આઈશાને લઈ કાલુ ગરદન મેદાને આવ્યો, હું જેટલા પૈસા ખર્ચ કરવા પડે એટલા કરીશ, પણ આરીફને સજા અપાવીને રહીશ

હાલમાં આઈશા કેસ વિશે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં આઈશાના ન્યાન માટે પણ લોકો મેદાને આવી ગયા છે અને સરકાર પાસે તેમજ પોતાની રીતે લડાઈ લડી રહ્યાં છે. ચકચારી કેસમાં હવે આઈશા આપઘાત કેસનું નામ લેવામાં આવી રહ્યું છે, કારણ કે આખા દેશમાં ન્યાયની માંગ ઉઠી રહી છે અને આપઘાતને લઈ તેના પતિ આરીફ પર શહેરીજનો દ્વારા ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.

image source

જો છેલ્લા દિવસોની વાત કરીએ તો આરીફની રિવરફ્રન્ટ પોલીસે રાજસ્થાનના પાલી ખાતેથી ધરપકડ કરી તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. પતિના ત્રાસથી હસતા હસતા નદીમાં મોતને વ્હાલ કરનાર આઈશાના માતા પિતાએ સરકાર સામે તેના પતિ આરીફને કડકમાં કડક સજા આપવા માટેની અપીલ કરી છે. ત્યારે જુહાપુરાના કાલુ ગરદને સોશિયલ મીડિયા મારફતે એક વીડિયો વાયરલ કર્યો છે અને આઈશાને ન્યાય અપાવવા માટે વાત કરી છે, જેમાં તે આરીફ પર પણ ગુસ્સે ભરાયેલો જોવા મળ્યો હતો..

image source

આ વીડિયો વિશે વધારે વાત કરીએ તો કાલુ ગરદન આયશાની ઘટના અંગે વાત કરતા કહી રહ્યો છે કે, આરિફને સજા અપાવવા માટે હું એડી ચોટીનું જોર લગાવી દઈશ. હાઈકોર્ટમાં સારામાં સારો વકીલ રાખીશ એટલું જ નહીં જામીન અરજી સામે વાંધા અરજી પણ મૂકાવીશ. હું ઈન્સાફ માટે ગમે તેટલો ખર્ચ થાય કરવા માટે તૈયાર છું.

image source

જો આરીફ હૈ વો સુન લે, જો ભી યે લડકી સાથ હુઆ હૈ વો ગલત હુઆ હૈ, આરીફ તેરે કો દહેજ કી લાલચ થી તો મેરે સે આકે માંગ લેતા, જીતના દહેજ ચાહીએ મે તેરે કો દેતા, ત્યારે આરીફને સજા અપાવવા માટે કાલુ ગરદન દ્વારા કહેવામાં આવ્યું છે કે, તને સજા આપવવા માટે હું હાઈકોર્ટનો સારામાં સારો વકીલ રાખીશ અને તને સજા અપાવીશ. ત્યારે હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ કહી રહ્યાં છે કે ન્યાય આપો.

image source

તો વળી આ વીડિયોમાં અવનવી કોમેન્ટ પણ આવી રહી છે કે અમારી એક જ માંગ છે ફાંસીની સજા. શું છોકરીઓ પ્રેમ ના કરી શકે? છોકરી પોતાનું ઘર છોડીને પારકે ઘર જાય છે તો શું એની સજા? છોકરીઓ સાસરીમાં પરિવાર ને પ્રેમ કરે છે તો એની આવી સજા? સ્ત્રી એ એકલી છોકરી નથી. છોકરી એટલે: દિકરી, બહેન, વહું અને માતા. આ ચાર રૂપનો સમાવેશ થાય છે.

image source

સ્ત્રીનું અપમાન એટલે લક્ષ્મીજીનું અપમાન કહેવાય છે. હવેથી સ્ત્રીનું અપમાન સાસરીમાં થાય કે એનો પતિ અપમાન કરે છે તો એક જ માંગ રાખો ફાંસીની સજા.

કોઈ પણ જાતીની સ્ત્રી હોય પણ બધી સ્ત્રી માટે એક જ સજા થવી જોઈએ. જય હિંદ. ત્યારે આ રીતે લોકો અવનવી કોમેન્ટ કરીને ન્યાનની માગ કરી રહ્યા છે અને પોતાની વાત સામે રાખી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!