જો તમે પણ ખાવાના ઉપયોગમાં લઇ રહ્યા છો આ વસ્તુઓ તો થઇ જાવ સાવધાન, થઇ શકે છે નુકશાન…

આપણું મગજ દિવસરાત સતત કાર્યરત રહે છે. નીંદરમાં પણ તેની કામગીરી ચાલુ જ હોય છે. આપણી આંખો જે જુએ છે તેને મન સુધી પહોંચાડે, યાદ રાખે અને જરૂર પડે ત્યારે ફરી તેને માનસિક રીતે દ્રશ્યમાન કરે. નાક જે શ્વાસમાં ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઈડને શરીરમાંથી બહાર કાઢે છે તે પ્રક્રિયાને અવિરત એકધારી કોઈજ ભૂલ વિના તે કરે છે.


સ્નાયુઓનું હલનચલન અને આખા શરીરના ઊભવા, ચાલવા, બેસવા તથા બોલવા જેવી દરેક ક્રિયાઓનું નિયંત્રણ તે કરે છે. એક અદભૂત રચના છે આપણાં માથાના ભાગમાં જે આપણાં શરીરનું આખી જિંદગી સંચાલન કરે છે અને એક પણ ફરિયાદ કર્યા વિના. આ એક એવું મશીન છે જે આજીવન કોઈ જ મેન્ટેન્સ નથી માગતું, તેને કોઈ ખાસ કાળજીની પણ જરૂર નથી હોતી. માત્ર કેટલીક એવી કાળજી રાખવી જોઈએ જેથી તેને કોઈ વધુ નુક્સાન ન થાય અને તેની કાર્યક્ષમતાને ઘસારો ન પહોંચે.


એવો ખોરાક જે આપણી મગજશક્તિને માટે હાનિકારક છે તે આપણો કામ કરવાનો મૂડ બગાડી શકે છે, ગુસ્સો કે તણાવ જેવી સ્થિતિ અનુભવાય છે અને મૂંઝવણ કે વિચારોની અસ્પસ્ટતા જેવી લાગણીઓ પણ થતી હોય છે. નિર્ણયશક્તિ અને શ્રમશક્તિ પણ તેના પર નિર્ભર રહે છે જો આપણું મગજ સુવ્યવસ્થિત કામ કરતું રહે.


કહેવાય છે કે ઉંમર વધતાં યાદશક્તિ ઘટે છે અને શરીરની ક્રિયાઓ કરવાની ક્ષમતા પણ ઘટે છે. શરીરના સૌથી વધારે કામોઢા અંગને દુખી ન રાખી શકાય. તેને સૌથી વધારે ખુશ કરવું જોઈએ અને તેને એકદમ સ્વસ્થ રાખવું જોઈએ. તેને માટે આપણે કેટલીક સામાન્ય કાળજી લેવી જોઈએ. જેનાથી માત્ર આપણાં મગજને, ચેતાતંત્રને કે મનને જ નહીં આખા શરીરને ફાયદો થશે અને સ્વાસ્થ્ય જાળવી શકાશે.

૧ ભેજા ફ્રાય ન થાય તેવું ખાવું


ખૂબ જ તેલમાં તળેલા અને મસાલાવાળા ચટપટા નાસ્તા આપણને ખૂબ જ ભાવતા હોય છે. તે ખાવાથી આપણું મગજ ખૂબ જ સતેજ થઈ જાય છે. જેને આપણે હાઈપર એક્ટિવ કહીએ છીએ. વળી, જંકફૂડ, ચિપ્સ, ચેવડો – ચાટ જેવા નાસ્તા ખાવાથી પેટ ખોટા સમયે ભરાઈ જાય છે અને યોગ્ય સમયે સ્વાસ્થ્યપૂર્ણ ખોરાક લઈ નથી શકાતો. મગજને પોષણ મળે તેઓ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આખાર લેવો હિતાવહ છે. તેલમાં તળેલા ખોરાકથી ચરબી પણ વધે જે આગળ જઈને શરીરને સુસ્ત અને આળશુ બનાવી દઈ શકે છે. બેઠાડુ જીવન જીવતી વ્યક્તિનું મગજ ઓછું કાર્ય કરતું થઈ જાય છે જેને લીધે તેમને દિનચર્યા કરવામાં પણ તકલીફ પડતી હોય છે.


વધુ પડતા તળેલા, બેક કરેલા કે માખણ – બટર – ચીઝ અને મસાલેદાર ખોરાક ખાવાથી આંતરિક નબળાઈઓને લીધે યાદશક્તિ ઘટવી કે અલ્ઝાઈમર જેવી તકલીફ થવાની શક્યતા રહે છે. ચેતાતંત્ર તેની સતેજતા ગુમાવે તો હાથપગનું હલનચલન અને સ્પર્શની અનુભૂતિ પણ ગુમાવી શકે છે.

૨ મીઠી વસ્તુઓથી ચેતવું


સોડા, સોફ્ટ ડ્રિન્ક, એનર્જી ડ્રિન્ક, કે હેલ્ધી ડ્રિન્ક્સમાં પણ થોડે ઘણે અંશે ખાંડ કે આર્ટિફિશિયલ સ્વીટનેસ રહેતી હોય છે. જે શરીરમાં વધુ પ્રમાણમાં જવાથી નુક્સાન પહોંચાડી શકે છે. સતત અને અયોગ્ય પ્રમાણમાં મીષ્ઠાન્ન લેવાથી કે શર્કરાવાળા પીણાં પીવાથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.
હાઈ કે લો ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને કોલેટ્રેરોલને વધારી શકે છે શરીરમાં રહેલી વધુ પડતી ખાંડ. પાચનતંત્ર નબળું પડે અને શરીરનો સંપર્ક ચેતાતંત્ર સાથે ખોરવાય તો અલ્ઝાઈમરથી લઈને પેરાલિસીસ અને બીજા ન્યૂરોલોજિકલ તકલીફો થઈ શકે છે.

૩કાર્બોહાઈડ્રેટ વસ્તુઓ


ઠંડા પીણાં અને મીઠાઈઓ સાથે આથેલી કે બેક કરેલી વસ્તુઓ પણ શરીરને વધારે પડતી ખાવાથી નુક્સાન કરે છે. શરીરમાં સોજા ચડવા કે એસિડિક અસર થવાથી કેટલીક સ્કીન ડિસિઝ અને બીજી ફિઝિકલી ડિફેક્ટ થઈ શકે છે. જો ડાયાબિટીઝ હોય તો શરીરમાં શર્કરા ઝડપથી લોહીમાં ભળી જવાથી અને તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ ન થવાથી તે જમા થતી જાય છે અને પાચનતંત્રથી લઈને દરેક ક્રિયાઓને નિષ્ક્રિય બનાવે છે. જેમ જેમ ગ્લુકોઝનું શરીરમાં પ્રમાણ વધે તેમ મેદ અને આળસ પણ વધે છે એકંદરે માંદગીને નોતરે છે. જેથી આ પ્રકારની વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ ટાળવો.

૪ પ્રોસેસ અને પેકેજ્ડ ફૂડ


બજારમાં મળતા પેકેજ્ડ ફૂડ ખાવામાં સૌથી મોટું જોખમ એ છે કે તેને લાંબા વખત પહેલાં બનાવેલા હોય છે. તેને ખરીદતાં પહેલાં એક્સપાયરી ડેટ જોવી પડે છે. વળી, અથાણાં અને અન્ય પ્રોસેસ ફૂડમાં પણ પ્રિઝરવેટિવઝ હોય છે. જેમાં, ખાંડ, તેલ અને નમકનું પ્રમાણ વધારે પડતું હોય છે. બહારની ચિપ્સ અને સોસ – જામ પણ વધારે પ્રમાણમાં ન ખાવા જોઈએ. તેમાં ગુણવત્તા અને સ્વાસ્થ્ય જળવાવવાની શક્યતા પણ બહુ રહેતી નથી. આમાં પાસ્તા, નૂડલ્સ અને તીખા સોસમાં ઘરમાં બનાવેલી વસ્તુઓ જેવી સ્વચ્છતા અને સ્વાદ પણ ખૂબ જ સારી રીતે સચવાયેલા રહે છે. જેને કારણે ખોરાકમાં પૌષ્ટિકતા પણ રહે છે જે તન અને મન બંનેને સ્વસ્થ રાખવામાં મદદરૂપ રહે છે.

૫ કૈફી પદાર્થો


ચા – કોફી અને શરાબ જેવા કૈફી પદાર્થોનું સેવન બીલકુલ ન કરવું જોઈએ. આમ કરવાથી મગજની ચેતાઓ સુસ્ત થઈ જાય છે. શરીર થાક અને નિંદર અનુભવે છે ત્યારે આપણે ચા – કોફી પીએ છીએ તેના વધારે સેવનથી કબજિયાત રહે છે. પાચનક્રિયા ખોરવાય છે અને સતત મગજ સતેજ રહેવાથી અનિંદ્રાની તકલીફ પણ અનુભવાય છે જે મગજશક્તિ અને યાદશક્તિ પર સીધી અસર કરે છે. આંખોમાં બળતરા, વિટામિન બી૧ની ઉણપ અને શરીરમાં અસંતુલન અનુભવાય છે.


તમારે જો આજીવન તંદુરસ્ત રહેવું હોય અને મગજશક્તિ સતેજ રાખવી હોય તો આ વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. એક યા બીજી રીતે તે શરીરને માત્ર બ્રેઈન સિસ્ટમ ડેમેજ કરવામાં જ નહીં પણ શરીરના દરેક અંગોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ