કરીના કપૂરથી લઇને આટલી બધી અભિનેત્રીઓ સાથે શાહિદ કપૂરને હતુ ચક્કર, પણ પછી…

શાહિદ કપૂરે વર્ષ 2003માં ફિલ્મ ઇશ્ક વિશ્કથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પોતાની પહેલી જ ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ મેલ ડેબ્યુ એવોર્ડ જીતનાર શાહિદ કપૂર ફિલ્મી કરીયરથી વધુ પોતાના અફેર્સના કાળને ચર્ચામાં રહ્યા છે. તો ચાલો જાણી લઈએ એ અભિનેત્રીઓ વિશે જેમની સાથેના અફેરને લઈને શાહિદ કપૂર લાઈમલાઈટમાં રહ્યા હતા.

ઋષિતા ભટ્ટ.

image source

અભિનેત્રી ઋષિતા ભટ્ટ અને શાહિદ કપૂરે આર્યનના મ્યુઝિક વિડીયો આંખો મેં તેરા હી ચહેરા દરમિયાન એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું પણ એમના સંબંધ થોડા જ દિવસનો મહેમાન નીકળ્યો અને બંનેએ બ્રેકઅપ કરી લીધું.

અમૃતા રાવ.

image source

શાહિદ કપૂરનું નામ અમૃતા રાવ સાથે પણ જોડાઈ ચૂક્યું છે બંનેએ ફિલ્મ ઇશ્ક વિશ્કથી ડેબ્યુ કર્યું હતું. આ દરમિયાન બંનેના અફેરની ખબર સાંભળવા મળી હતી. બંનેની આ જોડી ફિલ્મ વિવાહમાં પણ દેખાઈ ચુકી છે. અને એમની કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ પણ કરી હતી.

કરીના કપૂર

image source

કરીના કપૂર અન શાહિદ કપૂર લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી ચુક્યા છે. બંનેએ દુનિયાની સામે પોતાના પ્રેમનો ઇઝહાર પણ કર્યો જેને જોઈને લાગ્યું કે શાહિદ કપૂર અને કરીના કપૂર જલ્દી જ લગ્ન કરી લેશે પણ જલ્દી જ આ બન્નેના રસ્તા અલગ થઈ ગયા. હવે સ્થિતિ એવી છે કે બંને એકબીજાનું મોઢું જોવાનું પણ પસંદ નથી કરતા.

પ્રિયંકા ચોપરા.

image source

કરીના કપૂર સાથે બ્રેકઅપ પછી એ ઘણા જ અપસેટ રહેવા લાગ્યા હતા અને એ દરમિયાન પ્રિયંકા ચોપરાએ એમના તૂટેલા દિલને સહારો આપ્યો. ફિલ્મ કમીને પછીથી શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપરા એકબીજાને ડેટ કરવા લાગ્યા. જો કે આગળ જતાં પોતાના કામથી કામ રાખનારી પ્રિયંકા ચોપરાએ શાહિદ સાથેનો છેડો ફાડી લીધો.

વિદ્યા બાલન.

image source

શાહિદ કપૂરનું નામ વિદ્યા બાલન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે વર્ષ 200ઉમા આવેલી ફિલ્મ કિસ્મત કનેક્શન વખતે વિદ્યા બાલન અને શાહિદ કપૂરના લિંક અપની ખબર આવી હતી.

સોનાક્ષી સિન્હા.

image source

અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે પણ ઇશ્ક લડાવવાને લઈને શાહિદ ચર્ચામાં રહી ચૂક્યા છે. કહેવામાં આવે છે કે સોનાક્ષી સિન્હાનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે શાહિદ કપૂર એમને પોતાની સાથે લોન્ગ ડ્રાઇવ પર લઈ ગયા હતા. પણ સોનાક્ષી સાથે પણ શાહીદનો સંબંધ વધુ દિવસ સુધી ન ટકી શક્યો.

જેકલીન ફર્નાન્ડિઝ.

image source

શાહીદનું નામ જેકલીન સાથે એ સમયે જોડાયું જ્યારે મોડી રાત્રે બંને મુંબઈના એક રેસ્ટોરેન્ટમાં ડિનર પર જતાં દેખાયા. જો કે મીડિયાને જોતા જ જેકલીને પોતાનો ચહેરો છુપાવવાની ઘણી કોશિશ કરી પણ એમનો ચહેરો કેમેરામાં કેદ થઈ જ ગયો હતો. બંનેના અફેરની ખબરમાં કેટલી સચ્ચાઈ હતી એને કોઈ નથી જાણતું.

સાનીયા મિર્જા.

image soucre

ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા સાથે પણ શાહિદ કપૂર પોતાના અફર્સના કારણે લાઈમલાઈટમાં આવી ચુક્યા છે. જો કે બંનેની લવસ્ટોરી વર્ષ 2008માં શરૂ થઈ હતી અને એ જ વર્ષે ખતમ પણ થઈ ગઈ. બંનેને ઘણીવાર અમુક જગ્યાએ સાથે જોવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ