રાજસ્થાની ખોબા રોટી અને પંચરત્ન દાળ – જમવામાં જો આટલું મળી જાય તો આનંદ આવી જાય, રેસીપી વાંચીને મોઢામાં આવી જશે પાણી…

ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સરળ એવી રાજસ્થાની વાનગી છે આ ખોબા રોટી . આ ખોબા રોટી ને પંચરત્ન દાળ સાથે પીરસાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં પણ ઘણી સરળ એવી આ વાનગી આપને આંગળા ચાટવા પર મજબૂર કરી દેશે.

મેં અહીં બતાવેલ રેસિપી કદાચ ટ્રેડિશનલ ન પણ હોય , પણ એક વાર અચૂક ટ્રાય કરશો. આ રોટી ને હાથ થી ભૂકો કરી ઉપર ગરમ દાળ ઉમરો.. સ્વાદાનુસાર ઘી રેડો. સરસ મિક્સ કરો અને બસ enjoy. સાથે આપ લસણ ની ચટણી , ડુંગળી નો સલાડ અને લીંબુ પીરસી શકો. તો ચાલો જોઈએ રીત..

રીત ::

ખોબા રોટી માટે

• 500gm ઘઉં નો લોટ

• મીઠું

• 1 વાડકો (200ml) તેલ , મોણ માટે

• 1 વાડકો દૂધ

દાળ માટે

• 1/4 વાડકો મગ ની દાળ

• 1/4 વાડકો તુવેર દાળ

• 1/4 વાડકો ચણા ની દાળ

• 1/4 વાડકો મસુર દાળ

• 1/6 વાડકો અડદ ની દાળ

• 6 ચમચી ઘી

• 2 ચમચી આમલી નો પલ્પ

• 1 ટામેટું , સમારેલ

• 2 થી 3 સૂકા લાલ મરચાં

• મીઠું

• 1/2 ચમચી સંચળ

• 2 થી 2.5 ચમચી લાલ મરચું

• 1 ચમચી હળદર

• થોડા લીમડા ના પાન

• 1 ચમચી જીરું

• 1/2 ચમચી હિંગ

રીત ::


સૌ પ્રથમ બનાવીએ દાળ. ઉપર સામગ્રી માં બતાવેલ 5 દાળ ને મિક્સ કરો. 2 – 3 વાર પાણી થી ધોઈ લો. પૂરતા પાણી માં 30 મિનિટ પલાળો. ત્યારબાદ ચપટી હળદર ઉમેરી કુકર માં ધીમી આંચ પર 2 થી 3 સીટી વગાડો. કુકર ઠરે એટલે ખોલી લો. કડાય માં 4 ચમચી ઘી ગરમ કરો. જીરું ઉમેરો. જીરું એકદમ સોટે થઈ જવા દો. ત્યારબાદ હિંગ , લીમડો અને ટામેટા ઉમેરો. હલાવી સરસ ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી પકવો.. ત્યારબાદ હળદર અને લાલ મરચું ઉમેરી તરત દાળ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરો. ધ્યાન રહે દાળ બહુ જાડી કે બહુ પાતળી ન હોય. હવે એમાં મીઠું, આમલી નો પલ્પ ઉમેરો અને 7 થી 8 મિનિટ માટે મધ્યમ આંચ પર ઉકાળો. પીરસતા પેહલા ફરી1 ચમચી ઘી મૂકી એમ જીરું ઉમેરો. જીરું બ્રાઉન થઈ જાય એટલે હિંગ અને લાલ મરચું મૂકી , આ વઘાર દાળ ઉપર રેડી દો . હવે બનાવીએ ખોબા રોટી… મોટી થાળી માં ઘઉં નો લોટ , મીઠું અને તેલ ભેગું કરો. હાથ થી સરસ મસળતા જાઓ અને તેલ લોટ ના દરેક કણ સાથે મિક્સ થઈ જાય એ ખાસ જોવું.ધીરે ધીરે લોટ માં દૂધ ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરો. આ કણક ખૂબ જ કઠણ કે ઢીલો ના બાંધવો. કણક ને ઢાંકી ને 15 મિનિટ સાઈડ પર રાખી દો. ગેસ પર લોખંડ નો ઊંડો તવો ગરમ કરો. લોટ ના સરખા ભાગ કરી જાડી ને મોટી રોટી વણો. આ રોટી ની જાડાય આપ ફોટો માં જોઈ શકો છો. તવા પર ધીમા તાપે એક બાજુ રોટી ને હલકા બ્રાઉન ભાત પડે ત્યાં સુધી થવા દો. ત્યારબાદ સાઈડ ઊંઘી કરી લો. ગેસ એકદમ સ્લૉ જ રાખવાનો છે નહીં તો અંદર થઈ કાચી રહેશે. વેલણ ના સાઈડ ના ભાગ થી હળવે થી રોટી પર કાણાં પાડી દો . ધીમી આંચ પર બીજી બાજુ સરસ શેકાવા દો. હવે તવા પર એક નાનું સ્ટેન્ડ રાખી દો. રોટી ને એના ઊંઘી કરી લો અને મધ્યમ થી ફૂલ આંચ પર આ બાજુ પણ શેકાવા દો. આમ શેકવા થી રોટી બધી બાજુ એકસરખી શેકાશે… રોટી ક્રિસ્પી અને કડક કરો.. બધી બાજુ સરસ થઈ જાય એટલે નીચે ઉતારી સરસ ઘી રેડો.

તૈયાર છે ખોબા રોટી અને પંચરત્ન દાળ.. Traditionally આ રોટી ને હાથ ની ચીમટી ભરી ડિઝાઇન તૈયાર કરવા માં આવે છે. વેલણ થી પાડેલ કાણાં એક સરળ અને ઝડપી વિકલ્પ છે. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.