વિશ્વનું એક રહસ્યમય તળાવ, જ્યાં રાતે દેખાય છે…પોચુ હૃદય હોય તો ના વાંચતા આ તળાવના રહસ્ય વિશે નહિં તો…

વિશ્વમાં ઘણા તળાવ આવેલા છે તેમાથી ઘણા તળાવ રહસ્યમય તળાવ છે તેના રહસ્યો અત્યાર સુધી કોઈને ખબર પડી નથી. તેના રહસ્ય અને તેની સુંદરતાને લીધે લોકો તેને જોવા માટે જાય છે અને તેનો આનંદ માણે છે. તેવા જ એક તળાવ વિશે આજે આપણે વાત કરીએ. આ તળાવ ઇંડોનેશિયામાં આવેલૂ છે. તે ખૂબ જ રહસ્યમય તળાવ છે.

image source

આ તળાવને સુંદરતાનો પર્યાય માનવામાં આવે છે. આ તળાવ ખૂબ જ સુંદર છે, તેને જોઇને કોઈ પણ મોહી જાય. પંરતુ ઇંડોનેશિયાનું આ તળાવ સૌથી વધારે એસિડિક તળાવ છે. આ તળાવમાં જે પાણી રહેલું છે તેનું તાપમાન હમેશા માટે ૨૦૦ સેલ્સિયસ રહે છે. આ તળાવનો રહસ્યમય ભાગ એ છે કે આ તળાવ નો રંગ છે. રાતે તેનું પાણી વાદળી પથ્થરની જેમ ઝગમગે છે. તેનાથી આ તળાવની સુંદરતા ખૂબ વધે છે.

image source

આ તળાવ પેસિફિક મહાસગારના કિનારે આવેલું છે આનું નામ કાવાહ ઇજેન છે. આનું પાનું હમેશા માટે ઊકળતું જ રહે છે. તેનાથી આ તલાવની આસપાસ કોઈ વસ્તી રહેતી નથી. આની ઉપગ્રહ પરથી લેવામાં આવેલી તસવીર ઘણી બહાર પડી છે. તેમાં રાતના સમયે વાદળી લીલો પ્રકાશ તેના પાણી માથી બહાર આવે તેવું જોવા મળી આવે છે. આ તળાવની સુંદરતા એટલી વધારે છે કે તેને જોઈને આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ.

image source

ઘણા વર્ષોના સંશોધન પછી સંશોધકોએ આમાથી નીકળતા કલરે કલરના પ્રકાશ નું કારણ શોધી લીધું છે. આ તળાવ જ્યાં આવેલું છે, તેની આસપાસ ઘણા જ્વાળામુખી સક્રિય છે તેનાથી ઘણા પ્રકારના વાયુઑ જેમકે, હાઈડ્રોજન ક્લોરાઈડ, સલ્ફ્યુરિક ડાયોક્સાઈડ વાયુ તળાવમાથી બહાર આવે છે. આ બધા જ વાયુઓ એકબીજા સાથે પ્રતિક્રિયા આપે છે. તેના લીધે તેનુ પાણી વાદળી રંગનું દેખાય છે.

image source

તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલું સુંદર તળાવ એટલું બધુ જોખમી છે કે તેની આસપાસ કોઈ જતું નથી. વૈજ્ઞાનિક પણ તેની આસપાસ જાય છે પરંતુ તે વધારે સમય માટે ત્યાં રહેતા નથી. આ તળાવ ખૂબ જોખમી છે. એક વાર આ તળાવમાં અમલીયતાને તપાસવા માટે અમેરિકાના સંશોધકોની એક ટિમ આ તળાવમાં સંશોધન કરવા માટે ત્યાં ગયા અને ત્યાં જઈને તેમણે એલ્યુમિનિયમ એક જાડી શીટ તેના પાણીમાં મૂકી અને તેને ૨૦ મિનિટ માટે રહેવા દીધી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તે પછી જ્યારે આ શીટ બહાર કાઢી ત્યારે તે એક પારદર્શક કાગડ જેટલી પાતળી બની ગઈ હતી. આ તળાવનું પાણીમાં વધારે પ્રમાણમાં એસિડ રહેલું છે. ત્યારથી કોઈ પણ વ્યક્તિ આ તળાવની આસપાસ જવાની હીમત કરતાં નથી.

image source

જ્વાલામુખીની અસર તો આ તળાવમાં જોવા મળે છે આ સિવાય અહી એક નદી પણ આવેલી છે. તે નદી પણ ખૂબ ખતરનાક માનવામાં આવે છે. તે એસીડી ફિકેશનને લીધે તેને જીવલેણ માનવામાં આવે છે. તેથી તે નદીની આસપાસ પણ કોઈ જવાની હીમત કરતાં નથી. પેરુ સાથે આવેલ એમેઝોન જંગલમાં વહેતી આ નદીને સૌથી મોટી થર્મલ નદી કહેવાય છે.