Flashback-2020: માત્ર કોરોના જ નહિં, આ શબ્દો પણ 2020માં જબરા થયા છે પોપ્યુલર

વર્ષ 2020ને અલિવિદા કહેવાનો સમય આવી ગયો છે. 2020નું મહામારીનું વર્ષ હવે ગણતરીના દિવસોમાં જ પુરું થઈ રહ્યું છે. તમે વિતેલા વર્ષને ભલે યાદ કરવા ન માગતા હોવ પણ આ વર્ષ પૃથ્વી પરના લગભગ બધા જ લોકોને આખી જીંદગી યાદ રહી જશે. તેનું કારણ એ છે કે આ વર્ષે દરેકના જીવનને કેટલાક એવા અનુભવો આપીને જઈ રહ્યું છે કે મનુષ્યએ તેની કલ્પના પણ નહીં કરી હોય. આ વર્ષે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીમાં દરેક વ્યક્તિ ઘરમાં કેદ થઈ ગઈ. આવો સમય આપણે આપણા જીવનમાં ફરી ક્યારેય જોવા નહીં ઇચ્છીએ. તમે 2020ના સૌથી વધારે પ્રચલિત શબ્દને જો ચૂંટવા માગતા હોવ તો તે કયો શબ્દ હશે ? સ્વાભાવિક બાબત છે કે તે શબ્દો કોરોના સાથે સંબંધીત હશે. તો ચાલો જાણીએ 2020ના વર્ષની આ મહામારીમાં સૌથી વધારે પ્રચલિત શબ્દ જેનું આપણે ક્યારેય પહેલા નામ પણ નહોતું સાંભળ્યું તે શબ્દ આ મહામારીમાં બાળ-બાળની જીભ પર ચઢી ગયું છે.

કોરોના

image source

કોરોના જેનું વૈજ્ઞાનિક નામ કોવિડ 19 છે. કોરોના નામની મહામારી જ્યારે ચીનમાં ડિસેમ્બર 2019માં ફેલાવાની શરૂ થઈ હતી ત્યારે બાકીના વિશ્વના લોકોને તે ખૂબ જ સામાન્ય લાગી હતી. શરૂઆતમાં એવી વાત ફેલાઈ હતી કે આ બિમારી ચામાસીડીયાથી મનુષ્યોમાં ફેલાઈ છે પણ માર્ચ મહિનામાં આ સંક્રમણ આખા દેશમાં ઝડપથી ફેલાવા લાગ્યું અને કેટલાક સમયમાં કોરોના શબ્દ લોકોની જીભ પર ચઢી ગયું. શરૂઆતના સમયમાં લોકોએ તેને કોરોના પણ કહ્યું પણ પછીથી કોરોના શબ્દ નાના-નાના ગામમાં પણ સામાન્ય જનતાની ભાષામાં ઉપયોગમાં આવવા લાગ્યું.

કોવિડ

image source

કોરોના વાયરસનું વૈજ્ઞાનિક નામ સાર્સ કોવ-2 છે. કોરોના વાયરસથી થતી બીમારીને કોવિડ-19 કહે છે. કારણ કે આ વાયરસ વર્ષ 2019માં શરૂ થવાનો છે, માટે તેના અંતમાં 19 જોડવામા આવ્યું છે. કોરોના વાયરસને નાનુ કરવાથી કોવિડ શબ્દ મળે છે. મહામારી ફેલાવ્યા બાદ કોવિડ શબ્દ શરૂઆતમાં વધારે પ્રચલીત નહોતો પણ થોડા સમયમાં લોકો એ જાણી ગયા કે કોરોના જ કોવિડ 19 છે અને ભણેલો વર્ગ કોરોનાની બદલે કોવિડ શબ્દનો ઉપયોગ કરવા લાગ્યા.

પેન્ડેમિક

image source

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11માર્ચના રોજ જ્યારે નોવલ કોરોના વાયરસના પ્રકોપને એક વૈશ્વિક મહામારી જાહેર કરી ત્યારે સાઇટ પર મહામારી શબ્દ સૌથી વધારે શોધવામાં આવવા લાગ્યો. જ્યારે કોઈ બીમારી એક દેશ કે વિસ્તારથી બહાર નીકળીને આખા વિશ્વમાં ફેલાવા લાગે ત્યારે તેનો પ્રકોપ વધી જાય છે, આ સ્થિતિમાં બીમારીના પહોંચવા પર તેને પેન્ડેમિક એટલે કે મહામારી કહેવામાં આવે છે. સોકોલોવ્સ્કીએ કહ્યું કે આખું વર્ષ સાઇટ પર આ શબ્દ સૌથી વધારે પ્રચલનમા રહ્યો છે. હંમેશા મોટા સમાચારોમાં એક એક ટેક્નીકલ શબ્દ હોય છે જે તેની સાથે જોડાયેલો છે અને આ બાબતમાં, પેન્ડેમિક શબ્દ ન માત્ર ટેકનીકલ છે પણ સામાન્ય થઈ ગયો છે. આ શક્યતઃ એ શબ્દ છે જેના દ્વારા અણે ભવિષ્યમાં આ અવધિનો ઉલ્લેખ કરીશું. આ શબ્દને માર્ચથી વિશ્વભરમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવવા લાગ્યો જ્યારે કોરોના વાયરસનો પ્રકોપ એક મહામારી ઘોષિત કરવામાં આવ્યો હતો, પણ જાન્યુઆરીની શરૂઆતથી મરિયમ-વેબસ્ટર ડોટ કોમ પર તેનું ચલણ શરૂ થઈ ગયું હતું જ્યારે ક્રૂઝ જહાજો પર પ્રકોપ ફેલાયો અને પહેલા અમેરિકન વ્યક્તિનું મૃત્યુ થયું.

સોશિયલ ડિસ્ટન્સિંગ

સોશિયલ ડિસ્ટન્સિંગ કોરોના કાળમાં સૌથી પ્રચલિત શબ્દોમાંનો એક રહ્યો છે જેનો અર્થ થાય સામાજિક અંતર. આપણા સામાન્ય જીવનમાં આપણે ઘર-પરિવાર ઉપરાંત પણ ઘણા બધા લોકોને મળીએ છીએ, બજાર, ઓફિસ, કોઈ જગ્યાની મુલાકાત, શાળાઓ, હોસ્પિટલ, જાહેર જગ્યાઓ દરમિયાન લોકોનું મળવાનું થતું હોય છે. તેનાથી જ સામાજિક સંબંધો સમૃદ્ધ થાય છે પણ સંબંધોથી અંતર બનાવી રાખવાનો અર્થ છે સોશિયલ ડિસ્ટન્સિંગ. સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન જ કોરોનાથી બચવાનો સૌથી મોટો મંત્ર હતો અને હાલના સંજોગોમાં પણ છે. તેવામાં વિશ્વના ઘણા બધા દેશોમાં એકબીજાને ભેટવા કે હાથ મિલાવવની પરંપરા ભુલાવીને તેની જગ્યાએ ભારતીય નમસ્તેને અપનાવવામા આવ્યું. લોકો સાથે મળીને રહેતા ભારતમાં પણ લોકો વારંવાર સામાજિક અંતર બનાવી રાખવા માટે લોકોને સચેત કરવામા આવ્યા. તમને જણાવી દઈ કે જો આપણે કોઈની નજીક ન જઈએ અથવા ફિઝિકલ સંપર્ક તોડી દઈ તો કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય ચે તેના જ કારણે ઘણી બધી કંપનીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવા માટે વર્ક ફ્રોમ હોમની સગવડ પોતાના કર્મચારીઓને આપી છે.

લોકડાઉન

image source

કોરોના વયારસના કહેર પહેલા દુનિયાને એક ગ્લોબલ વિલેજ એટલે કે વૈશ્વિક ગામ માનવામાં આવતું હતું. કોરનાના વધતા સંક્રમણે દેશોને દેશોથી અને શહેરોને શહેરોથી કાપી નાખ્યા હતા. એક પછી એક દેશોએ પોતાના કોરોના સંક્રમણ પર નિયંત્રણ મુકવા માટે લોકડાઉન લગાવી દીધું હતું. આ પહેલાં આપણે ક્યારેય આ શબ્દ સાંભળ્યો નહોતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ભારતમાં લોકડાઉનની ઘોષણા કરી હતી ત્યારે લોકોએ તેને કંપ્લીટ કર્ફ્યુ તરીકે સમજ્યું હતું. ધીમે-ધીમે લોકડાઉન શબ્દનો અર્થ લોકોને સમજમાં આવવા લાગ્યો. લોકડાઉન એટલે કે એવી સ્થિતિ જેમાં નથી તો કોઈ બહાર જતું કે નથી તો કોઈ અંદર આવતું. લોકડાઉન એક કટોકટીની વ્યવસ્થા છે. જે મહામારી કે પછી કોઈ પ્રાકૃતિક આપત્તીના સમયે કોઈ વિસ્તારમાં સરકારી રીતે લાગુ પાડવામાં આવે છે. લોકડાઉનની સ્થિતિમાં તે વિસ્તારના લોકોને ઘરમાંથી નીકળવાની છૂટ નથી હોતી. તેમને માત્ર દવા કે અનાજ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જ બહાર આવવા જવાની છૂટ આપવામા આવે છે તે પણ ચોક્કસ સમય દરમિયાન જ.

વેક્સીન

image source

કોરોના જ્યારથી ફેલાયો છે ત્યારથી લોકો એવું વિચારી રહ્યા છે કે જ્યારે કોરોનાની વેક્સિન શોધાઈ જશે ત્યારે તેનાથી સુરક્ષા મળી જશે. તેવામા વેક્સીન એટલે કે રસી શબ્દ લોકોના મોઢા પર વારંવાર ચડ્યો છે. દરેક વ્યક્તિની વાતમાં આ શબ્દ અવારનવાર આવતો હોય છે.

ઇમ્યુનિટી

image source

ઇમ્યુનિટિ શબ્દ કોરોના મહામારીના ફેલાવાની સાથે સાથે જ પોપ્યુલર થઈ ગયો હતો. ઇમ્યુનિટિ શબ્દનો અર્થ થાય આપણા શરીરમાં રોગોથી લડવાની પ્રતિરોધક ક્ષમતા. આ કોરોના મહામારીમાં દરેક વ્યક્તિ પોતાની ઇમ્યુનિટી વધારવા માટે ઉકાળા, આયુર્વેદિક ઔષધિઓ, અને સ્વાસ્થ્યયુક્ત ભોજન કરવાની વાત કરવા લાગી છે. તેન સાથે સાથે પોતાના શરીરની પ્રતિરોધક ક્ષમતા વાધવા માટે વ્યાયામ, યોગ સહિત અય એક્સરસાઇઝને પોતાન રૂટિનમાં સમાવવા લાગી જેથી કરીને તેઓ કોરોનાથી સુરક્ષિત રહી શકે અને તેમના શરીરનો ઇમ્યુનિટિ પાવર વધે. કારણ કે શરૂઆતથી જ ડોક્ટર્સ કહેતા આવ્યા છે કે જે લોકોની ઇમ્યુનિટિ મજબુત હશે તેઓ કોરોનાથી મજબુતીથી લડી શકે છે.

કોરોના વૉરિયર

image source

કોરોના મહામારી બાદ એક બીજો શબ્દ પોપ્યુલર થયો હતો તે હતો કોરોના વોરિયર, કોરોના વોરિયર આપણા દેશના તે યોદ્ધાઓ છે જેમણે કોરોનાની મહામારીમા પોતાના જીવની ચિંતા કર્યા વગર પોતાની ફરજ નિભાવી છે. તેમાં ડોક્ટર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ સફાઈ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ લોકો આ સમયે કોરોના મહામારીની વચ્ચે સંપૂર્ણ જોખમમાં રહીને લોકોનો જીવ બચાવી રહ્યા હતા તેઓ કોઈ દેવદૂતથી ઓછા નથી. તેમાં કેટલાએ કોરોના વોરિયર્સ જેમાં ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ અને પોલીસકર્મિઓ પણ કોરોના વાયરસના સંક્રમણની જપેટમાં આવી ગયા અને કેટલાકે તો પોતાના જીવ પણ ખોઈ દીધા. સમય-સમય પર કોરોના કાળમાં ધરતી પરના આ ભગવાનોને સરકાર અને લોકો દ્વારા સમ્માનિત કરીને પ્રોત્સાહિત કરી તેમનું મનોબળ પણ વધાર્યું.

માસ્ક

image source

કોરોનાથી બચવા માટે મોઢા પર માસ્ક જ આપણું સુરક્ષા કવચ બનીને આપણી રક્ષા કરી રહ્યું છે. બાળકોથી લઈને વૃદ્ધ દરેક મનુષ્યન ચહેરા પર માસ્ક ચઢી ગયો છે. 2020માં કોરોનાનો ઉલ્લેખ જેટલી જેટલી વાર થાય છે તેટલીવાર માસ્કનો પણ ઉલ્લેખ થાય છે. કોરોના બચાવમા માસ્કની મોટી ભુમિકા રહી છે. આ સમયમાં લોકો ભીડવાળી જગ્યાઓ પર માસ્ક ચોક્કસ પહેરે છે અને સરકાર દ્વારા તેની સલાહ આપવામા આવી છે અને નાગરિકોને ફરજ પણ પાડવામા આવી છે. અને જે લોકો આ નિયમનો ભંગ કરે છે તેમણે દંડ પણ ભરવો પડે છે. એટલું જ નહીં માસ્ક આપણા રૂટીન લાઇફનો એક ભાગ બની ગયો અને હવે તો સ્થિતિ એવી આવી ગઈ છે કે ડ્રેસના મેચિંગનો અને સ્ટાઇલિશ માસ્ક પહેરવાનું લોકો પસંદ કરે છે. મોટા ફેશનડિઝાઈનર પોતાના ડ્રેસના મેચિંગનું માસ્ક પણ તૈયાર કરી રહ્યા છે.

સેનિટાઇઝર

image source

જ્યારથી કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાયું છે સેનેટાઇઝર શબ્દ લોકો ખૂબ વાપરવા લાગ્યા છે. શરૂઆતથી જ સેનેટાઇઝરનો ઉપયોગ કરવાન સલાહ હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા આવતી હતી. એવી સલાહ આપવામાં આવે છે કે સેનેટાઇઝર અસરકારક છે, જેમાં આલ્કોહોલનું પ્રમાણ 70થી 80 ટકા હોય તે વધારે અસરકારક છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ એક સખત તૈલીય વાયરસ છે જેને માત્ર સાબુ કે સેનેટાઇઝર જ મારી શકે છે.

ઇન્ક્યૂબેશન

image source

જો કોઈ કોરોના વાયરસની ઝપેટમાં આવતુ હોય તો એ જરૂરી નથી કે તેમાં બીમારીના લક્ષણ તરત જ દેખાવા લાગે. તેના માટે 15 દિવસનો સમય પણ લાગી શકે છે. આ સમયને ઇન્ક્યૂબેશન અવધિ કહેવામાં આવે છે. તેવામાં લક્ષણ ન દેખાવા પર પણ સંક્રમણ ફેલાઈ શકે છે. તો બીજી બાજુ તેની સાથે સાથે એક બીજો શબ્દ હર્ડ ઇમ્યુનિટી શબ્દ ખૂબ પ્રચલિત થયો જેનો અર્થ એ હતો કે એવા લોકો જેમનામાં કોરોના વાયસથી લડવાની ક્ષમતા છે અને તેઓ કોરોનાથી સુરક્ષિત છે.

આઇસોલેશન

image source

કોરોનાકાલમાં આઇસોલેશન શબ્દ પણ ખૂબ પ્રચલિત થયો. કોરના વયારસના સંક્રમણથી બચવા માટે લોકોને અલગ કરવામાં આવ્યા. આ અલગ રાખવાના પ્રયાસને આઇસોલેશન કહેવાય છે. આ દરમિયાન લોકોની જીભ પર આ શબ્દ સામાન્ય રીતે સાંભળવા મળતો કે અમે આઇસોલેશનમાં છીએ. જે લોકો પોતાને અલગ કરી દે છે તેઓને સેલ્ફ આઇસોલેશન કહેવાય છે. આ સ્થિતિમા લોકો સ્વસ્થ હોવા છતાં પણ બીજાને મળતા નથી. આ સ્થિતિમાં સામાન્ય રીતે લોકો પોતાના ઘરમાં જ રહે છે જેને હોમ આઇસોલેશન કહે છે. આ આઇસોલેશન દ્વારા લોકો પોતાને વાયરસના સંપર્કમાં આવવાથી બચાવે છે.

ક્વોરંટાઇન

image source

વિદેશ કે બહારથી આવનાર લોકોને સાવ જ અલગ રાખવાની પ્રક્રિયાને ક્વોરંટાઇન કહેવાય છે. તે દ્વારા જો તે વ્યક્તિ વાયરસથી સંક્રમિત પણ હોય, તો વાયરસ ફેલાતો અટકાવી શકાય છે. કોરોના કાળમા વિદેશથી યાત્રા કરીને વેલા લોકો ઉપરાંત ઘરેલુ વિમાનોમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે પછી ટ્રેનમાંથી યાત્રા કરીને આવેલા લોકો સ્થાનિક લોકોના સંપર્કમા ન આવે તેના માટે તેમને 15 દિવસ માટે ક્વોરંટાઇન કરવાની વ્યવસ્થા કરવામા આવી હતી. જેનું કડક રીતે પાલન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના લક્ષણો પર નજર રાખવામા આવતી હતી અને કોરોના પોઝિટિવ લોકોની સારવાર કરવામાં આવતી. જો બહારથી આવનારી વ્યક્તિ કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવી હોય જ્યાં સંક્રમણ વધારે પ્રમાણમાં ફેલાયેલું હોય તો તે પોતાને અલગ કરી લે છે, જેને સેલ્ફ ક્વોરંટાઇન કહેવાય છે. તો આ હતા 2020ના સૌથી પ્રચલિત શબ્દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ