વિતાવવાના છો.

image source

કેટલીક મહિલાઓને મળ્યા વગર જ ના કરી દેવી ખોટું છે પરંતુ એવા કેટલાક સંકેત છે જેને જોયા પછી તો આપે એવી છોકરી માટે હા કરવી જોઈએ નહી. આ લેખમાં અમે આપને એવી મહિલાઓનો ઉલ્લેખ કરી રહ્યા છીએ જેમની કેટલીક આદતો લગ્નની રીતે જોતા યોગ્ય નથી અને તેમને પોતાની જીવન સંગની બનાવતા પહેલા આપે વિચારવું જોઈએ.

-જે દરેક વાતમાં કડવું બોલે છે.:

image source

જે મહિલા કે છોકરી દરેક વાતમાં કડવું બોલે છે આવા પ્રકારની મહિલાઓ હંમેશા દુઃખી રહેતી હોય છે અને દરેક બાબતને લઈને નકારાત્મક વાતો કરે છે. આ આપના જીવનમાં પણ સતત નકારાત્મકતા લાવતી રહે છે. આવી મહિલા કાળા વાદળની જેમ રહેશે અને આપની જીંદગીમાં ક્યારેય પણ પ્રકાશ આવવા દેશે નહી.

-જે ફક્ત પોતાના વિષે વિચારે છે.:

image source

જે ફક્ત પોતાના વિષે વિચારે છે. આ પ્રકારની છોકરીને ક્યારેય પણ આપની ચિંતા થશે જ નહી. આવી છોકરી ખુબ જ મતલબી હોય છે અને ફક્ત પોતાના વિષયમાં જ વિચારે છે. આવી છોકરીને કોઈ ફર્ક નથી પડતો કે આપ કેવું અનુભવ કરી રહ્યા છો. આવી છોકરી પોતાના મતલબ હોય ત્યારે જ તે પોતાનું ધ્યાન આપે છે.

-જેને ફક્ત ભૌતિક વસ્તુઓથી પ્રેમ હોય.:

image source

જેને ફક્ત ભૌતિક વસ્તુઓથી પ્રેમ હોય છે તેવી છોકરી આપની પાસે ખુબ જ મોઘા મોઘા ગીફ્ટની માંગ કરશે. આવા પ્રકારની છોકરીઓનો ત્યાં સુધી પ્રેમનો અનુભવ નથી થતો જ્યાં સુધી તેને પ્રેમ આવા મોઘા અને મોટા ગીફ્ટના રૂપમાં ના મળે. આપ આવી છોકરીને ખુશ કરવા માટે પોતાના ખિસ્સા ખાલી કરી લેશો એટલા માટે સાવધાન રહો.

-જે ફલર્ટ કરવાની બાબતમાં ખુબ જ આગળ હોય.:

image source

જે છોકરી ફલર્ટ કરવાની બાબતમાં ખુબ જ આગળ હોય છે તો આવી છોકરી ફક્ત આપની બની રહી શકવાની નથી. જો કોઈ અન્ય સારા વ્યક્તિને મળે છે તો તે આપને છોડીને આગળ વધી જતા પણ અચકાશે નહી. જેને ફલર્ટ કરવાનું પસંદ છે અને જે અલગ અલગ પ્રકારના લોકોની સાથે ફલર્ટ કરવાનું પસંદ કરે છે, આવી પાર્ટનરની રહીને આપને ક્યારેય પણ સુરક્ષાની લાગણીનો અનુભવ થઈ શકશે નહી.

-જે દર અઠવાડિયે પાર્ટી કરવા ઈચ્છતી હોય.:

image source

જે દર અઠવાડિયે પાર્ટી કરવા ઈચ્છતી હોય છે. લગ્ન પછી એક સમય એવો આવે છે જયારે આપ બંનેએ મોટા થવાનું આવે છે અને જવાબદારી સમજવાની આવશે અને ક્લબ- પાર્ટી વગેરેને બાય બાય કહેવાનું આવશે. જો આપને એવું લાગેછે કે, તે છોકરી પોતાની પાર્ટી અને ક્લબ લાઈફ સાથે સમાધાન નથી કરવા ઈચ્છતી તો એનો સીધો મતલબ એ થાય છે કે, તે છોકરી હજી પણ લગ્ન માટે તૈયાર થઈ નથી.

-માંગ ક્યારેય ખતમ થાય નહી.:

image source

માંગ ક્યારેય પણ ખતમ થશે નહી તે આપની પાસે દુનિયાભરની માંગ કરશે અને આપ જો તેની માંગ પૂરી પણ કરી દો છો ત્યારે પણ એનાથી તે સંતુષ્ટ નહી થાય. આવા પ્રકારની છોકરીઓ એવું વિચારે છે કે, તેમને જે વસ્તુ જોઈએ છે તેના માટે તેમને પોતાને વધારે મહેનત કરવાની કોઈ જરૂરિયાત છે નહી. તેમને લાગે છે કે દરેક તેમના માટે તેમની સામે મુકવામાં આવે.

-જે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહેવા ઈચ્છે છે.:

image source

જે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહેવાની ઈચ્છા રાખતી હોય છે આવા પ્રકારની છોકરીઓ ક્યારેય પણ આપને પ્રગતિ કરવા દેશે નહી. એમને આપની પ્રગતિથી ઈર્ષ્યા થશે. આવી છોકરીઓ ઈચ્છશે કે, હંમેશા લોકોના આકર્ષણમાં ફક્ત એ જ બનીને રહે.

-જે હંમેશા ગોસિપ કરે છે.:

image source

જે હંમેશા ગોસિપ કરે છે એ હંમેશા ડ્રામા કરવા માટે તૈયાર રહે છે. આ જ ડ્રામા આપના સંબંધમાં ઝેર ઘોળી દેશે. જયારે આપની ઉમર વધવા લાગે છે ત્યારે આપ પોતે ઇચ્છશો કે, આ ડ્રામા જેટલા સીમિત રહે એટલું જ સારું રહેશે. જો આપની પત્ની જ ડ્રામા ક્વીન છે તો આ આપના માટે ચિંતાનો વિષય છે.

-જે કમીટમેન્ટ કરવાથી ઘબરાઈ છે.:

image source

જે કમિટમેન્ટ કરવાથી ઘબરાઈ જાય છે સીધી વાત છે આપ એવી પત્ની ઇચ્છશો જે આપના પ્રત્યે કમિટેડ હોય. લગ્નને આગળ વધારવા માટે કમિટમેન્ટ ખુબ જ જરૂરી છે એટલા માટે આપે આ ધ્યાન રાખવાનું છે કે શું આપની થનાર પત્ની આ બાબત માટે યોગ્ય છે કે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ