જો તમે શિવરાત્રિના દિવસે આ કામ કરશો તો મળશે અપાર ફળ, અને થશે અઢળક ધન લાભ

હિંદુ કેલેન્ડરમાં જણાવ્યા પ્રમાણે,ફાગણ માસ વર્ષનો પાંચમો માસ આવે છે. મહાશિવરાત્રીનો અવસર ફાગણ માસમાં આવતા કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિના રોજ ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, મહાશિવરાત્રીના પર્વ પર ભગવાન શિવનું નીરીક્ષણ અને પૂજા- અર્ચના કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે. આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૧માં મહાશિવરાત્રીનો પર્વ તા. ૧૧ માર્ચ, ૨૦૨૧ના રોજ આવી રહ્યો છે. હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં મહાશિવરાત્રીના અવસરે આખી રાત જાગરણ કરીને ભગવાન શિવની પૂજા કરવાનું જણાવવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે રાતના સમયે કરવામાં આવતા જાગરણનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે.

ધાર્મિક મહત્વ:

image source

જો આપ મહાશિવરાત્રીના અવસરે કરવામાં આવતા જાગરણના ધાર્મિક મહત્વની વાત કરીએ તો મહાશિવરાત્રીના અવસરે રાતના સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નની રાત તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ વૈરાગ્ય જીવનનો ત્યાગ કરીને સંસારી જીવન તરફ આગળ વધ્યા હતા. ભગવાન શિવ અને માતા પાર્વતી માટે મહાશિવરાત્રીની રાત ઘણી મહત્વની હતી. એવું માનવામાં આવે છે કે, મહાશિવરાત્રીના અવસરે રાતના સમયે જાગરણ કરનાર શ્રદ્ધાળુઓને ભગવાન શિવ અને ભગવાન શિવની શક્તિ એવા માતા પાર્વતીની પૂજા કરે છે તે શ્રદ્ધાળુઓ પર ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે જ ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તેમના જીવનના તમામ દુઃખો દુર થઈ જાય છે. એટલા માટે મહાશિવરાત્રીના અવસરે રાતના સમયે સુઈ જવાને બદલે જાગરણ કરવું જોઈએ.

વૈજ્ઞાનિક મહત્વ:

image source

જયારે મહાશિવરાત્રીના અવસરે કરવામાં આવતા જાગરણને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો પણ મહાશિવરાત્રીની રાતનું ઘણું મહત્વ ધરાવે છે. ખરેખરમાં, મહાશિવરાત્રીની રાતના સમયે ગ્રહોની સ્થિતિ ઉત્તર ગોળાર્ધમાં એવા સ્થાને આવી જાય છે કે, ભક્તની અંદર રહેલ ઉર્જાને પ્રાકૃતિક રીતે ઉપરની તરફ પ્રવાહિત થવા લાગે છે. એટલે કે, કુદરત જ મનુષ્યને તેમના આધ્યાત્મિક શિખર સુધી પહોચવામાં ઘણી મદદ કરે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો કુદરત પોતે મહાશિવરાત્રીના અવસરના રાતના સમયે મનુષ્યને ભગવાનની સાથે જોડે છે. જેના લીધે ભક્તોને તેનો પૂર્ણ લાભ મેળવી શકે, મહાશિવરાત્રીના અવસરે રાતના મ્સ્યે કરોડરજ્જુને સીધી રાખીને ધ્યાનની મુદ્રામાં બેસવું જોઈએ.

મહાશિવરાત્રી, માસિક શિવરાત્રિ કરતા જુદી હોય છે.

image source

પ્રત્યેક માસની અમાસના એક દિવસ પહેલા એટલે કે, કૃષ્ણ પક્ષની ચૌદશને શિવરાત્રિ તરીકે જાણવામાં આવે છે. પણ ફાગણ માસમાં આવતી કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિને મહાશિવરાત્રી તરીકે જાણવામાં આવે છે. આ બાબતમાં, કેટલાક જ્યોતિષીઓનું એવું માનવું છે કે, પ્રત્યેક માસમાં આવતી અમાસની રાતના સમયે ચંદ્ર પૂર્ણપણે નબળો થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં, શિવરાત્રિની ચૌદશની તિથિના એક રાત પહેલા અને ભગવાન શિવની પૂજા- અર્ચના કરવામાં આવે છે જેથી કરીને માસમાં આવતી અમાસની તિથિના પ્રભાવથી બચાવી શકાય છે.