ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરે શિલ્પાને પૂછ્યો એક સવાલ, જાણો ડેવિડ વોર્નરે કેમ કરી શિલ્પા શેટ્ટીને ટેગ:
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરથી લગભગ કોઈ અજાણ્યું નહીં હોય. ક્રિકેટ રસિકો તો તેમને ઓળખે જ છે પણ જે ન ઓળખતા હોય તેમને જણાવું કે તેત્રીસ વર્ષના વોર્નર આઈ.પી.એલની તેરમી સિઝનમાં હૈદરાબાદ ટીમના કેપ્ટન બનાવના હતા. પરંતુ આ કોરોના વાયરસની મહામારીને કારણે આઈ.પી.એલ 2020નું ભવિષ્ય અનિશ્ચિત છે.

આ ટુર્નામેન્ટ અનિયત સમય માટે રોકવામાં આવી છે. આ ઉપરાંત જાહેરમાં પ્રેક્ટિસ પણ બંધ છે. આવા સમયે સતત વ્યસ્ત અને ચુસ્ત તંદુરસ્ત રહેતાં, સ્ફૂર્તિલા સ્પોર્ટ્સમેનને સમય કેવી રીતે પસાર કરવો એ મોટો પ્રશ્ન થઈ જતો હોય છે. ત્યારે ડેવિડ વોર્નરે સરસ ઉપાય શોધી લીધો છે.
ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ક્રિકેટર ડેવિડ વોર્નર આજકાલ પોતાના ચાહકો સાથે સંપર્કમાં રહેવા દરરોજ અવનવા ટિકટોક વીડિયો બનાવી, ઇન્સ્ટાગ્રામ ઉપર મુકતા રહે છે. હમણાં તેમણે એક વધારે વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે પોતાની નૃત્યની કાબેલિયત સાબિત કરી છે. ડેવિડની સાથે તેમની પત્ની કૈડીસ વોર્નરે પણ નૃત્ય કર્યું છે.

બંનેના સુંદર નૃત્યની પાછળ તેમની નાનકડી ઢીંગલી પણ ચૂપચાપ પોતાનું અલગ જ નૃત્ય કરતી નજરે ચડે છે. આ વીડિયો ખરેખર મનોરંજક બન્યો છે. આ વીડિયોમાં વોર્નર દંપતી 1990ના દશકાના સુપરહિટ બોલિવુડ ગીતો ઉપર થરકતા લચકતા નજરે ચડ્યા છે. તેમાં ભારતીય ડાન્સગુરુ પ્રભુદેવા પણ છે.
ડેવિડ વોર્નરે પોતાની આ પોસ્ટમાં બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાને ટેગ કરીને પોતાના ચાહકો માટે લખ્યું છે કે , ” બતાવો… શિલ્પા શેટ્ટી, મારી પત્ની અને મારામાંથી સૌથી સારું ડાન્સર કોણ છે? કોના સ્ટેપસ્ વધારે ઉત્તમ છે?”
View this post on Instagram
Indi has asked to also do one for you guys! 😂😂 please help me someone!!!!!! #statue
વોર્નરે પોતાની પોસ્ટમાં શિલ્પા શેટ્ટીને કેમ ટેગ કરી? શિલ્પા શેટ્ટીના ચાહકો તો જાણતાં જ હશે કે શિલ્પા પણ પોતાના જાતજાતના અવનવા ટિકટોક વીડિયો બનાવી લોકોનું અને ખુદનું મનોરંજન કરતી રહે છે. બસ આ જ કારણ છે કે વોર્નરે શિલ્પાને ટેગ કરી છે.
આ વર્ષની શરૂઆતમાં શિલ્પાએ પણ આ પ્રકારનો જ ટિકટોક વીડિયો બનાવેલો. જે બોલીવુડના હિટ ગીતો ઉપર આધારિત હતો. ડેવિડ અને તેની પત્ની સોશિયલ મીડિયા ઉપર ખૂબ સક્રિય છે અને પોતાના મનોરંજક વીડિયો બનાવી કોરોનાકાળમાં લોકોનું અને પોતાનું મન બહેલાવે છે. તેઓ સતત આ પ્રકારનું મનોરંજન કરી બધાનું મન આનંદિત રાખે છે.
View this post on Instagram
Who was better @candywarner1 and I or @theshilpashetty 😂😂 #theoriginals @prabhudevaofficial
ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર પોતાના દરેક વીડિયોમાં અવનવું મનોરંજન કરતા રહે છે અને તેના કારણે ઘણી વખત ટ્રોલ પણ થતા રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ