અમદાવાદમાં આ બહેને ફેસબુક પર એડ જોઈ સસ્તા ભાવે મંગાવ્યા કાજુ-બદામ, ગઠીયાએ આ રીતે લગાવ્યો ચૂનો

કોરોના મહામારીના કારણે ઘણા લોકોની નોકરી જતી રહી છે તો ઘણા લોકોના ધંધા પડી ભાગ્યા છે. જેના કારણે આર્થિક તંગી સર્જાયતા ઘણા યુવકો અવડે માર્ગે ચઢ્યા છે. લોકડાઉન દરમિયાન સાઈબર ક્રાઈમનું પ્રણાણ ખુબ વધ્યું. લોકડાઉન દરમિયાન ઓનલાઈન ખરીદી વધી હોવાથી ભેજાબાજોએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો અને લોકોને પોતાની જાળમાં ફસાવવા લાગ્યા હતા. આવો જ એક કિસ્સો સાયબર ક્રાઇમ બ્રાંચમાં સામે આવ્યો છે. બે દિવસ અગાઉ ડ્રાયફ્રુટનો સસ્તો માલ આપીને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં સાયબર ક્રાઇમ બ્રાંચે લોકડાઉનમાં બેકાર બનેલા બે યુવાનોની ધરપકડ કરી છે.

માલ ન મળતાં પોતે છેતરપિંડીનો ભોગ બની હોવાનું જણાવ્યું

image source

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં એક મહિલાએ ઑનલાઇન પેમેન્ટ કર્યા બાદ માલ ન મળતાં પોતે છેતરપિંડીનો ભોગ બની હોવાનું જણાવ્યું છે. તાજેતરમાં જુલાઈ માસમાં તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમની પાસે કોઇ કામધંધો ન હોવાથી તેમને કાજુ બદામનો ધંધો કરવો હતો. જેથી તેઓએ તેમના ફેસબુકમાં માર્કેટ પ્લેસમાં જોતા એક આઇડી મળી આવ્યું હતું. જે આઈડી ઉપર સર્ચ કરતા તેમાં ડ્રાયફ્રૂટની જાહેરાત મૂકવામાં આવી હતી. આ જાહેર ખબરમાં ડ્રાયફ્રૂટનો ભાવ બજાર ભાવ કરતા સસ્તો હોવાથી તેઓએ પૂછપરછ કરી હતી. બાદમાં સામેવાળા વ્યક્તિએ ફેસબુક મેસેન્જરમાં મોબાઈલ નંબરની આપ લે કરી હતી.

હિલાએ ફેસબુક ઉપર એક જાહેરાત જોઈ

image source

સામેની વ્યક્તિએ ગુજરાતીમાં વાત કરીને પોતે મુન્દ્રા પોર્ટ ઉપરથી રાજુભાઈ બોલતા હોવાનું જણાવ્યું હતું. મહિલાએ ફેસબુક ઉપર એક જાહેરાત જોઈ હતી. જેમાં સસ્તા ભાવે ડ્રાયફ્રૂટ આપવાની જાહેરાત હતી. જેથી મહિલાએ ઓર્ડર બુક કરાવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ એડવાન્સ પેમેન્ટ મેળવી લઈ 12 હજાર રૂપિયા પડાવી લીધા હતા. મહિલાએ જ્યારે આ શખ્સને સસ્તા ભાવે કેવી રીતે ડ્રાયફ્રૂટ આપો છો તે બાબતે પૂછતા શખ્સે જણાવ્યું હતું કે, પોતે મુન્દ્રા પોર્ટ પર કામ કરે છે અને ત્યાંના અધિકારીઓ સાથે સાંઠગાંઠ છે. આથી તેને સસ્તામાં માલ મળી જાય છે. જેથી મહિલાએ તેની વાતમાં આવી જઈ ઓર્ડર બુક કરાવ્યો અને એડવાન્સમાં પૈસા પણ આપી દીધા.

50 કિલો કાજુ અને 10 કિલો બદામનો ઓર્ડર આપ્યો

image source

નમ્રતાબેને જ્યારે પૂછ્યું કે તેઓ ડ્રાયફ્રૂટ આટલા સસ્તા ભાવે કેવી રીતે આપે છે ત્યારે રાજુભાઈ નામના શખ્સે જણાવ્યું હતું કે, પોર્ટ પર કસ્ટમના સાહેબ જોડે તેની સાંઠગાંઠ હોય છે. આ કારણે આ બધી વસ્તુઓ સસ્તા ભાવે વેચે છે. બાદમાં આ શખ્સે નમ્રતાબેનના વોટ્સએપ નંબર ઉપર ડ્રાયફ્રૂટના ફોટા મોકલ્યા હતા. જેથી નમ્રતાબેન વિશ્વાસ આવી ગયા હતા અને ડિલિવરી અને પેમેન્ટ બાબતે પૂછ પરછ કરી હતી. જેથી રાજુ નામના શખ્સે ટ્રાન્સપોર્ટ મારફતે અમદાવાદ ડિલિવરી મળી જશે તેમ જણાવ્યું હતું. જે બાદમાં નમ્રતાબેને 50 કિલો કાજુ અને 10 કિલો બદામનો ઓર્ડર આપ્યો હતો. જેનો ભાવ રાજુ નામના શખ્શે 30,000 રૂપિયા આપ્યો હતો. ઓર્ડરની કિંમતની અડધી રકમ હાલ અને અડધી કિંમત ઓર્ડર મળી ગયા બાદ આપવાનું કહ્યું હતું. આ રકમ ઓનલાઇન ચૂકવી દેવાનું જણાવ્યું હતું.

નમ્રતાબેન ઓનલાઇન 12,850 રૂપિયા ચૂકવી દીધા

image source

આ રીતે રાજુ નામના શખ્સે પહેલા છ હજાર રૂપિયા મેળવી લીધા હતા. બાદમાં થોડા દિવસ બાદ નમ્રતાબેનના ફોન ઉપર મેસેજ આવ્યો હતો કે ડ્રાઈવર દીપક સામાનની ગાડી લઈને નીકળી ગયો છે. બીજા દિવસે અમદાવાદ પહોંચશે. આ તમામ બાબતોને લઈને નમ્રતાબેન ઓનલાઇન 12,850 રૂપિયા ચૂકવી દીધા હતા. જે બાદમાં માલ ન મળતા મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે. સાયબર ક્રાઇમ બ્રાંચે આ ફરિયાદ ના આધારે તપાસ શરુ કરી હતી. જેમાં કચ્છના બંને યુવકના નામ સામે આવ્યા હતા.

પ્રતાપસિંહ જાડેજા અને હાજી પીંજારાની ધરપકડ

image source

જેમાં પ્રતાપસિંહ જાડેજા અને હાજી પીંજારાની ધરપકડ કરી છે. બંને આરોપીઓ એક બીજાના મિત્રો છે અને લોકડાઉન પહેલા ગેરેજ ચલાવતા હતા. લોકડાઉનના કારણે ધંધો ઠપ થઇ જતા છેતરપિંડી કરવા ની શરૂવાત કરી હતી. ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચે હાલ એ તપાસ શરુ કરી છે કે આ સિવાય અન્ય હોઈ ગુના કાર્ય છે કે કેમ તે અંગે તપાસ ચાલુ કરી છે. લોકડાઉનમાં અવડે માર્ગે ચઢેલા આ બન્ને યુવકોને હાલતો જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. જેથી પોલીસના મતે આવી કોઈ પણ લોભામણી જાહેરાત કરતા પહેલા પુરી તપાસ કરો અને ક્યાંરેય પણ આવી રીતે ઓનલાઈન પેમેન્ટ ન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ