અંક ગણિતના આધારે જાણો તમારી બર્થ ડેટ લકી છે અનલકી, આ આંક બહુ અનલકી છે હોં…

શુ ખરેખર નંબર્સ આપણી જિંદગી સાથે એ હદે જોડાયેલા હોય છે કે એમની સંખ્યાનું વધવું કે ઘટવું આપણે સફળ કે અસફળ બનાવી શકે છે? શું 1 તારીખે જન્મેલા લોકો ખરેખર હંમેશા એ નંબર હોય છે અને 8 નંબરવાળાઓને ખૂબ જ મહેનત કર્યા પછી જ સફળતા મળે છે? શું છે અંકશાસ્ત્ર એટલે કે ન્યુમેરોલોજીનું રહસ્ય અને અંક આપણા જીવનને કઈ રીતે પ્રભાવિત કરે છે? ચાલો જાણી લઈએ.

નંબર 1

image sourcee

ન્યુમેરોલોજીના રુલિંગ નંબર 1નો સ્વામી સૂર્ય છે. 1 નંબરવાળા લોકો પોતાની ફિલ્ડમાં પણ નંબર વન હોય છે. એમને લીડર પણ કહી શકાય છે. 1, 10, 19, 28 તારીખે જન્મેલા લોકોનો રુલિંગ નંબર 1 હોય છે. ઐશ્વર્યા રાય, ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી, રતન ટાટા, લતા મંગેશકર વગેરેનો રુલિંગ નંબર 1 છે.

નંબર 2

image source

ન્યુમેરોલોજીનો રુલિંગ નંબર 2નો સ્વામી ચંદ્ર છે. 2, 11, 20, 29 તારીખે જન્મેલા લોકોનો રુલિંગ નંબર 2 હોય છે. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન વગેરેનો રુલિંગ નંબર 2 છે. આ નંબરનાઓકો પોતાની ફિલ્ડમાં સુપર સ્ટાર હોય છે અને એ ઘણા જ પોપ્યુલર પણ હોય છે.

નંબર 3.

image soucre

ન્યુમેરોલોજીના રુલિંગ નંબર 3નો સ્વામી ગુરુ છે. આ નંબરના લોકો ખૂબ પૈસા કમાય છે. એ પોતાનું કામ ઝીરોથી શરૂ કરે છે અને એમાં ઘણું નામ અને પૈસા કમાય છે. 3, 12, 21, 30 તારીખે જન્મેલા લોકો આ કેટેગરીમાં આવે છે. ગોવિંદા, રજનીકાંત, કરીના, રાની વગેરેનો રુલિંગ નંબર 3 છે.

નંબર 4.

image source

ન્યુમેરોલોજીના રુલિંગ નંબર 4નો સ્વામી રાહુ છે. આ અંકના લોકો ખૂબ જ બુદ્ધિમાન અને સ્પિરિચ્યુલ હોય છે. એમનો એક માઇનસ પોઇન્ટ છે કે એ એડજસ્ટ નથી કરી શકતા. તબ્બુ, જુહી, ઉર્મિલા મારતોડકર વગેરેનો રુલિંગ નંબર 4 છે.

નંબર 5.

image source

ન્યુમેરોલોજીના રુલિંગ નંબર 5નો સ્વામી બુધ છે. આ લોકો બહુમુખી પ્રતિભા ધરાવતા હોય છે એટલે કોઈપણ કામમાં બહુ જલ્દી બોર થઈ જાય છે અને અલગ અલગ ફિલ્ડમાં કામ કરવાનું પસંદ કરે છે. 5, 14, 23 તારીખે જન્મેલા લોકો 5 અંકની શ્રેણીમાં આવે છે. હિમેશ રેશમિયા, આમિર ખાનનો રુલિંગ નંબર 5 છે.

નંબર 6.

image source

ન્યુમેરોલોજીના રુલિંગ નંબર 6નો સ્વામી શુક્ર છે. આ ફિલ્ડન લોકો ફિલ્મ, મીડિયા, સ્પોર્ટ્સ વગેરે સાથે જોડાવવાનું પસંદ કરે છે અને એમાં ખૂબ જ નામ કમાય છે. 6, 15, 24 તારીખે જન્મેલા લોકોનો રુલિંગ નંબર 6 છે. માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, સચિન તેંડુલકર, સુભાષ ઘાઈ, કપિલ દેવ, સાનિયા મિર્જા, સંજય લીલા ભણસાલી વગેરે આ શ્રેણીમાં આવે છે.

નંબર 7.

image source

ન્યુમેરોલોજીના નંબર 7ની સ્વામી કેતુ છે. આ અંકના લોકો ખૂબ જ ભાવુક અને મૂડી હોય છે, એ જ કારણ છે કે એ ક્રિએટિવ પણ હોય છે. આર્ટ સાથે જોડાવવું એમને ગમે છે. 7, 16, 25 તારીખે જન્મેલા લોકોનો રુલિંગ નંબર 7 હોય છે. એકતા કપૂર, મહેન્દ્ર સિંહ ધોની, સૈફ અલી ખાન, કરણ જોહર, કેટરીના કેફ, બિપાશા બાસુ, શોભા ડે વગેરે આ શ્રેણીમાં આવે છે.

નંબર 8.

ન્યુમેરોલોજીના રુલિંગ નંબર 8નો સ્વામી શનિ છે. આ નંબરને અનલકી માનવામાં આવે છે ઓન આ લોકો જો સ્પિરિચ્યુલ હોય તો એમના માટે ફાયદાકારક છે. આ રાશિના લોકોને એમની કાબેલિયત અનુસાર સફળતા નથી મળતી. 8, 17, 26 તારીખે જન્મેલા લોકો આ કેટેગરીમાં આવે છે. મધર ટેરેસા, આસારામ બાપુ, સૌરવ ગાંગુલી, શબાના આઝમી, આશા ભોંસલે, શિલ્પા શેટ્ટી વગેરેનો રુલિંગ નંબર 8 છે.

નંબર 9.

image soucre

ન્યુમેરોલોજીના રુલિંગ નંબર 9નો સ્વામી મંગળ છે. આ આ તેજ ગ્રહ છે એટલે આ અંકના લોકો ખૂબ જ ગુસ્સા વાળા હોય છે. મોટાભાગે ઓફિસર્સ પણ 9 અંક વાળા જ જોવા મળે છે. 9, 18, 27 તારીખે જન્મેલા લોકો આ કેટેગરીમાં આવે છે. સલમાન ખાન, સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર, જેકી ચેન, બ્રુસલી વગેરેનો રુલિંગ નંબર 9 છે.

image source

ન્યુમેરોલોજીમાં 1, 3, 5, 6ને પોઝીટીવ નંબર કહેવામાં આવે છે. આ નંબરના લોકોને સફળતા મેળવવા માટે અન્ય નંબર કરતા ઓછી મહેનત કરવી પડે છે. 2 અને 7 ક્રિએટિવ નંબર ગણાય છે, આ નંબરના લોકો મોટેભાગે ક્રિએટિવ ફિલ્ડમાં સફળતા મેળવે છે. ન્યુમેરોલોજીના સૌથી ટફ નંબર છે 4, 8 અને 9, આ નામ્બર્સના લોકોને સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ