સલમાન ખાનની બહેન અર્પિતાએ શેર કર્યો ખાસ ફોટો, જેમાં તમે નહિં ઓળખી શકો સલ્લુને કારણકે…જોઇ લો ક્લિક કરીને અંદરની તસવીર

સલમાન ખાન ફિલ્મોમાં ખાસ કરીને શર્ટલેસ અંદાજમાં જોવા મળે છે. પોતાની ફિલ્મોમાં તેઓ પોતાની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતા જોવા મળી રહ્યા છે. જે સલમાન ખાનની શર્ટલેસ ફોટોના ફએન્સ છે અને તેના માટે અર્પિતા ખાન શર્માએ ખાસ ગિફ્ટ આપી છે.

image source

અર્પિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક ફોટો શેર કર્યો છે.તેમાં તે પોતાના ભાઈની સાથએ પોઝ આપતી જોવા મળે છે. જ્યારે સલમાન શર્ચલેસ છે અને રૂમાલ લપેટી રાખ્યો છે. ફોટો તેના લગ્ન સમયની છે જ્યારે તે લહેંગામાં પોઝ આપી રહી હતી. અર્પિતાએ કેપ્શનમાં લખ્યું છે યાદેં…

અર્પિતાએ શેર કરેલા ફોટોમાં અભિનેત્રી અને હોસ્ટ મિનિ માથુર લખે છે કે મને આ સવાર ખૂબ સારી રીતે યાદ છે. અર્પિતાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ખાસ કરીને સલમાન ખાન અને પરિવારના ફોટો શેર ક્રયા છે.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના પરિવારમા દરેક ભાઈ બહેનોમાં અર્પિતા સૌથી નાની અને લાડલી છે. આ લાઇમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમના લગ્ન અભિનેતા આયુષ શર્મા સાથે થયા છે. તેમના 2 બાળકો છે. સલમાન ખાન ખાસ કરીને અર્પિતાના બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરતા રહે છે.

image source

વાત સલમાન ખાનની આવનારી ફિલ્મોની કરીએ તો જલ્દી તે રાધે- યોર મોસ્ટ વોન્યેડ ભાઈમાં જોવા મળશે, ફિલ્મ આ વર્ષે ઈદના અવસરે રીલિઝ થશે તેમ જાણવા મળી રહ્યું છે. પહેલા આ 2020માં ઈદના અવસરે રીલિઝ થવાની હતી. લોકડાઉન લાગ્યા બાદ હવે અટકળો કરવામાં આવી રહી છે કે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર આવી શકે છે પણ સલમાન ખાને ફિલ્મને થિયેટરમાં રિલિઝ કરવાનું નક્કી કર્યું છે.

સલમાન ખાન બોલિવૂડમાં ખાસ્સો દબદબો ધરાવે છે. અનેક ફિલ્મોના શૂટિંગની સાથે હમ સાથ સાથ હૈમા કાળિયારના શૂટિંગને લીને હરણને મારવાના કેસમાંથી હાલમાં જ તેમને જોધપુર કોર્ટમાંથી માફી મળી છે. ઉલ્લેખનીય છે કે આ કેસ 1998થી તેમની પર ચાલી રહ્યો હતો.

કોરોનામાં પણ અનુભવી મુશ્કેલી

image source

કોરોના મહામારીમાં દબંગને પણ થોડી તકલીફ પડી હતી. સલમાન ખાનના ડ્રાઈવર સહિતના 2 સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા. સલમાન ખાને ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ સ્ટાફના 2 સભ્યો કોરોના પોટઝિટિવ આવતા સલમાન ખાન પોતે પણ સેલ્ફ આઈસોલેટ થયા હતા.