જો તમે તુલસીનો આ રીતે ઉપયોગ કરશો તો નહિં દેખાય વધતી ઉંમર, જાણો બીજા આ ઉપાયો વિશે પણ

મિત્રો, તુલસી એ આપણા આયુર્વેદ શાસ્ત્રમા વિશેષ મહત્વ ધરાવે છે. તેમા અનેકવિધ આયુર્વેદિક પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમને શરીર સાથે સંકળાયેલી સમસ્યાઓથી દૂર રાખે છે. પછી ભલે તે સમસ્યા ત્વચાની સમસ્યા હોય કે પછી આરોગ્યની સમસ્યા હોય. તેમા સમાવિષ્ટ પોષકતત્વો તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત બનાવવા માટે સંપૂર્ણ રીતે અસરકારક સાબિત થાય છે.

image source

આજે આ લેખમા આપણે તુલસી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની સાથે આપણા ચહેરાના નિખારને આકર્ષક બનાવવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. આ આયુર્વેદિક ઔષધ તરીકે માન્યતા પ્રાપ્ત તુલસીનો ઉપયોગ તમે તમારા ચહેરાથી લઈને તમારા વાળ સુધીની સમસ્યાઓને દૂર કરવા માટે કરી શકો છો. તો ચાલો જાણીએ તુલસી એ આપણી સ્કીન અને વાળ માટે કેવી રીતે લાભદાયી સાબિત થઇ શકે છે?

ઉમર વધતી અટકાવે :

image source

તુલસીમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સીડન્ટ તત્વો સમાવિષ્ટ હોય છે, જો તમે તેનો ઉપયોગ તમારી સ્કીન પર કરો તો તે તમારા વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડે છે. આ માટે તમે તુલસીના પાનને નિયમિત ૧૦ મિનિટ માટે પીસી લો અને ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો, આ ઉપાય તમે રોજ અજમાવો તો તમારી ઉમર વધતી અટકી જશે.

ચહેરાનો નિખાર વધે :

image source

આ સિવાય જો તમે તુલસીના પાંદડા સુકાવીને તેનો પાવડર બનાવી અને ત્યારબાદ તેમા દૂધ અથવા મધ મિક્સ કરીને તેને તમારા ચહેરા પર લગાવો તો તેનાથી ખીલની સમસ્યા દૂર થઇ થશે અને તમને આકર્ષક સ્કિન મળશે.

ખીલની સમસ્યા દૂર થાય :

image source

આ ઉપરાંત જો તમે ખીલની સમસ્યાથી પીડાતા હોવ તો પછી તમે તુલસીમા ગુલાબજળ મિક્સ કરીને તેને તમારા ચહેરા પર ૧૦ મિનિટ માટે લગાવી રાખો અને ત્યારબાદ તેનો નિયમિત ઉપયોગ કરો તો તમારી ખીલની સમસ્યા જડમુળથી દૂર થઇ જશે.

ચહેરાની રંગત સાફ રહે :

image source

જો તમે તુલસીના પાનને પીસીને તેમા ચણાનો લોટ યોગ્ય રીતે મિક્સ કરીને આ પેસ્ટને તમે નિયમિત તમારા ચહેરા પર લગાવો તો તમારા ચહેરાનો રંગ નીખરી ઉઠશે અને તમારા ચહેરો ચમકદાર બનશે.

વાળ સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય :

image soucre

જો તમે તુલસીના પાનને પીસી લો અને ત્યારબાદ તેમા કોકોનટ અથવા તો કોકોનટ ઓઈલ સાથે ઉમેરીને તેને તમારા સ્કેલ્પ પર લગાવો અને વીસ થી પચીસ મીનીટ માટે શેમ્પૂ કરો તો તમારી ખોપરી ઉપરની ચામડી ઠંડી થાય છે તથા રક્ત પરિભ્રમણમા પણ વૃદ્ધિ થશે. આ સિવાય જો તમે કોકોનટ ઓઈલમા તુલસીની પેસ્ટ મિક્સ કરો અને તેને નિયમિત તમારા વાળ પર લગાવો તો તમારા વાળમા રહેલી ખોળાની સમસ્યા તુરંત દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ