શ્રદ્ધાએ પાર્ટીમાં લગાવ્યા ચાર ચાંદ, ભાઇના લગ્નમા પહોંચી માલદીવ અને કર્યો એનર્જી સાથે ડાન્સ, વીડિયો વાયરલ

તાજેતરમા મળતી માહિતી મુજબ શ્રદ્ધા કપૂર હાલમાં માલદીવમાં છે, જ્યાં તે તેના પરિવાર સાથે તેના પિતરાઇ ભાઇ પ્રિયાંક શર્માના લગ્ન પહેલાના પ્રિવેડીંગના પ્રસંગમા પહોંચી છે. મળતી માહિતી મુજબ પ્રિયાંક શર્મા તેની ગર્લફ્રેન્ડ શઝા મોરાની સાથે પહેલા જ કોર્ટમાં લગ્ન કરી લીધા છે, ત્યારબાદ હવે તે હવે હિન્દુ પરંપરાગત રીતે લગ્નમા બાંધવા જઈ રહ્યો છે. જો કે, જણવા મળી રહ્યુ છે કે, આ બન્ને છેલ્લા 16 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ પછી તેની સગાઇની તસવીરો પણ સામે આવી હતી.

image source

હાલમા, માલદીવમાં આ બન્નેના લગ્ન પહેલાની પ્રિવેડીંગ ઉજવણીનું આયોજન કર્યું હતું જેમાં શ્રદ્ધા તેના પરિવાર સાથે ત્યા પહોચીને ધુમ મચાવતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમા શ્રદ્ધા કપૂર બ્લુ લહેંગામા જોવા મળી હતી. લહેગો ખાસ ડિજાઇનર પાસે તૈયાર કરવામા અવ્યો હતો, જે શાનદાર સફેદ અને બ્લુ રંગના ફુલોથી બનેલો હતો. આ વીડિયોમા શ્રદ્ધા દરિયા કિનારે ડાન્સ કરતી જોવા મળી હતી. આ સિવાય શ્રદ્ધા કપૂર અહીં ખૂબ જ રોમાંચક રીતે પોતાના ભાઇ સાથે ડાન્સ કરી રહી છે. ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તે બન્ને પાર્ટીમાં ચાર ચાંદ લગાવતા જોવા મળી રહ્યા છે.

image source

શ્રદ્ધા કપૂરના કાકી પદ્મિની કોલ્હાપુરેના પુત્ર પ્રિયાંક શર્મા અને ફિલ્મ નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શાજા મોરાની સાથેના લગ્ન થોડા દિવસો માટે મુલતવી રાખવામાં આવ્યા છે. જો કે, બંને પરિવારના સભ્યો અને નજીકના મિત્રો માલદીવ આવી પહોંચ્યા હતા અને સાથે આનદ માણી રહ્યા હતા, પ્રિયાંક શર્મા અને શાજા મોરાનીની મુલતવી પાછળ મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના કેસો કહેવામાં આવી રહ્યા છે.

image source

મળતી માહિતી મુજબ, આ પ્રી-વેડિંગ પાર્ટીમાંથી પાછા ફર્યા બાદ પ્રિયાંક અને શાજાના લગ્ન સમારોહ 5 માર્ચે યોજવવાનો હતો, પરંતુ મહારાષ્ટ્રના કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હવે તેઓએ લગ્ન મોકૂફ રાખવાનો નિર્ણય કરેલની વાત સામે આવી છે. શાજાના કાકા મોહમ્મદ મોરાનીએ કહ્યું કે તેઓ સરકારના આદેશોનું પાલન કરે છે અને જાહેર કાર્યક્રમનું આયોજન કરીને કોઈને જોખમમાં મૂકવા માંગતા નથી. તેથી, તેઓએ લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલ માલદીવમાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે અભિનેત્રીઓ વેકેશન માણવા માટે માલદીવ જતી હોય છે, પણ શ્રદ્ધાના કેસમાં એવું નથી. તે તેના કજિન ભાઈ પ્રિયાંકના લગ્નમાં હાજરી આપવા માટે પહોંચી છે અને જ્યાંથી ફોટો વીડિયો શેર કરતી રહે છે. પ્રિયંકા શર્મા અને શાઝા મોરાનીના લગ્નમાં શ્રદ્ધા કપૂરની સાથે તેનો બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ પણ જોવા મળી રહ્યો છે. આ સેલિબ્રેશનની તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. પ્રિયાંક એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરીનો પુત્ર છે.