ફૂગ્ગા વાળો – માણસ તેના સ્વભાવ અને સ્વમાનથી જ અમીર છે કે ગરીબ તે ઓળખાઈ જાય છે…

બહેન ઓ બહેન ફૂગ્ગા લઇ લો .ઓ બેન!! અરે મારે નથી જોઈતા!! મારે ઘરે કોઈ નાનું બાળક નથી હું શુ કરીશ ? બેટા મારે નથી જોઈતા !માંડ દસ વર્ષનું આ બાળક મારી પાછળ પાછળ ફૂગ્ગા લઇ લો બેન એમ કરતુ ફરે છે હું ચાલવા માંડું છું.

તો થોડેક શુધી મારી પાછળ આવે છે મને કહે બેન લોને કોઈને આપી દેજો કોઈ ગરીબ નું છોકરું ખુસ થશે તો પણ હું એને એમજ કહું છુ મારે નથી જોઈતા અને ત્યાંજ બાળક એવું બોલે છે બેન મને ભૂખ લાગી છે !!અને તમે આ દસ રૂપિયા નો ફૂગ્ગો લો તો હું કઈ ખાઈ શકું આજે સવાર થી કઈ ખાધું નથી અને મારા પગ થંભી ગયા!!ઓહહઃ


મેં દસ રૂપિયા ની નોટ એને આપી અને કહ્યું જા કઈ ખાઈ લે મારે ફુગ્ગા નથી જોઈતા !! ના બેન ફુગ્ગા તો તમારે લેવાજ પડે હું ભીખ નથી માંગતો?? બહેન હું મજૂરી કરું છું પણ ભીખ માંગી નથી ખાતો !!હું ઘરે ગઇ અને ફુગ્ગા એક ખૂણા માં મુક્યા અને મનમાં વિચારવા માંડી કે સ્વમાન રોડ પર પણ હોય??


એવું નથી કે મોટા ઘરમાં રહો કે પછી તામરી પાસે પૈસા હોય તોજ સ્વમાન થી રહેવાય એવું નથી હોતું સ્વમાન અને ખુદ્દારી માણસ માં પોતાની હોવી જોઈએ જે મેં આ ગરીબ ફુગ્ગા વાળા માં જોઈ મને થયું કે મેહલોમાંજ સ્વમાન થી જીવાય એવું નથી હોતું રોડ ઉપર મજૂરી કરી ને પણ પોતાનું સ્વમાન પોતાની રીતે જાળવી રાખે તેજ સાચો માણસ આ સ્વમાન મેં એક દસ વર્ષના બાળક માં જોયું …


બસ ભગવાનને એટલીજ પ્રાર્થના કે આ બાળક નું સ્વમાન જળવાઈ રહે એટલું તો એને રોજ આપજે કે એને કોઈ દિવસ ભૂખાં સુવાનો વારો ના આવે અને મોટો થઇ પોતાની ખુદ્દારી અને સ્વમાનથી આગળ આવે દરેક ને પોતાનું આગવું સ્વમાન હોય છે ..સ્વમાન એટલે પોતાના નું માંન પોતાની રિતે જાળવવું. આ જો આવડી જાય તો કોઈ દિવસ સ્વમાન ગુમાવાનો વારો આવેજ ના.

લેખક : નયના નરેશ પટેલ વડોદરા

દરરોજ આવી અનેક નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ