કોલકત્તામાં ક્રિસમસની ઉજવણીમાં જોવા મળ્યો સરકારનો ખાસ અંદાજ, આ રીતે બનાવી કેક

ક્રિસમસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ દિવસોમાં અલગ અલગ ફ્લેવર્સ અને ડિઝાઈનની કેક અને પેસ્ટ્રી ખાસ ચલણમાં જોવા મળે છે. કેટલાક લોકો આા સમયે તહેવારને ખાસ બનાવવા થીમ કેક પણ પ્લાન કરી લેતા હોય છે. ક્રિસમસ નજીક આવવાની સાથે સાથે અલગ અલગ પોલિટિકલ પાર્ટીના લોગો પર કેક બનાવડાવી. આ કેક ખૂબ જ ચર્ચામાં પણ રહે છે.

image source

કોલકત્તાની પિયાલીએ તેની ફ્રેનડ સાથે મળીને આ કેક બનાવી છે. તેની પર ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના ચિન્હ બનાવીને આઈસિંગ કર્યું છે. પિયાલીએ કહ્યું ઘણા સમયથી હું અને મારી ફ્રેન્ડ કેક બનાવીએ છીએ.

image source

આ વર્ષે કોરોનાના કારણે અમારે કામ પણ ઓછું હતું અને સાથે જ ચૂંટણી પણ નજીક હોવાથી અમે કંઈક યૂનિક કરવાનું વિચાર્યું. આ વિચારના ભાગ રૂપે અમે અલગ અલગ પાર્ટીના લોગોને ધ્યાનમાં રાખીને કેક બનાવી છે. અમારો આ પ્રયાસ લોકોને ખૂબ પસંદ આવ્યો છે. અમારી કેક ચર્ચામાં આવી ચૂકી છે. લોકોએ અમારી કેક પસંદ કરવાની સાથે ખરીદી પણ છે. અમે રોજની લગભગ 5 જેટલી કેક બનાવીએ છીએ અને સાથે વેચીએ પણ છીએ. અમને આ નવા કોન્સેપ્ટમાં આનંદ આવ્યો છે.

કેક બનાવનાર પિયાલીએ કહ્યું કે મેં ભાજપના લોગોની એક કેક બનાવી હતી જેને લોકોએ ખાસ્સી વખાણી હતી. કેકેની કિંમત પણ મેં એવી રીતે નક્કી કરી હતી જેથી લોકો તેને સરળતાથી ખરીદી શકે. હું ઈચ્છું છું કે લોકો પણ આ કોન્સેપ્ટને સમજે અને તેને જાણે. મને કેક બનાવવાની પ્રેક્ટિસ હોવાના કારણે મને આ કેક બનાવવામાં 1 કલાકનો સમય લાગતો હોય છે.


હું રોજની 5 કેક બનાવીને વેચું છું તો લગભગ દિવસના 5થી 6 કલાકનો સમય આ કામમાં જતો રહે છે. હાલમાં કેકમાં મેં ચૂંટણીનો કોન્સેપ્ટ અજમાવ્યો છે જેમાં ટીએમસી એટલે કે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એટલે કે ભારતીય જનતા પાર્ટીના લોગો વાળી કેક લોકોને વધારે પસંદ આવી રહી છે. મારે રોજના આ પ્રકારના પોલિટિકલ લોગોની 5 કેકનો ઓર્ડર આવે છે. આ તમામ ગ્રાહકોમાં રાજનીતિ સિવાયના સામાન્ય લોકો પણ સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ