પ્રેગ્નન્ટ નેહા કક્કર કહે છે, બાળક લાત મારી રહ્યું છે, જોઇ લો ‘ખ્યાલ રખ્યા કરનો Behind the scenes VIDEO…

પ્રેગ્નન્ટ નેહા કક્કર કહે છે – બાળક લાત મારી રહ્યું છે – જુઓ ખ્યાલ રખ્યા કરની બિહાઇન્ડ ધ સિન વિડિયો

સિંગર નેહા કક્કરે તાજેતરમાં એક બિહાઇન્ડ ધ સીન વિડિયો શેર કરી છે. આ વિડિયો તેના તાજેતરના મ્યુઝિક વિડિયો ખ્યાલ રખ્યા કરના સેટ પરની છે. આ ગીતમાં નેહા તેમજ તેના પતિ રોહનપ્રિત સિંઘ પણ છે. આ સોંગ જ્યારે રિલિઝ થવાનું હતું તેના પહેલાં જ આ કપલે નેહાની પ્રેગ્નન્સીની અફવાને પ્રોત્સાહન આપતી એક તસ્વીર શેર કરી હતી. જે પાછળથી એક પબ્લીસીટી સ્ટંટ જ સાબિત થયું હતું.

image source

બુધવારે, નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કરી હતી, અને તેની સાથે એક કેપ્શન લખ્યું હતું, ‘હેહેહેહે… રોહનપ્રિત સિંઘ ઉત્તમ પ્રકારનો પ્રેમ આપવા માટે તારો આભાર, #KhyalRakhyaKar. આપણે નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યા છીએ. કેવી રીતે ફિલ્ટર લગાવી દીધું અહીં.’’

image source

નેહા દ્વારા શેર કરવામાં આવેલી આ વિડિયોમાં આ કપલ નાશ્તો કરી રહ્યું છે. નેહાએ ફેક બેલી પહેરી રાખી છે. વિડિયોના એક પોઇન્ટ પર, તેણી થોડી જબકી જાય છે, અને બોલે છે, ‘કીક મારી !’ અને બધા હસી પડે છે.

નેહાના ભાઈ, સિંગર ટોની કક્કરે આ વિડિયો પર કમેન્ટ કરતા લખ્યું છે, ક્યૂટનેસ ઓવરલોડેડ. તો વળી રોહન પ્રિતે કમેન્ટ કરતા લખ્યું છે, ‘હવે બતાવું છું તેને… મારા બાબુને કીક મારી રહ્યું છે ??!!’

આ ગીત નેહા દ્વારા ગાવામાં આવ્યું છે. અને બાબુ દ્વારા લખવામા આવ્યું છે અને તેનું મ્યુઝિક રજત નાગપાલે આપ્યું છે. આ ફિલ્મને અન્શુલ ગર્ગ દ્વારા પ્રોડ્યૂસ કરવામા આવ્યું છે અને તેનું ડીરેક્શન અગમ માન અને અઝીમ માન દ્વારા કરવામાં આવ્યું છે. નેહા કક્કર ગર્ભવતિ હોવાની અફવા ઉડ્યા બાદ આ અઠવાડિયાની શરૂઆતમાં આ ગીત રિલિઝ થયું છે.

નેહાએ જ્યારે પોતાના બેબી બંપની તસ્વીર શેર કરી ત્યારે સોશિયલ મિડિયા પર હેડલાઈન બનાવી દીધી હતી. અને આ અફવાએ જોર ત્યારે પકડ્યું જ્યારે નેહાના ભાઈ ટોની કક્કરે તેણીની પોસ્ટ પર કમેન્ટ કરી, તેણે કમેન્ટ કરતા લખ્યું હતું. કે તે મામા બનવા માટે તૈયાર છે. તેના એક દિવસ બાદ એ રહસ્ય પરથી પરદો ઉંચકાઈ ગયો કે તે વાસ્તવમાં તેમના આવનારા ગીતનું પોસ્ટર હતું.

આ વર્ષની શરૂઆતમાં એક વેડિંગ થીમ મ્યુઝિક વિડિયોમાં આ કપલ મળ્યું હતું, અને તેમણે તરત જ લગ્ન કરવાનુ નક્કી કરી લીધું હતું. તેમણે ઓક્ટોબરના અંતમાં એકબીજા સાથે લગ્ન કરી લીધા અને ત્યાર બાદ તેઓ દુબઈ હનીમૂન માટે પણ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ