મહિલાઓના શોષણને અટકાવવા માટે જાણવા જરૂરી છે આ 14 અધિકાર, કરો ઉપયોગ

મહિલાઓની સેફ્ટી માટે ભારતમાં અનેક કાયદા છે. તેનો ઉપયોગ કરીને મહિલાઓ પોતાના અધિકાર અને ન્યાય મેળવી શકે છે, પરંતુ ક્યારેક પોતે અબળા હોવાનો ભાવ અનુભવીને, તો ક્યારેક પરિવારની ઈજ્જતનો વિચાર કરીને તો ક્યારેક જાણકારીના અભાવમાં અનેક મહિલાઓ અનેક કાયદાનો ઉપયોગ કરી શકતી નથી અને શોષણ સહન કરે છે.

image source

જાણો મહિલાઓના 14 RIGHTS

Dowry Prohibition Act 1961

કોઇ મહિલાને તેનો પતિ કે સાસરીવાળા દહેજ માટે માનસિક કે શારીરીક રૂપથી હેરાન કરે છે તો તેની વિરુદ્ધમાં એક્શન લઇ શકાય છે. એવામાં દોષી ગણાશે તો 5 વર્ષની સજા, 15 હજાર રપિયા કે દહેજમાં મળેલા સામાનની રકમ દંડના રૂપે ચૂકવવાની રહે છે.

Right Against Domestic Violence

મેણાં મારવા, અપમાનિત કરવું, ભાવનાત્મક રૂપથી હેરાન કરવાની કોશિશ કરવી કે હાથ ઉઠાવવો એ ઘરેલૂ હિંસા કહેવાય છે. પતિ કે સાસરીની તરફથી આવો વ્યવહાર થાય તો મહિલા તેની વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટના આધારે એક્શન લઇ શકે છે. એવામાં દોષીને 1 વર્ષની સજા કે 20 હજાર રૂપિયાનો દંડ બંને થઇ શકે છે.

Right To Virtual Complaints

image source

મહિલાઓ કોઇ કારણસર પોલિસ સ્ટેશન જઇને FIR નોંધાવી શકતી નથી તો તે તેની ફરિયાદ ઇમેલ કે પત્ર દ્વારા પોલિસને કરી શકે છે. પોલિસ તેને સીનિયર હાઉસ ઓફિસર સુધી મોકલે છે. ત્યારબાદ સંબંધિત પોલિસ સ્ટેશનમાં કમ્પ્લેન પહોંચ્યા બાદ પોલિસ મહિલાના ઘરે કે ઘટના સ્થળે જઇને ઇન્વેસ્ટિગેશન કરે છે.

Right To Confidentiality

મહિલા પોતાની કોઇ પણ વાતને ખાનગી રાખવાનો અધિકાર ધરાવે છે. મીડિયા પીડિત મહિલાની ઓળખ સાર્વજનિક રીતે કરી શકતું નથી, મહિલા જિલ્લા મેજિસ્ટ્રેટની સામે તે મહિલા એકલામાં બયાન આપી શકે છે. કોર્ટમાં સુનાવણી સમયે વકીલ પણ મહિલાને પીડિત સંબોધિત કરે છે.

Right To Free Legal Help

સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે રેપ પીડિત મહિલાને Legal Services Authority Act 1987ના આધારે ફ્રીમાં કાનૂની મદદ મેળવવાનો અધિકાર છે. સીનિયર હાઉસ ઓફિસરની જવાબદારી છે કે તે લીગલ સર્વિસ ઓથોરીટીને ઇન્ફોર્મ કરે. કોઇ પણ લેવલનો કેસ હોય લીગલ એન્ડ ઓથોરીટી જ પીડિતા માટે વકીલની વ્યવસ્થા કરે છે.

image source

Right To Delayed Registration

સેક્શ્યુઅલ હેરેસમેન્ટ કે રેપની શિકાર મહિલા જો કોઇ કારણથી તરત એક્શન લઇ નથી શકતી તો એવી સ્થિતિમાં થોડા સમય પછી રિપોર્ટ લખાવી શકે છે. પોલિસ કર્મી મોડેથી રિપોર્ટ નોંધવા માટે ના પાડી શકતા નથી. અહીં મહિલાએ મોડી ફરિયાદનું કારણ આપવાનું રહે છે.

Right to Zero FIR

મહિલાઓ પોતાની ફરિયાદ સુવિધાનુસાર, કોઇપણ પોલિસ સ્ટેશનમાં નોંધાવી શકે છે. તેને ZERO FIR કહે છે. કોઇ પણ પોલિસ કર્મી તેને ના પાડી શકતા નથી કે આ તેમનો વિસ્તાર નથી. સીનિયર હાઉસ ઓફિસરે FIR લખવી પડે. FIR નોંધાવ્યા બાદ સંબંધિત વિસ્તારના પોલિસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવાય છે.

Right To Not Being Called To The Police Station

image source

CPC (ક્રિમિનલ પ્રોસીજર કોડ)ના સેક્શન 60ના અનુસાર, કોઇપણ પ્રકારની ઇન્કવાયરી માટે મહિલાને પોલિસ સ્ટેશન બોલાવી શકાતી નથી. પોલિસે પોતે મહિલા જ્યાં રહે છે ત્યાં જવું પડે. સાથે એક મહિલા પોલિસકર્મી હોવો પણ જરૂરી છે. ઇન્વેસ્ટિગેશન સમયે મહિલાની સાથે કોઇ નજીકનું સગું હોય તે આવશ્યક છે.

Right to No Arrest

કોઇ મહિલાને સવારે પહેલાં અને સૂર્યાસ્ત પછી એરેસ્ટ કરી શકાતી નથી. ગંભીર કેસ હોય તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના ઓર્ડર પર જ આવું કરી શકાય છે. અરેસ્ટ કરતી સમયે મહિલા પોલિસ કર્મી હોવા પણ આવશ્યક છે.

Right In Ancestral Property

ધ હિંદુ સેક્સેશન એક્ટમાં થયેલા સંશોધન બાદ દીકરીઓ અને દીકરાઓની પૈતૃક સંપત્તિમાં બરોબરનો હક આપવામાં આવ્યો છે. મહિલા ઇચ્છે તો ભાઇ અને પિતા પાસે સંપત્તિમાં પોતાનો ભાગ માંગી શકે છે.

image source

Right Against Harassment At Work

ફીમેલ એમ્પ્લોઇને વર્કપ્લેસમાં સુરક્ષિત માહોલ આપવો એ કંપનીની જવાબદારી છે. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ એક્ટ 2013ના આધારે સેક્શ્યુઅલ હેરેસમેન્ટના કેસમાં સુનાવણી માટે પાંચ લોકોની કમિટી જરૂરી છે. એવામાં ચેરપર્સન મહિલા હોવી જરૂરી છે.

Right to Equal pay

ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ 1976ના આધારે કોઇ પણ સંસ્થા કે કંપની પુરુષોની તુલનામાં મહિલાઓને એક સમાન કામ કરવા માટે ઓછી સેલેરી કે ભથ્થું આપી શકે નહીં. જે સુવિધાઓ પુરુષ કર્મીઓને આપવામાં આવી રહી છે તે જ મહિલાને મેળવવાનો અધિકાર છે.

Right Of Maternity Leaves

image source

મેટરનિટી બેનિફિટ એક્ટ 1961ના આધારે વર્કિંગ વુમન જો 80 દિવસ કામ કર્યા બાદ ગર્ભધારણ કરે છે તો તેને આ બેનિફિટ મળે છે. 12 અઠવાડિયાની મેટરનીટી લીવ (ફૂલ્લી પેઇડ)ડિલિવરી ડેટથી 6 અઠવાડિયા પહેલાં અને પછી લઇ શકાય છે. ભલે મહિલા ગર્વમેન્ટ કે પ્રાઇવેટ સંસ્થામાં રેગ્યુલર હોય કે કોન્ટ્રેક્ટ બેસિસ પર હોય. હવે આ સમય સીમા વધારી દેવામાં આવી છે જેથી મહિલાઓને રાહત મળી શકે.

Right To No Sexual Harassment

CPC (ક્રિમિનલ પ્રોસીજર કોડ)ના સેક્શન 164ના આધારે સેક્શ્યુઅલ હેરેસમેન્ટની સ્થિતિમાં પીડિત મહિલાના પોલિસ કેસને ખારીજ કરી શકાતો નથી, આ પ્રકારના કેસમાં પીડિત મહિલાની મેડિકલ તપાસ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!