કેરી અને કોબી ના ગાઠા નું અથાણું – આ એક instant અથાણું છે, શીખો આ ચટપટુ અથાણું…

અથાણાં ભાવે છે ?? મને તો બહુ જ ભાવે. કેરી નું , ગુંદા નું , ખાટું , ગળ્યું , ગાજર નું વગેરે વગેરે તમે પણ ખાતાં જ હશો. આજે હું એક એવું અથાણું બતાવીશ , જે મારી મમ્મી એ મને શીખવ્યું છે. – કેરી અને કોબી ના ગાઠા નું અથાણું..

આ એક instant અથાણું છે. ફ્રીઝ માં 7 થી 8 દિવસ સારું રહેશે. આ અથાણું બહુ સ્ટોર ના કરવું. તાજું હશે ત્યારે કેરી અને કોબી કડક હશે તો ટેસ્ટ વધુ સારો આવશે.

સામગ્રી :

1. 1 કાચી કેરી

2. 7 થી 8 ટીંડોરા

3. 2 નાના કોબી ના ગાઠા

4. 1 નાનું લીલું મરચું

5. 3 ચમચી કોથમીર ની ઉપર ની ડાળખી

6. મીઠું

7. 2 ચમચી આચાર મસાલો

8. 1/2 ચમચી હળદર

9. 1/2 ચમચી હિંગ

10. 1.5 ચમચી ધાણા ના કુરિયા , વાટેલા

11. 1/2 ચમચી લાલ મરચું (optional)

12. 2 મોટી ચમચી તેલ

રીત ::


આ અથાણા માટે મેં કોબી નો કડક ભાગ , જેને આપણે કોબી ના ગાઠા પણ કહીએ , ટીંડોરા અને કેરી મુખ્ય ભાગ તરીકે લીધા છે. કેરી ની સિઝન ના હોય ત્યારે 1 મોટી ચમચી લીંબુ નો રસ ઉમેરવો. ખાલી કોબી ના ગાઠા નું પણ સરસ બને છે.


દરેક શાક ને નાના કટકા કરી કાપી લો. બને ત્યાં સુધી એકસરખા કટકા જ કરવા.


હવે એમાં આચાર માંસલો , હળદર, લાલ મરચું,ધાણા ના પીસેલા કુરિયા ઉમેરો.


સરસ રીતે મિક્સ કરી એમાં તેલ ઉમેરો. મિક્સ કરી 2 થી 3 કલાક સાઈડ માં રહેવા દો . ત્યારબાદ ફિઝમાં સ્ટોર કરો. રોટલી , પરાઠા કે થેપલા સાથે પીરસી શકાય.


નોંધ :

• કેરી ના હોય ત્યારે લીંબુ નો રસ ઉમેરી શકાય .

• ધાણા ના કુરિયા વાટી ને ઉમેરવા. ધાણા જીરુ પણ ઉમેરી શકાય.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ