નવા વર્ષમાં WhatsApp યુઝર્સને આપશે મસ્ત ગિફ્ટ, જોઇ લો કયા નવા ફિચર્સ આવશે

ઈન્સ્ટેંટ મેસેજિંગ એપ વ્હોટ્એપ નવા વર્ષમાં તેના યુઝર્સને નવા ફીચર્સની ગિફ્ટ આપી શકે છે. તેમાંથી કેટલાક અપડેટ એપના બીટા વર્ઝનમાં છે તો કંઈપણ ડેવલપ કરી શકે છે. બાકી યુઝર્સ માટે નવી અપડેટ જલદી જ શરૂ થઈ શકે છે.વર્ષ 2020માં વોટ્સએપમાં કેટલાક નવા ફીચર્સ એડ થવાના છે. કોરોના મહામારીને કારણે લોકો વીડિયો કોલિંગ, ગ્રુપ કોલ અને ઓફિસના કામને લઈને સૌથી વધુ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છે.

image source

હવે નવા વર્ષ એટલે કે 2021માં વોટ્સએપ એન્ડ્રોઈડ અને આઈઓએસ એપમાં કેટલાક નવા ફીચર્સ જોડવાનું છે. વોટ્સએપ બીટા વર્ઝનમાં યુઝર્સની જરૂર પ્રમાણે ઘણાં નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વોટ્સએપ ગ્રુપ કોલ મિસ થઈ ગયા બાદ પણ કોલમાં જોડાવા માટે મહત્વના ફીચર્સ સામેલ થવાના છે. નવા ફીચર્સના આવવાથી વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોને સરળતા રહેશે. સાથે જ અન્ય યુઝર્સને પણ તેને ફાયદો મળશે.

ડાર્ક મોડ

image source

વ્હોટ્સએપએ તાજેતરમાં જ જાહેર કર્યું છે કે યુઝર્સ માટે ડાર્ક મોડ ફીચર લાવશે. વ્હોટ્સએપ મુજબ જલદી જ આઈઓએસ 13 માટે ડાર્ક મોડ ફીચર શરૂ કરી શકે છે. ડાર્ક મોડને એક્ટિવેટ કરવા માટે આરિજિનલ નાઈટ થીમ, ડાર્ક થીમ અને બેટરી સેવર મોડ હશે.

જાતે જ મેસેજ થઈ જશે ડિલીટ

image source

વોટ્સએપમાં જલદી જ તમને આ અપડેટ મળી શકે તેમ છે, તેમાં પર્સનલ અને ગ્રૂપ ચેટ્સમાં ડિલીટ મેસેજ ફીચરને ઓન-ઓફ કરવાનું ઓપ્શન પણ મળશે. જેમાં યુઝરે મેસેજ ડિલીટ કરવાનો સમય નાખવાનો રહેશે. નક્કી કરેલા સમય પ્રમાણે તે મેસેજ આપોઆપ ડિલીટ થઈ જશે.

વોલપેપર

image source

એપમાં વોલપેપર ઓપ્શનને એક અલગ સેક્શન ‘ડિસ્પ્લે’માં મૂવ કરવામાં આવ્યું છે. પહેલા આ ઓપ્શન ચેટ સેટિંગમાં જોવા મળતું હતું. યુઝર્સને હવે વોલપેપર બદલવા માટે ડિસ્પ્લે ઓપ્શન સેલેક્ટ કરવાનું રહેશે.

મિસ્ડ ગ્રુપ કોલ

image source

ઘણીવાર આપણાથી વોટ્સએપ ગ્રુપ કોલ મિસ થઈ જાય છે. મિસ કોલ જોયા બાદ આપણે કોલમાં જોડાવા ઈચ્છીએ તો પણ જોડાઈ નથી શકતા. જ્યાં સુધી કોઈ આપણને એડ ના કરે, પરંતુ હવે યુઝર્સની આ સમસ્યાને જોતા વોટ્સએપ નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેમાં તમે તે ગ્રુપ કોલમાં સામેલ થઈ શકો છો, જે કોઈ કારણોસર તમે મિસ કરી દીધો છે. વોટ્સએપ આઈઓએસ યુઝર માટે આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ યુઝર્સ માટે ઘણું મહત્વનું ફીચર છે.

વોટ્સએપ વેબ કોલ

image source

વોટ્સએપ યુઝર્સ માટે નવા વર્ષે બીજો એક કામનો ફીચર આવવાનો છે જેમાં ડેસ્કટોપ અને લેપટોપ પરથી પણ વોઈસ અને વીડિયો કોલ કરી શકાશે. જેનું ટેસ્ટીંગ થઈ ચુક્યું છે. હાલમાં કેટલાક બીટા યુઝર્સ તેનો ઉપયોગ કરી રહ્યાં છે. રિપોર્ટ મુજબ વોટ્સએપ બીટા વર્ઝન પર કોલિંગ સર્વિસ શરૂ કરી કેટલાક લોકોને આ સુવિધા આપવામાં આવી છે. તેના માટે મોબાઈલની જેમ ચેટ હેડર પર એક બટન આપવામાં આવશે. વોટ્સએપ વેબ કોલ આવવા પર એક અલગ વિન્ડો પોપ અપ થશે. અહીં કોલ પિક અપ અને રિજેક્ટ કરવાનો પણ ઓપ્શન હશે.

image source

મલ્ટીપલ ઈમેજ અને વીડિયો પોસ્ટ કરવું. વોટ્સએપમાં iOS યુઝર્સ માટે ટૂંક સમયમાં એક સાથે અનેક મીડિયા ફાઈલ્સ સિલેક્ટ કરવાનનું ઓપ્શન પણ મળવાનું છે. યુઝર્સ એક સાથે અનેક ફોટો અને વીડિયો કોપી અને પેસ્ટ કરી શકશે. એકસાથે ઘણાં પ્રકારની મીડિયા ફાઈલ શેર કરવા માટે આ ફીચર મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ