સરકારે કુંભ મેળાને લઈ જાહેર કરી ગાઈડલાઈન, જતા પહેલા કરવા પડશે આ ખાસ કામ, સાથે જાણો ક્યારે-ક્યારે થશે શાહી સ્નાન?

આગામી 11 માર્ચના રોજ મહાશિવરાત્રીના દિવસે હરિદ્વાર ખાતે કુંભ મેળાનું પ્રથમ શાહી સ્નાન થશે. જો કે આ વખતે કુંભ મેળા પર પણ કોરોનાનું સંકટ તોળાય છે. દર વર્ષે અહીં આ સમય દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. તેવામાં આ વર્ષે કુંભ મેળા બાદ કોરોનાના કેસ બેકાબૂ ન થાય તે માટે સરકારે ખાસ નિયમો જાહેર કરી વ્યવસ્થા કરી છે.

image source

આ નિયમ અનુસાર સૌથી પહેલા તો કુંભ મેળામાં જવા ઈચ્છતા વ્યક્તિએ કોરોનાના રિપોર્ટ કરાવવા પડશે. જેમનો રિપોર્ટ નેગેટિવ હશે તેમને જ અહીં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત અહીં આવવા ઓનલાઈન નોંધણી પણ કરાવવી ફરજિયાત હશે.

image source

ઉત્તરાખંડ સરકારે હરિદ્વારના કુંભ મેળા માટે કોરોના વાયરસ સંબંધિત સુરક્ષાના નિયમો જાહેર કર્યા છે. કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જેમાં સૌથી મહત્વનું છે કુંભ મેળામાં જવા પહેલા કોરોના ટેસ્ટ કરાવવો. જેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ હશે તેમને જ અહીં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત સરકારે ઓનલાઈન નોંધણી માટે વેબસાઈટ પણ જાહેર કરી દીધી છે. વિદેશથી આવનાર શ્રદ્ધાળુઓએ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું પડશે.

image source

સૌથી પહેલા તો અહીં આવનાર પાસે 72 કલાક પહેલા કરેલો કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી હશે. અન્ય રાજ્યોથી આવતા શ્રદ્ધાળુઓએ સાથે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ લાવવું પણ જરૂરી છે. દરેક વ્યક્તિએ આરટી પીસીઆર રિપોર્ટ સાથે રાખવો પડશે. આ રિપોર્ટ હશે તો જ મેળામાં એન્ટ્રી મળશે. આ ઉપરાંત આ વર્ષે મેળામાં 68 વર્ષથી વધુની વયના વૃદ્ધ, 10 વર્ષથી નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

image source

કુંભ મેળામાં જવા માટે દરેક વ્યક્તિએ નોંધણી કરાવવી જરૂરી છે. આ નોંધણી શ્રદ્ધાળુ www.haridwarkumbhmela2021.com અથવા તો www.haridwarkumbhpolice2021.com પર કરાવી શકે છે. નોંધણી બાદ તેમને જે ઈ-પાસ કે ઈ-પરમિટ આપવામાં આવે તે સાથી લઈ આવવાની રહેશે. તેના આધારે જ વ્યક્તિને કુંભ મેળામાં પ્રવેશ આપવામાં આવશે. નોંધણી સમયે શ્રદ્ધાળુઓએ જરૂરી પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે અને અન્ય વિગતો પણ જણાવવાની રહેશે.

image source

આ ઉપરાંત મેળામાં ભીડ ન થાય તે માટે સરકાર આ વર્ષે કોઈ ખાસ બસ કે ટ્રેન દોડાવશે નહીં. આ ઉપરાંત કોઈ ખાનગી વાહન સાથે ત્યાં જવા ઈચ્છે છે તો તેમણે ઉત્તરાખંડ સરકારની પરવાનગી લેવી પડશે. કોઈપણ વાહન ઉત્તરાખંડ પહોંચશે ત્યારે આ પરવાનગી ચેક થશે અને સાથે જ તેમાં સવાર લોકોના કોરોના ટેસ્ટ જોવામાં આવશે. આ રિપોર્ટ 72 કલાકથી વધુ જૂનો પણ ન હોવો જોઈએ. કુંભ મેળામાં જે આરોગ્યકર્મીઓને ડ્યુટી સોંપવામાં આવી છે તેમને કોરોનાની રસી આપી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!