સુપરમેન બની આ ડ્રાઈવરે બચાવ્યો 12માં માળેથી પડતી બાળકીનો જીવ, વીડિયો જોઈ લોકોએ ભગવાન ગણાવ્યો

સોશિયલ મીડિયા પર ક્યારેક એવા એવા અદ્ભૂત વીડિયો વાયરલ થતાં હોય છે કે જેને જોઈને તમે છક રહી જતાં હોય છે. ત્યારે હાલમાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે કે જેમાં તમે જોઈને થોડીવાર તો વિચારમાં પડી જશો, જો કે આમાં જે પણ ઘટના બની એ ખરેખર કૂદરતનો આભાર ગણી શકાય. હાલમાં વિયતનામમાંથી એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

image source

આ વીડિયો આખરે મૃત્યુ કેવી રીતે નજીક આવે છે તેનો પુરાવો મળેલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિગતે વાત કરીએ તો, અહીં ડિલિવરી ડ્રાઇવરે 2 વર્ષની બાળકીને બચાવી લીધી કે જે વિયતનામાની 12માં માળની ગેલેરીમાંથી પડી ગઈ હતી. હવે આ ઘટનાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લોકો જોયા પછી ડ્રાઇવરની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

ધ મિરરના એક અહેવાલ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે માલ પહોંચાડવા માટે તેની ટ્રકમાં રાહ જોતા ડ્રાઈવર બાલ્કનીના ખૂણા પર લટકતી બાળકીને પકડવા કારમાંથી બહાર આવ્યો. બાળકીનો હાથ લપસી જતાં ડ્રાઇવરે તેને પકડી લીધી હતી. આ પછી, ડ્રાઈવરે કહ્યું હતું કે, “સદભાગ્યે બાળકી સીધી મારા ખોળામાં જ આવી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

જો કે, આ સમગ્ર ઘટના દરમિયાન, બાળકીના મોંમાંથી લોહી નીકળ્યું હતુ, તેથી આ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેણી સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડિંગની ઉંચાઇ જ્યાંથી આ બાળકી પડી હતી તે આશરે 164 ફૂટ જેટલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વીડિયો જોયા પછી, દરેક લોકો આ ડ્રાઈવરનો આભાર માની રહ્યા છે કે આખરે આ બાળકીનો જીવ બચ્યો છે. જો ડ્રાઇવર યોગ્ય સમયે આ બાળકીને ન જોઈ હોઈ કે ન પકડી હોય તો બાળકી માટે પડી જવાનો અને મૃત્યુ પામવાનો પણ ડર હતો.

હવે આ વીડિયો ઇન્ટરનેટની દુનિયામાં છવાઈ ગયો છે. બાળકની જિંદગી બચાવનાર આ ડ્રાઈવર ન્યુગ્યુએન નાગોસના આ કામ પછી ત્યાંના લોકોમાં તે હીરો બની ગયો છે. આ સિવાય, સ્થાનિક અખબારો તેમના વખાણથી ભરેલા જોવા મળી રહ્યાં છે.

image source

ન્યુગ્યુએન નાગોસની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે અને આ ઘટના ખુબ વાઇરલ પણ થઈ રહી છે. ઘણા લોકો તો તેને ભગવાન કહેવા લાગ્યાં છે. આ ઘટના વિશે ઘણા લોકો એમ પણ કહે છે કે, ભલે તે સંયોગિક હોય, પરંતુ તેના સૌ આભારી છે કે છોકરીનો જીવ બચી ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!