વેજીટેબલ ઉપમા – પરફેક્ટ ઉપમા બનાવવા માટેની ૭ એવી ટિપ્સ જે ઉપમા બનાવે એકદમ સ્વાદિષ્ટ…

આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “વેજીટેબલ ઉપમાની બોઉં જ સરસ અને સરળ રેસિપી ઉપમા આપણા બધાના ઘરોમાં બનતી હોય છે. પણ બહાર જેવી ઉપમા બનાવા માટે અહિયાં સાત એવી ટિપ્સ કે જે યુઝ કરવાથી તમારી ઉપમા બહારની ઉપમા કરતા પણ સ્વાદિષ્ટ બનશે.” જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ એવી ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી ઉપમા એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી માંડીને મોટા વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૧/૨ કપ રવો
  • ૧ મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • ૨ ટેબલ સ્પૂન ઝીણું સમારેલું ગાજર
  • ૧ ટેબલ સ્પૂન આદુ
  • ૩ મરચા ઝીણા સમારેલા
  • ૨ ટેબલ સ્પૂન વટાણા
  • ૩ ટેબલ સ્પૂન કોથમીર
  • ૧ ટેબલ સ્પૂન અડદ ની દાળ
  • ૧ ટેબલ સ્પૂન દાળિયા
  • ૧ ટી સ્પૂન રાઈ
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૧/૪ ટી સ્પૂન હિંગ
  • ૧ ટેબલ સ્પૂન કાજુ
  • ૧ લીમડા ના પાન
  • ૧/૪ કપ દૂધ
  • ૧/૨ ટી સ્પૂન લીંબુ નો રસ
  • ૧ ટેબલ સ્પૂન તેલ
  • ૧ ટી સ્પૂન ઘી
  • ૧ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧.૨૫ કપ પાણી
  • મીઠું સ્વાદ અનુસાર

રીત :

૧. એક જાડા તળિયા ના પેન માં રવા ને ધીમા તાપે શેકી લેવો અને બીજી પ્લેટમાં કાઢી લેવો.

૨. હવે એ જ પેન માં તેલ ગરમ કરવા મૂકી ને એમાં રાઈ ઉમેરી ને તતડવા દો.

૩. રાઈ તતડે એટલે એમાં જીરું, લીમડા ના પાન અને દાળિયા ઉમેરી ને શેકી લેવા.

૪. હવે બરોબર શેકાય એટલે એમાં કાજુ ઉમેરી દેવા.

૫. હવે આમાં લીલા મરચા એન આદુ ઉમેરી ને ૧ મિનિટ સાંતળી લેવું.

૬. સંતળાય એટલે એમાં ડુંગળી, ગાજર અને વટાણા ઉમેરી ને ડુંગળી નો રંગ બદલાય ત્યાં સુધી સાંતળી લેવા.

૭. આમ હિંગ અને ૧ ટી સ્પૂન મીઠું ઉમેરી દેવું. બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકી દેવું.

૮. શાક માં ખાંડ ઉમેરી ને બીજી ૨ મિનિટ સાંતળી લો અને એમાં ૨ ટેબલ સ્પૂન કોથમીર ઉમેરી ને એ પણ ભેગી સાંતળી લો.

૯. આમાં શેકેલો રવો ઉમેરી ને શાક ની જોડે બીજી ૩ મિનિટ સુધી સાંતળી લેવું.

૧૦. રવો શેકાય એટલે એમાં પાણી ઉમેરી ને હલાવી લો. જેવું મિશ્રણ ઉકળે એટલે એમાં દૂધ ઉમેરી દેવું અને બરોબર મિક્સ કરી લેવું.

૧૧. આ મિશ્રણ માં નાની ચમચી ઘી ઉમેરી લેવું અને એમાં લીંબુ નો રસ ઉમેરી દેવો.

૧૨. હવે મીઠું ચેક કરી લેવું અને પછી ઉપમા કોરી થઇ જાય એટલે કોથમીર ભભરાવી ને ગરમાગરમ પીરસો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.