કામરેજ નજીક કારે બાઈકને એવી ટક્કર મારી કે 3 વર્ષની બાળકી 20 ફૂટ હવામાં ફંગોળાઈ ઝાડ પર ફસાઈ ગઈ

સુરતના કામરેજમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેને દ્રશ્ય જોઈને તમે પણ મોમા આંગળા નાખી જશો. આવો અકસ્માત તમે ભાગ્યે જ જોયો હશે.

image source

આ કરૂણાંતિકામાં એક બાળકીનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના વિહાણ શામપુરા માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં રોંગ સાઈડ પર જઈ સામેથી મોટરસાઇકલ પર આવતા પરિવારને અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાઇકલ પર આગળ બેસેલી 3 વર્ષની બાળકી 20 ફૂટ જેટલી ઉપર ઊછળી ઝાડની ડાળીઓમાં ફસાઈ જતાં તેનુ મોત થયું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત માતા-પિતા, નાની દીકરીને બારડોલી હોસ્પિટલમાં ખસેડાયાં છે.

બાઈકની આગળ બેઠેલી બાળકી હવામાં 20 ફૂટ ફંગોળાઈ

image soucre

નોંધનિય છે કે કામરેજ તાલુકાના શામપુરા ગામે પારસી ફળિયામાં રહેતા સંજય બાલુભાઈ રાઠોડ રવિવારના રોજ પત્ની મનીષાબેન, પોતાની 3 વર્ષની દીકરી મહેક અને દોઢ વર્ષની દીકરી ઉમિષા સાથે બારડોલી ખરીદી કરવા માટે ગયાં હતાં. બારડોલીથી પરત ફરતી વખતે બપોરના 3 વાગ્યાના અરસામાં બારડોલીથી શામપુરા તરફ જઈ રહ્યાં હતાં. ત્યા

image source

રે વિહાણ તરફ જઈ રહેલ એક એસેન્ટ ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોંગ સાઈડ આવી સામેથી આવતા સંજયભાઈની મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાયકલ ચાલાકનો પરિવાર હવામાં ફંગોળાઈ ગયો હતો. બાઈકની આગળ બેઠેલી મહેક (3 વર્ષ) હવામાં 20 ફૂટ ફંગોળાઈ હતી અને ઝાડ પર અટવાઈ હતી જ્યા તેમને ગંભીર ઈજા થતા તેમનું કરૂણ મોત થયું હતું.

અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા

તો બીજી તરફ મહેકનાં માતા પિતા અને નાની બહેન રોડ પર પટકાતાં શરીરે ગંભીર ઇજા થઈ હતી.

image source

મહેકના માતા પિતા અને નાની બહેન રોડ પર પટકાતાં શરીરે ગંભીર ઇજા થઈ હતી. એસેંટ કાર પણ રોડની નજીકના ખાડામાં ઉતારી ગઈ હતી ધડાકા સાથે થયેલા અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પરિવારને 108 માં સારવાર અર્થે બારડોલી ખસેડયો હતો. તો બીજી તરફ કારચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો. ઘટના અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

image source

આ અતસ્માત અંગે સામે આવેલી હકિકત એવી છે કે કારચાલક કૌશિકભાઈ વાઘાણી વાઘેચા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન શામપુરા ગામની સીમમાં ગાડીનું લીવર જામ થઈ જતાં સ્ટીયિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવતી સંજયભાઈની મોટરસાઇકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. જો કે સાચી હકિકતનો પોલીસની તપાસ બાદ જ સામે આવશે. નાની બાળકીના મોત બાદ પરિવારમાં માતમ છવાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ