ઘોર કળિયુગ: નશાની હાલતમાં ભત્રીજો ભૂલ્યો ભાન, કાકીની છેડતી કરી બોલ્યો…હવે…તો જાહેરમાં કપડા…

રાજ્યમાં દારૂબંધીતો માત્ર નામની જ છે એ સૌ કોઈ જાણો છે. દારૂના કારણે ઘણા ઘર તુટ્યા પણ છે. દારૂના નશામાં વ્યક્તિ ન કરવાનું કરી બેસે છે. આવો એક જીવતો જાગતો દાખલો સામે આવ્યો છે અમદાવાદમાં. જ્યાં એક ભત્રીજાએ નશાની હાલતમાં કાકીની છેડતી કરી અને સાથે મારા મારી પણ કરી હતી. આ સમયે પિતરાઇ બહેન વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. વાત આટલે જ ન અટકી ભત્રીજાએ ધમકી પણ આપી હતી કે, અત્યારે તો છેડતી કરી છે હવે મારા ઘરમાં પંચાત કરશો તો જાહેરમાં કપડાં ઉતારી લઇશ. જો કે વાત વધુ આગળ વધતા મહિલાએ બાપુનગર પોલીસ મથકમાં ભત્રીજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ભત્રીજાની શોધખોળ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

image source

કાકીને ગાળો બોલી ધમકી આપતો હતો

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 42 વર્ષીય મહિલાના પતિ હોમગાર્ડમાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલાં જ તેમના પતિ વતન ઉત્તર પ્રદેશ ગયા છે. મહિલાની પાડોશમાં જ તેમના જેઠ તેમના દિકરા અને પરિવાર સાથે રહે છે. જેઠનો પુત્ર રોજ દારૂ પી કાકીને ગાળો બોલી ધમકી આપતો હતો. ગઇકાલે આ મહિલા પોતાની દિકરી તથા ભાઇ સાથે ઘરે બેઠા હતા. ત્યારે તેમના જમાઇ પણ તેમને મળવા આવ્યા હતા. આ દરમિયાન તેમનો ભત્રીજો ચિક્કાર દારૂ પીને ત્યાં આવ્યો હતો અને તેની પત્નીને ગાળો બોલી રહ્યો હતો. જેથી ભત્રીજાના મોટા ભાઇએ ગાળો ન બોલવા કહ્યું હતુ. જો કે, દારૂના નશામાં ધૂત આ ભત્રીજાએ ગાળો બોલી ઝપાઝપી કરી માર મારવા લાગ્યો હતો.

image source

નશાની હાલતમાં કાકીની છેડતી કરવા લાગ્યો

વાત વધુ આગળ વધતા આસપાસના લોકો એકત્ર થતા ભત્રીજો ત્યાંથી પોતાનું વાહન લઇ નિકળ્યો હતો. ત્યારે રસ્તામાં કાકીને તેમની દિકરી સાથે બેઠેલા જોયા હતા. તેમને જોઇ તે ઉભો રહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તમારી દિકરી અમારા ઘરમાં ઝઘડા કરાવે છે. ત્યારબાદ ઉશ્કેરાઇ ગયો હતો અને ઝપાઝપી કરી નશાની હાલતમાં કાકીની જ છેડતી કરવા લાગ્યો હતો. તે સમયે અન્ય લોકો ત્યાં આવતા કાકીને છોડાવ્યા હતા. જોકે, ત્યારે પણ તેને કાકીને લાતો મારી હતી.

image source

પિતરાઈ બહેનને પણ લાફા ઝીંકી દીધા

આ સમયે ઝપાઝપી થતા નશાની હાલતમાં હોવાથી ભત્રીજો પણ નીચે પડી ગયો હતો. તેણે કહ્યું હતું કે, અત્યારે તો છેડતી કરી છે હવે મારા ઘરમાં તમારી દિકરી પંચાત કરશે તો જાહેરમાં તારા કપડાં ઉતારી કાઢીશ. યુવકના આ વર્તનની સૌ કોઈ હેરાન થઈ ગયા હતા. દારૂના નશામાં બાન ભુલેલા યુવકે જાહેરમાં સગા કાકી સામે નજર બગાડી હતી. તો બીજી તરફ ભત્રીજાએ પિતરાઈ બહેનને પણ લાફા ઝીંકી દીધા હતા. આ મામલે પોલીસને જાણ કરતા બાપુનગર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ મામલે મહિલાએ ભત્રીજા સામે છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. રાજ્યમાં વધતુ જતુ દારૂનું ચલણ કેટલાય પરિવારમા ઘર ભાંગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ