જ્યારે મોદીજીના પગ રાજકારણથી પાછા વળી જશે, ત્યારે હું પણ ક્ષેત્રે સંન્યાસ લઈ લઈશ. – સ્મૃતિ ઇરાનીનું બાહોશ નિવેદન…

સ્મૃતિ ઇરાનીએ ભારતીય રાજકારણીઓમાં પોતાનું આગવું નામ કંડાર્યું છે. તેઓની ભૂતપૂર્વ જિંદગી ખૂબ જ રસપ્રદ રહી છે. એરહોસ્ટેસ બનવાના સપના સેવીને મુંબઈમાં મોડેલિંગ કર્યું, ટેલિવિઝન અભિનેત્રી તરીકે આજે બે દાયકા પછી પણ અમીટ છાપ છોડી છે. અને નિર્માતા બન્યા છે. ઇરાની ગુજરાતની રાજ્યસભાથી ચૂંટાઈ રહેલા સંસદના સભ્ય છે. તે ભારત સરકારના વર્તમાન ટેક્સટાઈલ્સ પ્રધાન તરીકે ફરજ નિભાવે છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગત રવિવારે પુણેના એક કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે એ કાર્યક્રમમાં હાજર એક શ્રોતાએ પૂછ્યું, “તેઓ ક્યારે વડાપ્રધાન બનશે?” આ સવાલનો જવાબ આપતા સ્મૃતિ ઈરાનીએ એમની દિર્ઘદ્રષ્ટિ અને વાક્ચાતૂર્યનું સ્પસ્ટ સંમિશ્રણ કરીને કહ્યું કે, ક્યારેય નહીં, હું રાજકારણમાં દેશના સારા નેતાઓ સાથે કામ કરવા માટે આવી છું. હું ખૂબ જ ભાગ્યશાળી રહી છું કે, સ્વર્ગીય અટલ બિહારી વાજપેયી જેવા દિગ્ગજ નેતાના નેતૃત્વમમાં કામ કર્યું અને હવે મોદીજીની સાથે કામ કરું છું. તેમણે એવું પણ નિવેદન આપ્યું જે બબતે ત્યાં ઉપસ્થિત લોકોને જ નહીં આ સમાચારની જેમને પણ જાણ થઈ છે એ સૌ લોકોને ખરેખર આશ્ચર્યમાં મૂકી દીધા છે. તેમનું કહેવું છે કે જે દિવસે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે, હું પણ ભારતીય રાજકારણમાંથી પોતાને અલગ કરી દઈશ.

પ્રેક્ષકોના એક સભ્યે તેમને પૂછ્યું કે તેઓ ક્યારે “પ્રધાન સેવક” (વડા સેવક) તરીકે જોવામાં આવશે? આ શબ્દ જે મોદી દ્વારા કેન્દ્ર સરકારના વડા તરીકે તેમની ભૂમિકાને વર્ણવવા માટે ઘણીવાર વપરાયેલ સૂચક છે.

ઇરાનીએ જવાબ આપ્યો, “ના, હું અદભૂત નેતાઓ હેઠળ કામ કરવા માટે રાજકારણમાં પ્રવેશી છું. હું મારી કાર્કિરદીની શરૂઆતમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ કામ કરવા માટે ખૂબ નસીબદાર માનું છું અને હાલમાં હું મોદીજીના સક્ષમ નેતૃત્વ હેઠળ સેવા આપી રહી છું.”

તેમણે એમના અંદાજમાં જરા થોભીને ઉમેર્યું; “જે દિવસે ‘પ્રધાન સેવક’ નરેન્દ્ર મોદી તેમના બૂટ કટકાવી દેવાનો નિર્ણય કરશે, હું ભારતીય રાજકારણ છોડી દઈશ.”

તેમણે જોશને અટકાવ્યા વિના જ બાહોશ નિવેદન કર્યું કે હું મારા નિર્ણયો જાતે કરું છું; હું મારા દેશ, મારા સમાજ માટે કેટલું થઈ પડશે આજીવન સેવા આપીશ. એક સ્વતંત્ર દેશમાં, જો હું મારા માટે નિર્ણય ન લઈ શકું તો તે સ્વતંત્રતા શું કામની?”

નરેન્દ્ર મોદી સિવાય અન્ય નેતાઓની સેવા કરવાની ઇચ્છા ન હતી, તે અંગે ટેક્સટાઇલ પ્રધાનએ જણાવ્યું હતું કે, “શું હું હાલમાં રાજનાથસિંહ જી, નીતિન ગડકરી જી જેવા નેતાઓ હેઠળ કામ કરું છું? એવા નેતાઓ છે જેમની સાથે મેં ઓછામાં ઓછું કામ કર્યું છે. 18 વર્ષ મને રાજકારણમાં થયાં. મને વાજપેયી અને એલ કે અડવાણી જેવા નેતાઓ હેઠળ કામ કરવાની તક મળી છે..”

તેણીએ પ્રેક્ષકોને કહ્યું, “તમે એવું ધારો કરો છો કે મોદી લાંબા સમય સુધી સત્તામાં રહેશે નહીં, પરંતુ તમને જણાવી દઉં કે તેઓ હજુએ ખૂબ જ લાંબા વર્ષો સુધી નેતૃત્વ કરશે.”

ભાજપના નેતાને પણ પૂછવામાં આવ્યું હતું કે શું તે આગામી લોકસભાની ચૂંટણીમાં અમેઠીથી કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામે ચૂંટણી લડશે. તેણીએ કહ્યું હતું કે નિર્ણય તેના પક્ષ અને તેના અધ્યક્ષ અમિત શાહ દ્વારા લેવામાં આવશે. “૨૦૧૪માં, જ્યારે હું ચૂંટણી લડી ત્યારે લોકો સ્મૃતિ કોણ? એવું પૂછતા હતા. ૨૦૧૯માં, તેઓ જાણે છે કે હું કોણ છું” તેણીએ ભારપૂર્વક જણાવ્યું હતું. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં અમેઠીમાં ગાંધી પરિવર સામે સ્મૃતિ ઇરાનીએ સીટ હારી હતી.

મહિલા રાજકારણીઓની પ્રશંસા કરતા, ઇરાનીએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને લોકસભાના સ્પીકર અને ઇન્દોરના સાંસદ સુમિત્રા મહાજનને નામ આપ્યું.

“જ્યારે તેઓએ તેમની સફર શરૂ કરી, ત્યારે તે તુલનાત્મક રીતે વધુ મુશ્કેલ હતા. તેઓએ ભારતીય રાજકારણમાં કોઈ વધારાના ટેકા મળ્યા નહોતા. હું તેમની તરફ પ્રેરણાના સ્ત્રોત તરીકે જોઉં છું.”

જોકે, નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ તેમને કેન્દ્રીય પદ આપવામાં આવ્યું હતું. ત્યારબાદથી તેઓ અમેઠીમાં સતત સક્રિય છે. નહેરુ-ગાંધી પરિવારના સભ્યો પર આરોપો સંબંધમાં BJP તરફથી હુમલો કરવામાં તેઓ હંમેશાં મોખરે રહ્યા છે.

હાલમાં એવું પ્રવર્તમાન છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટોલિંગ કરવાના ભય વિશે બોલતા, અભિનેતાઓ કે રાજકારણીઓએ જણાવ્યું હતું કે તેણીને પ્રખ્યાત પત્રકારો અને રાજકારણીઓ દ્વારા નિંદા કરવામાં આવે છે. આ બાબતનો પણ તેમણે એમની છટામાં વિરોધ પણ કર્યો.

એમનું એક્ટિંગ કેરિયર ટોચ પર હતું ત્યારે જ ગુજરાતી મૂળના ઝૂબિન ઇરાની સાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો પણ છે. એક ભારતીય નારી અને ગુજરાતી તરીકે એમના વિચારો અને કાર્યો પર ગર્વ થાય એવું છે.