2.50 લાખથી 14 લાખ સુધીની લોન મેળવો સરળ રીતે, SBIની ખાસ યોજનાથી કોને થશે લાભ જાણો

એસબીઆઈએ દેશના લાખો સીનિયર સિટીઝન માટે ખાસ યોજના અમલમાં મુકી છે. આ યોજનાથી સીનિયર સિટીઝનને પણ સરળતાથી લોન મળી શકશે. જી હાં દેશની સૌથી મોટી સ્ટેસ બેંક ઓફ ઈંડિયાએ નિવૃત કર્મચારીઓ માટે પેન્શન લોન સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમ હેઠળ નિવૃત કર્મચારીઓને એક મિસ કોલ પર લાખો રૂપિયાની લોન ઓછા પેપરવર્ક સાથે મળી શકે છે.

image source

આ સ્કીમ અંતર્ગત નિવૃત કર્મચારીઓને ઓછામાં ઓછી 2.50 લાખ રૂપિયા અને વધુમાં વધુ 14 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. લોનના વ્યાજ દર 9.75 ટકા રહેશે. લોન માટે અરજી કરવા એક ફોન, એસએમએસ અને મિસ કોલ પણ કરી શકાય છે.

image source

આ સ્કીમ અંગે એસબીઆઈએ ટ્વીટ કરી અને કહ્યું હતું કે સુખદ નિવૃત જીવન હવે સ્વપ્ન નથી. આ જીવન જીવવા માટે 7208933142 નંબર પર મિસ કોલ કરો. આ સ્કીમ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત કર્મચારી, ડિફેંશ પેંશનર્સ અને ફેમિલી પેંશનર્સ માટે છે જેમની ઉંમર 76 વર્ષથી ઓછી છે.

ખાસ વાત એ પણ છે કે આ પેન્શન લોનનું ડોક્યૂમેંટેશન ઘણું ઓછું છે અને તેમાં પ્રોસેસિંગ ફી પણ વધારે નથી. તેના માટે ગ્રાહક એસબીઆઈની બ્રાંચમાં જઈને પણ અરજી કરી શકે છે, જેમનું પેન્શન ખાતું એસબીઆઈમાં છે તેઓ આ લોન માટે અરજી કરી શકે છે.

પેન્શન લોન લેવા માટે તમે એસએમએસ પણ કરી શકો છો. તેના માટે ‘PERSONAL’ લખી આ એસએમએસ 7208933145 પર મોકલી શકો છો. ત્યારબાદ બેન્ક તરફથી તમને કોલ આવશે અને તમને લોન અંગે માહિતી આપવામાં આવશે.

image source

આ લોન એવા લોકોને મળવા પાત્ર છે જેમની ઉંમર 76 વર્ષથી ઓછી હોય સાથે જ જેમનું પેન્શન ખાતું એસબીઆઈમાં હોય. આ સિવાય લોન મેળવવા માટે વ્યક્તિએ લેખિતમાં આપવું પડે છે કે જ્યાં સુધી લોનની અવધિ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે ટ્રેઝરીને આપેલા મેંડેટમાં કોઈ સુધારો કરશે નહીં. આ માટે ટ્રેઝરીએ પણ લેખિતમાં મંજૂરી આપવી પડે છે કે જ્યાં સુધી બેન્ક તરફથી એનઓસી નહીં જાય ત્યાં સુધી તે પેન્શર દ્વારા પેન્શન પેમેન્ટને અન્ય બેન્કના ખાતામાં ટ્રાંસફર કરવાનું સ્વીકાર કરશે નહીં.

આ યોજના હેઠળ કેન્દ્ર કે રાજ્યના નિવૃત કર્મચારીને મિનિમમ 7.5 લાખ રૂપિયા અને વધુમાં વધુ 14 લાખ રૂપિયાની લોન મળી શકે છે. લોન રિપેમેંટ વધુમાં વધુ 78 વર્ષની ઉંમર સુધી કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!