કાશ્મીરી દમ આલુ – રોજ અલગ અલગ જમવામાં શું બનાવવું એવું વિચારો છો? આજે બનાવો આ સરળ રેસીપી…

પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ છે.

કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટેટા.

ચાલો જોઈએ કાશ્મીરી દમ આલુ ની રીત

સામગ્રી :

• 15 થી 20 નાની બટેટી

• મીઠું

• 1.5 વાડકો તાજું દહીં

• 1.5 ચમચી વરીયાળી નો ભૂકો

• 1 ચમચી જીરા નો ભૂકો

• 1 ચમચી ખમણેલું આદુ

• 2.5 ચમચી લાલ મરચું

• 2/3 ચમચી હળદર

• શેલો ફ્રાય માટે તેલ

• 2 લવિંગ

• 1 ટુકડો તજ

• 1 થી 2 ઈલાયચી

• 3 થી 4 આખા મરી

• બારીક સમારેલી કોથમીર

રીત ::


સૌ પ્રથમ બટેટા ને ધોઈ , સાફ કરી લો. કુકર માં બટેટા , થોડું મીઠું અને પાણી ઉમેરી 2 સીટી આવે ત્યાં સુધી બાફી લો. મધ્યમ આંચ પર બાફવા.. થઈ જાય એટલે ચાયણી માં કાઢી લો..


બટેટા ઠંડા પડે એટલે છાલ કાઢી લો. બટેટા મોટા લાગે તો 2 ભાગ કરી લેવા.. છાલ ઉતારી ટૂથપિક કે ફોર્ક થી બટેટા માં કાણાં પાડી લો. આમ કરવા થી જ્યારે મસાલા સાથે પકવીશું ત્યારે બધો મસાલો સરસ રીતે બટેટા માં અંદર સુધી જશે.


કડાય માં થોડું તેલ લઇ ને આ બાફેલા બટેટા ને શેલો ફ્રાય કરી લો. ફ્રાય કરી ને ટીસ્યુ પેપર પર રાખવા જેથી વધારા નું તેલ નીકળી જાય..


એક બાઉલ માં તાજું દહીં લઇ , ચમચી ની મદદ થી એને ફેંટી લો. એમાં ખમણેલું આદુ , વરીયાળી નો ભૂકો અને જીરા નો ભૂકો ઉમેરો..


બટેટા ને શેલો ફ્રાય કર્યા એ જ કડાય માં 3 મોટી ચમચી જેટલુ તેલ લો . તેલ ગરમ થાય એટલે એમાં તજ , લવિંગ , મરી અને ઈલાયચી ઉમેરો.


બધું બરાબર શેકાય જાય એટલે લાલ મરચું ઉમેરી તરત 1 વાડકા જેટલા પાણી ની વધાર કરો. આમ પેહલા પાણી વઘારવા થી શાક માં તેલ સરસ રીતે છૂટું પડશે. તેમાં મીઠું અને હળદર ઉમેરો.


ઉકાળવા માંડે એટલે દહીં ઉમેરો. દહીં ઉમેરતા ની સાથે જ સતત હલાવતા રેહવું જેથી દહીં ફાટી ના જાય. જરૂર લાગે તો ફરી અડધા વાડકા જેટલું પાણી ઉમેરવું.


દહીં ઉમેર્યા બાદ ફરી ઉકાળવા માંડે એટલે શેલો ફ્રાય કરેલા બટેટા ઉમેરો. ઢાંકી ને ધીમા તાપે ચડવા દો . ગ્રેવી કેટલી જોઈએ એ પ્રમાણે શાક ને ચડવા દેવું. થઈ જાય એટલે બારિક સમારેલી કોથમીર થઈ સજાવટ કરો .


કાશ્મીરી દમ આલુ આપ રોટી , પરાઠા કે રાઈસ સાથે પીરસી શકો. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ