જો રાખવુ છે શરીરને નીરોગી અને તંદુરસ્ત તો કરો આ ઋતુમા સરગવાના બીજનું સેવન અને જુઓ ફરક…

મિત્રો, સરગવાના સીંગની સબ્જી અત્યંત સ્વાદિષ્ટ હોય છે અને લગભગ સૌ કોઈના ઘરે બનતી જ હોય છે. આપણે સૌ આ સબ્જીથી ખુબ જ સારી રીતે પરિચિત હોઈએ છીએ. સરગવાની સીંગ સિવાય તે વૃક્ષના ફૂલ, પાન અને બીજ પણ આપણા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો દક્ષિણ આફ્રિકાના કેટલાક દેશોમા કુપોષણથી પીડાતી પ્રજાના ડાયટમા સરગવો ઉમેરવાની સલાહ આપી છે.

image source

હાલ, છેલ્લા થોડા સમયથી આપણા દેશમા સરગવાના સૂકવેલા બીજ અને પાનનુ સેવન કરવાનુ ચલણ ખુબ જ વધ્યુ છે. બજારમા ખુબ જ સરળતાથી મળી રહેતા આ ડ્રાઇડ સીડ્સ અને પાવડરનો જુદા-જુદા ભોજનમા અને ઔષધિ તરીકે વપરાશ વધ્યો છે. સરગવાના બીજને મોરીંગા સીડ્સ તરીકે પણ ઓળખવામા આવે છે.

image source

વિવિધ પ્રાંતમા જુદા-જુદા નામે ઓળખાતા આ તાજા અને કાચા મોરીંગા બીજ એકદમ નરમ હોય છે. સુકાઈ ગયા બાદ તે સખત બને છે અને કઠોળના દાણા જેવા દેખાય છે. ગ્રેયિશ વાઇટ રંગના આ બીજને તમે બાફીને , શેકીને અથવા પાણીમા ઉકાળીને પણ ખાઈ શકો છો.

image source

આ સીડસ એક પ્યૉર ઑર્ગેનિક પ્રોડક્ટ છે. જે કૅલ્શિયમ, આયર્ન, અમીનો ઍસિડ, મૅગ્નેશિયમ, ઝિન્ક જેવા પોષકતત્ત્વોથી ભરપૂર છે. આ ઉપરાંત તેમા ખનિજ અને ફાઇબરનુ પ્રમાણ પણ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ છે, જે શરીરને અનેકવિધ રીતે ફાયદો કરે છે. તો ચાલો જાણીએ તેના સેવનથી થતા ફાયદા.

image source

જો તમે તમારુ વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો ડાયટમા મોરીંગા સીડ્સનો સમાવેશ કરી શકાય છે. આ ઉપરાંત તેના નિયમિત સેવનથી તમારા હાડકા પણ મજબૂત બને છે. આ સિવાય તે ડાયાબીટીસ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓને નિયંત્રણમા લાવવા માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબુત બનાવી શકે છે.

image source

આ ઉપરાંત તેમા નાઇઝિમિસિન નામનુ બાયોઍક્ટિવ કમ્પાઉન્ડ સમાવિષ્ટ હોય છે, જે કૅન્સર સામે લડવા સક્ષમ છે. એમાં ઍન્ટિટ્યુમરનો ગુણધર્મ છે એવી વિજ્ઞાને પુષ્ટિ કરી છે, તેથી તેને કેન્સરની બીમારી માટેનો રામબાણ ઈલાજ પણ કહેવામાં આવે છે. કબજિયાત અને ગૅસની સમસ્યાને દૂર કરવામા પણ આ સીડ્સ લાભદાયી સાબિત થાય છે.

image source

આ બીજમા પુષ્કળ માત્રામા એન્ટી-ફંગલ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારી ડેમેજ સ્કીનને રીપેર કરીને તેને ફરી આકર્ષક બનાવે છે. જો તમે બે ચમચી દહીંમા મોરીન્ગા સીડ્સનો પાવડર ઉમેરી એક પેસ્ટ તૈયાર કરીને તેને તમારા ફેસ પર લગાવો તો તમને સ્કીન સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓ સામે રાહત મળી શકે છે.

image source

આ ઉપરાંત મોરીંગા સીડ્સમાંથી બનાવવામાં આવેલા ઑઇલને વાળમા નાખવામા આવે તો તેનાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. આમ, આ સીડ્સ આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે અનેકવિધ રીતે લાભદાયી સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ