આરબભૂમિમાં પ્રમુખ સ્વામિ મહારાજનો મંદિર બનાવવાનો સંકલ્પ થયો સાકાર… જય સ્વામિનારાયણ…

આરબભૂમિમાં પ્રમુખ સ્વામિ મહારાજનો મંદિર બનાવવાનો સંકલ્પ થયો સાકાર, અબુધાબીમાં મંદિરના શિલાન્યાસનો યજાયો ભવ્ય સમારંભ…

તારીખ ૨૦મી એપ્રિલે અબુધાબીમાં પહેલી વખત બી.એ.પી.એસ. મંદિરનું શિલાન્યાસ ભવ્ય કાર્યક્ર્મ યોજાઈ ગયો. અલ રભા ઉપનગરના કિનારે, અબુધાબીના ૨૭ એકરમાં આરબનું પહેલવહેલું હિન્દુ મંદિરના નિર્માણ કાર્ય માટે શિલાન્યાસ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો.

#mahantswami #abudabu #uae #dubai

A post shared by 🙏 જય સ્વામિનારાયણ 🙏 (@bapsphoto) on

એ કર્યક્રમમાં, દેશ – વિદેશથી પાંચ હજારથી વધુ હરિભક્તો પહોંચ્યા હતા. ૪૫,૦૦૦ સ્ક્વેર ફૂટ જેટલા વિસ્તારમાં ‘પ્રમુખ સ્વામી મંડપમ’ નામે અતિ ભવ્ય સભા મંડપ બનાવરાવાયો હતો.

આ શિલાન્યાસનો સ્તંભ ૫૦ ફૂટ પહોળો અને ૧૦૦ મીટર ઊંચો છે. તેના માટે ૬ ફૂટ ઊંડો ગર્ત પણ બનાવાયો હતો.

આ મંદિરના નિર્માણનો સંકલ્પ ૧૯૭૭માં એટાલે કે ૨૨ વર્ષ પહેલાં જ્યારે બ્રહ્મસ્વરૂપ પરમ વંદનિય પ્રમુખ સ્વામિ મહારાજ જ્યારે ત્યાં પધર્યા હતા ત્યારે તેમણે જ અહીં જ વસતા ધર્મપ્રેમી ભક્તોની ભાવના સમજીને સંકલ્પ કર્યો હતો આજે તેમની ઇચ્છા પરિપૂર્ણ થઈ રહી છે.

મંદિરની પ્રથમ શિલા સ્થાપનના અવસરે આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામીએ હાજરી આપી હતી. તેમનું એરપોર્ટ પર પહોંચીને પ્રિન્સ શેખે પોતાના દેશની ભૂમિ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

અહીં એક બાબત ઉલ્લેખનીય છે કે આજ સુધી મૂર્તિપૂજાને આ દેશમાં ક્યારેય પ્રાધાન્ય આપવામાં નહોતું આવ્યું ત્યારે આ પ્રસંગ એક સરાહનીય બાબત ગણાય છે.

A post shared by Neetal Parekh 🔹 (@neetal4u) on

જેને માટે ક્રાઉન પ્રિન્સ શેખ ઝાયદ અને અલ ન્યાહ્ન અને નાહ્યાન અલ મુબારક નાહ્યાને આપણાં પ્રધાનમંત્રી શ્રીએ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે ભારત દેશના ૧૩૦ કરોડ ભારતીય વતી આ મંદિરના નિર્માણને વધાવું છું.

તેમણે વધુમાં ઉમેર્યું કે આ મંદિર વૈશ્વિક માનવ મૂલ્યો અને આધ્યાત્મિક વૈભવનું પ્રતીક બની રહેશે. તેમણે કહ્યું, “રણમાં આ મંદિર નંદનવન બનશે.”


આરબભૂમિમાં પ્રમુખ સ્વામિ મહારાજનો મંદિર બનાવવાનો સંકલ્પ થયો સાકાર, એ પણ બાવીસ વર્ષો બાદ એ એક અપ્રતિમ ઘટના બની છે ત્યારે આ અદભૂત કાર્યક્રમમાં સવિશેષ એક બાબત નોંધનીય છે જેમાં મહાપૂજાની વિધિ દરમિયાન સંપૂર્ણ શાસ્ત્રોચ્ચારની સમજૂતિ અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં આપવામાં આવી હતી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ