છેલ્લા 24 કલાકમાં આ ત્રણ શહેરોમાં ફાટ્યો કોરોના બોમ્બ, એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાતા હાહાકાર…

રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ફરી એકવાર રાજ્યમાં કોરોનાના નવા નોંધાતા કેસની સંખ્યામાં સતત વધારો થતો જણાય છે. તેવામાં ફરી એકવાર રાજ્યના કેટલાક શહેરોમાં 100થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. આ કારણે આરોગ્ય તંત્ર અને સરકારની ચિંતા પણ વધી છે.

image source

થોડા સમય અગાઉ રાજ્યમાં કોરોનાના નવા નોંધાતા કેસ ઘટવા લાગ્યા હતા. પરંતુ અચાનક જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદથી રાજ્યમાં કેસની સંખ્યામાં વધારો થઈ ચુક્યો છે. તેમાં પણ ચિંતા એ વાતની છે કે રાજ્યમાં અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે. અહીં ફરી એકવાર 100 થી વધુ કેસ નોંધાયા છે. જો કે માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સુરત અને વડોદરામાં પણ કોરોનાના 100થી વધુ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

image source

છેલ્લા 24 કલાકના કેસની વાત કરીએ તો રાજ્યમાં આ સમય દરમિયાન 571 નવા કેસ નોંધાયા હતા. તેના કારણે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2, 72, 811 પર પહોંચી છે. તેમાં પણ જો સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 123, સુરતમાં 120 અને વડોદરામાં 104 કેસ નોંધાયા છે. આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં કોરોનાના કેસ 20થી પણ ઓછા છે. એક માત્ર રાજકોટમાં કોરોનાના નવા કેસ 51 નોંધાયા હતા.

image source

રાજ્ય સરકારના જણાવેલા આંકડા અનુસાર હાલ રાજ્યમાં એક્ટિવ કેસ 3025 છે જેમાંથી વેન્ટીલેટર પર 45 દર્દી છે જ્યારે 2980 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 2,65,372 દર્દી ડીસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુ 4414 થયા છે. છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત પણ થયું છે જે અમદાવાદમાં સારવાર હેઠળ હતા.

image source

રાજ્યમાં ફરી એકવાર જ્યારે કોરોના માથું ઉંચકી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 571 નવા કેસ નોંધાયા હતા જ્યારે 403 દર્દીઓ ડીસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.27 ટકા છે. જો કે રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં જ કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે તે ચિંતાજતક બાબત છે આ સિવાય રાજ્યમાં પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ 3 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

image source

કોરોનાના કેસ વધી રહ્યા છે તો સાથે જ રાજ્ય સરકારે રસીકરણ પણ સઘન કરી દીધું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 13,74,244 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે જ્યારે 3,30,463 દર્દીઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થઈ ચુક્યું છે. તેમાં પણ છેલ્લા 24 કલાકમાં 60 વર્ષથી વધુની વયના અને ગંભીર બીમારી ધરાવતાં વ્યક્તિઓના કુલ 1,31,821 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!