શું સાંજ પડતાં પહેલાં જ તમે મચ્છરના ભયથી ઘરના બારી-દરવાજા બંધ કરી દો છો? તો હવે એવું કરવાની જરૂરત નથી…

તો હવેથી તમારે તેમ નહીં કરવુ પડે આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે તમે ઘરનાં બારી બારણા બંધ કર્યા વગર સંપૂર્ણ તાજી હવાનો લાહવો લેતાં લેતાં મચ્છરને તમારા ઘરથી કેવી રીતે દૂર રાખી શકો છો. આજે ગુજરાત રાજ્યમાં સ્વાઇનફ્લુ, ડેન્ગ્યુ, મેલેરિયા વિગેરે જેવા મચ્છરજન્ય રોગોનો કેર વર્તાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે દર વર્ષે લગભગ 10 લાખ લોકોના મૃત્યુ મચ્છર કરડવાથી થાય છે. મચ્છર એ વિશ્વના સૌથી જીવલેણ પ્રાણીઓમાંના એક છે. મચ્છ કરડવાથી માણસને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝિકા, સ્વાઇનફ્લુ જેવા જીવલેણ રોગ થઈ શકે છે.


મિત્રો, જ્યારે બે ઋતુઓ ભેગી થતી હોય છે ત્યારે તેમ જ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તો મચ્છર આપણા માટે એક રોજીંદી અને ગંભીર સમસ્યા બની જાય છે. ઉનાળાની ગરમીમાં પણ આપણે સાંજ થતાં પહેલા ઘરના બારી બાણા બંધ કરી દેવા પડે છે અને ઇલેક્ટ્રીક મોસ્ક્વિટો રેપેલન્ટ ચાલુ કરી દેવું પડે છે. વાસ્તવમાં આપણે તો સાંજની પવનની લહેરખીઓનો આનંદ માણવાનો હોય પણ મચ્છરને આપણાથી દૂર રાખવા માટે આપણે પણ મચ્છરની સાથેસાથે જંદુનાશક રસાયણો યુક્ત હવા કે જે મોસ્ક્વિટો રેપેલન્ટ દ્વારા સમગ્ર ઘરના ખૂણે ખૂણે ફેલાયેલી હોય છે તે સ્વાસોચ્છ્વાસ દ્વારા લેવા મજબૂર બની જઈએ છીએ.

આજે વિશ્વભરમાં મચ્છર મારવાની દવાઓનો હજારો કોરોડો રૂપિયાનો બિઝનેસ છે. જે મચ્છરથી આપણને સંપૂર્ણ છૂટકારો તો નથી જ આપી શકતાં પણ માનવ સ્વાસ્થ્ય પર પણ તેની માઠી અસર થતી હોય છે. મચ્છરથી બચવા માટે આપણે ઘરમાં કાળજી રાખીને સ્વચ્છતા તો જાળવતા જ હોઈએ, તેમ છતાં આપણે મચ્છરોને ઘરથી દૂર રાખી શકતા નથી અને મચ્છરજન્ય રોગોનો ભોગ બનીએ છીએ.


શું તમને લાગે છે કે આપણી પાસે મચ્છરોને દૂર રાખવા માટે રાસાયણીક ઉપાયો સિવાયના સ્વાસ્થ્ય વર્ધક પ્રાકૃતિક ઉપાયો હોવા છતાં આપણે નુકસાનકારક મોસ્ક્વિટો રેપેલન્ટનો ઉપોયગ કરવો જોઈએ ? નહીં ને ? તો ચાલો જાણીએ મચ્છરનોને ઘરથી દૂર રાખવાના ઘરગથ્થુ અને માનવ સ્વાસ્થ્યને બિનહાનીકારક પ્રાકૃતિક ઉપાયો વિષે.

આ ઉપાય અજમાવવા માટે તમારે આ પ્રમાણેની સામગ્રીઓની જરૂર પડશે. તેજ પત્તા ( જે દરેક કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી રહે છે) કપૂર ( તે પણ તમને કરિયાણાની દૂકાનમાં મળી રહેશે.) નીમ તેલ/ લીંબોળીનું તેલ (તે તમને કોઈપણ મેડિકલ સ્ટોરમાં સરળતાથી મળી રહેશે) આ સામગ્રીના ઉપયોગથી તમે વિવિધ પ્રકારે મચ્છરોથી છૂટકારો મેળવી શકશો.


પ્રથમ ઉપાય આ પ્રમાણે છે, સૌ પ્રથમ તમારે કપૂરની ટીકડીઓનો પાવડર બનાવવાનો જેનું પ્રમાણ 1 ટેબલસ્પૂન રહેશે. હવે આ તૈયાર કરેલા કપૂરના પાવડરને 100 ગ્રામ લીંબોળીના તેલ એટલે કે નીમ તેલમાં સરસ રીતે મિશ્રિત કરી દેવું. આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરી લેવું. હવે ચારથી પાંચ તેજ પત્તા લઈ તેના પર તૈયાર કરેલા તેલના મિશ્રણનો છંટકાવ કરવો ત્યાર બાદ તેને બાળી નાખવા. આમ કરવાથી જે ધૂમાડો ઉત્પન્ન થશે તેનાથી માત્ર થોડીક જ સેકન્ડ મચ્છર દૂર થઈ જશે.

જો તમે આ ધૂમાડાની સાથે સાથે તમારા ઓરડામાં સુવાસ પણ ફેલાવવા માગતા હોવ તો તૈયાર કરેલા તેલના મિશ્રણમાં એસેન્શિયલ ઓઇલ જેમ કે પેપરમિન્ટ ઓઇલને પણ મિક્સ કરી શકો છો. બીજો ઉપાય આ પ્રમાણે છે.


તૈયાર કરેલ કપૂર મિશ્રત નિમ તેલનો દીવો તમે રોજ રાત્રે તમારી પથારી આગળ એટલે કે તમારા બેડ આગળ સળગાવીને પથારી આસપાસના બધા જ મચ્છરોને દૂર કરી શકો છો. જો કે તેમ કરવાથી તમારે તે દીવામાં તેલ ઉમેરવા માટે બે-ત્રણ વાર ઉઠવું પડશે. જો તમે તમારી ઉંઘમાં ખલેલ પહોંચાડવા ન માગતા હોવ તો તમે બજારમાં ઉપલબ્ધ ઓઇલ બર્નરનો ઉપયોગ કરી શકો છો. જે તમને ઓનલાઈન પણ મળી રહશે.


આ ઓઇલ બર્નરમાં તમારે નીચેની બાજુએ મિણબત્તી સળગાવવાની હોય છે અને ઉપરની બાજુએ તૈયાર કરેલું કપૂર મિશ્રિત નિમ તેલ મુકવાનું હોય છે. જે નીચે બળી રહેલી મિણબત્તીની ગરમીથી ધીમે ધીમે બળશે અને રાત્રી દરમિયાન મચ્છરને ઘરથી દૂર રાખશે. તમે અહીં મિણબત્તીની જગ્યાએ તેલના દીવાનો પણ ઉપયોગ કરી શકો છો તેમ કરવાથી બમણી અસર થશે.

ત્રીજો ઉપાય : ત્રીજો ઉપાય એ છે કે તમે નીમતેલ, કોપરેલ તેલ, લવિંગનું તેલ, પેપરમિંટ તેલ અને નિલગિરીના તેલનું મિશ્રણ બનાવી તેને તમારી ત્વચા પર લગાવીને મચ્છરને તમારા શરીરથી દૂર રાખી શકો છો.


આ ઉપાય ખાસ કરીને જ્યારે તમારા બાળકો શાળાએ જતાં હોય અથવા સાંજના સમયે બહાર પાર્કમાં રમવા જતા હોય ત્યારે કરી શકો છો. આ ઉપરાંત તમે જ્યારે બહાર ટ્રાવેલિંગ કરતા હોવ, વેકેશન એન્જોય કરતા હોવ ત્યારે પણ કરી શકો છો. તો આ બધા જ ઉપાયો મચ્છર દૂર કરવામાં તો કારગર છે જ પણ તે કૂદરતી હોવાથી તેનાથી માનવ સ્વાસ્થ્ય પર પણ કોઈ જ વિપરિત અસર થતી નથી પણ હકારાત્મક અસર જ થાય છે.

આ સંપૂર્ણ વિગતનો વિડીઓ જુઓ :