એમ્બેસેડર કાર લગાડીને જુગાડથી બનાવ્યું બળદગાડું, જાણો તો ખરા આ વિશે આનંદ મહિન્દ્રાએ શું કહ્યું…

આ વ્યક્તિએ જુગાડ કરીને એમ્બેસેડર કાર સાથે જોડ્યું બળદગાડુ – આનંદ મહિન્દ્રા બોલ્યા – આ વ્યક્તિનો કોઈ જ મુકાબલો નથી

આખા જગતમાં લોકો પોતાની જરૂરિયાત પુરી કરવા માટે કોઈને કોઈ જુગાડ તો કરતા જ રહે છે. પણ સૌથી સારા પ્રકારના અને ઉપયોગી અને અનોખા જુગાડ તો એશિયન લોકો જ કરે છે. અને આવા જુગાડની વિડિયો સોશિયલ મિડિયા પર અવારનવાર વાયરલ થતી હોય છે.

સોશિયલ મિડિયા પર જુગાડના વિડિયો લોકોને ખૂબ પસંદ આવતા હોય છે. ભારતીય જુગાડ તેમાં સૌથી આગળ હોય છે. અને તે વાતથી બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ સહમત છે. તેઓ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર કેટલાએ જુગાડ વિડિયો શેર કરી ચુક્યા છે, જેને ખૂબ પસંદ કરવામા આવે છે. હવે આનંદ મહિન્દારએ એક બીજો જુગાડ વિડિયો શેર કર્યો છે જે ખૂબ વયારલ થઈ રહ્યો છે.

એક વ્યક્તિએ જુગાડ કરીને એક વિચિત્ર અને અલગ કહી શકાય તેવું બળદગાડુ તૈયાર કર્યું છે. તે વ્યક્તિએ બેસવાની જગ્યાએ એમ્બેસેડર કારનો પાછળનો ભાગ લગાવી દીધો છે. પહેલીવાર તો તમને એવું લાગશે કે આ એમ્બેસેડર કાર છે, પણ જ્યારે તમે આખું દ્રશ્ય જોશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આ તો એક જુગાડ છે.

આ વિડિયોને આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે અને તેની સાથે એક જોરદાર કેપ્શન પણ લખ્યું છે. તેમણે લખ્યું છે, ‘મને નથી લાગતું કે એલન મસ્ક અને ટેસ્લા આ ઓછા ખર્ચાવાળી રીનૂઅલ એનર્જી-ફ્લૂયલ કારનો મુકલાબલો કરી શકશે. ઉત્સર્જન સ્તર વિષે નિશ્ચિત નથી, પણ જો તમે મીથેનનની ગણતરી કરતા હોવ.’

આ વિડિયોને તેમણે ટ્વિટર પર 23મી ડિસેમ્બરે શેર કર્યો હતો, ત્યાર બાદ અત્યારસુદીમાં આ વિડિયોને 4 લાખ કરતાં પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ઉપરાંત તેને 31 હજાર કરતાં વધારે લાઇક્સ મળી ગઈ છે અને લગભગ સાડા પાંચ હજાર લોકોએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. તેમજ આ વિડિયોને 3 હજાર કરતાં પણ વધારે વાર રિટ્વીટ કરવામાં આવી છે.

એક વ્યક્તિ આ વિડિયો પર કમેન્ટ કરતા લખે છે. તમે એલન મસ્કને ઉત્તમ આઇડીયા આપ્યો છે તે ચોક્કસ કંઈક નવું ટેસ્લા મોડેલ આ વિડિયોને જોઈને બનાવશે અને તેને હોટ કાર તરીકે વેચી પણ શકે છે. તો વળી એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું છે કે આવું માત્ર ભારતમાં જ થઈ શકે, મને તે ખૂબ ગમ્યું તો વળી એક વ્યક્તિએ તે વિડિયો ક્યાંની છે તે જણાવતા કર્ણાટકના ધર્માસ્તલાનું નામ લખ્યું હતું. તો વળી એક મહિલાએ કમેન્ટ કરતા લખ્યુ હતું ઉત્તમ, ઇનોવેટિવ જુગાડ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ