હદ છે હદ: ખાટલામાં ગર્ભવતીને હોસ્પિટલે પહોંચાડી, પણ અફસોસ કે સારવારના અભાવે મહિલા-નવજાત બન્નેનું મોત

કેટલાક દિવસો પહેલાં એક સરસ સમચાર સામે આવ્યા હતાં કે 108ના કર્મીઓએ 1 કિમી પગપાળા ચાલી મહિલાની પ્રસૂતિ કરાવી હતી અને પાટિયામાં એમ્બ્યુલન્સ જઇ શકે તેવો રસ્તો જ ન હોવાથી પગપાળા ગયા હતા. આ ખબર ખુબ જ વાયરલ થઈ હતી. ત્યારે હવે આ પ્રસુતિને લગતી એક ખુબ જ દુખદ ખબર સામે આવી રહી છે અને જે સાંભળીને તમારી પણ આંતરડી કકળી ઉઠશે. ઝારખંડના ગિરીડીહ જિલ્લામાં આરોગ્ય સેવાઓની પોલ ખુલી ગઈ છે. અહીં લાચાર આરોગ્ય સિસ્ટમનો ખુલાસો કરતી એક ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

image source

આ જિલ્લામાં એક મહિલાને યોગ્ય સારવારના અભાવે એક આદિવાસી મહિલા અને તેના નવજાત શિશુનું મોત થયું હતું અને આ જોઈને આખું વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. વિગતે વાત કરીએ તો ગિરિડીહ જિલ્લાના રહેવાસી સુનીલ મરાંડીની પત્ની સુરજી મરાંડીને પ્રસૂતિની પીડા ઉપડી હતી. પરંતુ બન્યું એવું કે તિસરી ગામમાં આરોગ્ય વ્યવસ્થાના અભાવે સુરજીના પરિજનો તેને ખાટલામાં સૂવડાવીને પગપાળા જ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા. કેમ કે અહીં આરોગ્ય સેવાઓ ખુદ ખાટલે પડી છે તો પછી ખાટલે પડેલાની સેવા કેમ કરશે. ઘટના સામે આવ્યા પછી આરોગ્ય સેવાઓના ધજાગરા જ ઉડેલા જોવા મળ્યા હતા.

image source

જો એનાથી પણ વધારે વાહિયાત વાત કરવામાં આવે તો જ્યારે સુરજીને હોસ્પિટલે પહોંચાડાઈ ત્યારે એક પણ ડોક્ટર હાજર નહોતા. પછી છેલ્લે સારવારના અભાવે હોસ્પિટલના ગેટ પાસે જ મહિલા અને નવજાત શિશુનું મોત થયું. ઉલ્લેખનીય છે કે સુરજી જે ગામમાં રહે છે ત્યાં અવરજવર માટેનું કોઈ સાધન ન હોવાથી પરિવારજનો તેને ખાટલામાં જ હોસ્પિટલે લઈ ગયા અને રસ્તામાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો.

image source

બીજી તરફ, હોસ્પિટલના ડોક્ટરો આ શર્મનાક ઘટના બાદ પોતાની બેદરકારી અંગે ઢાંકપિછોડો કરતા જોવા મળ્યા હતા. ડોક્ટર અરવિંદ કુમારે કહ્યું હતું કે તેઓ ગિરિડીહ સદર હોસ્પિટલે ગયા હતા અને અન્ય એક ડોક્ટર દુર્ભાગ્યે એ સમયે હાજર નહોતા. જ્યારે તેઓ અહીં આવ્યા તો મહિલાનું મોત થઈ ગયું હતું. આ રીતે નવી નવી વાતો કરીને આટલી મોટી ઘટનાને નજર અંદાજ કરતા જોવા મળ્યા છે. પણ હાલમાં આ ડોક્ટરો પર પણ ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.

image source

જો કેટલાક દિવસ પહેલાંની વાત કરીએ તો ગરબાડા તાલુકામાં 108 એમ્બ્યુલન્સને પ્રેગનેન્સીનો કોલ ગરબાડા તાલુકાના પાટિયા ગામેથી મળ્યો હતો. જેથી આઇએનટી નરેશભાઇ દેવડા અને પાયલોટ જયંતીભાઇ પાટિયા ધસી ગયા હતાં. જો કે, પ્રસુતિની પીડાથી કણસતી હમતાબેન ડામોરનું ઘર ગામના અંતરિયાળ વિસ્તારમાં હોવાથી ત્યાં એમ્બ્યુલન્સ જઇ શકે તેવો રસ્તો જ ન હતો. જેથી આઇએમટી અને પાયલટે હમતાબેનની હાલત જાણવા પગપાળા ઘર સુધી જવાનું નક્કી કર્યુ હતું. ઘરે પહોંચેલા સ્ટાફે પ્રસુતિની પીડાથી કણસતી હમતાબેનની ત્યાં જ સફળ પ્રસુતિ કરાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!