Vadodara: સોની પરિવારનો સામુહિક આપઘાત કેસ: 9 જ્યોતિષીએ પડાવ્યા અધધધ..લાખ, જાણો કયો જ્યોતિષ કેટલા લઇ ગચો?

રાજ્યના ચાર મુખ્ય પાટનગરો પૈકી એક એવા વડોદરા શહેર ખાતે થોડા સમય પહેલા જ બનેલા ચકચારી સોની પરિવારના સામુહિક આપઘાત કેસની તપાસ ધીમે ધીમે આગળ વધી રહી છે અને કેસ નવા વળાંકો લઇ રહ્યો છે. અત્યાર સુધી થયેલી તપાસમાં એવો ખુલાસો થવા પામ્યો હતો કે સોની પરિવાર પાસેથી અલગ અલગ 9 જ્યોતિષીઓએ કુલ 35 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી હતી. પોલીસે આ બાબતે આપઘાતનો પ્રયાસ કરનાર સોની પરિવારના ભાવેશ સોનીની સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેણે જ્યોતિષીઓએ તેના પરિવાર પાસેથી 35 લાખ રૂપિયા પડાવી લીધાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે પોલીસે કાર્યવાહી શરુ કરી ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલા જ્યોતિષીઓ સામે તપાસ શરુ કરી છે.

image source

ચકચારી પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આ કેસમાં મુખ્ય આરોપી તરીકે ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષ હેમંત જોશીનું નામ છે. હેમંત જોશીએ અમદાવાદના જ અન્ય એક જ્યોતિષ સ્વરાજ જોશીની મુલાકાત નરેન્દ્ર સોની સાથે કરાવી હતી અને બન્નેએ સાથે મળીને નરેન્દ્ર સોની પાસેથી 13.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહિ પણ અમદાવાદના એક જ્યોતિષનું નામ પણ આ કેસમાં ઉછળ્યું છે. અમદાવાદના પ્રહલાદ જોશી નામના જ્યોતિષે પણ સોની પરિવાર પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું કહેવાયું છે ત્યારે અમદાવાદના જ અન્ય એક જ્યોતિષ સમીર જોશીએ સોની પરિવાર પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. આટલું ઓછું હોય તેમ અમદાવાદના જ જ્યોતિષ વિજય જોશી અને અલ્કેશએ 4.50 લાખ રૂપિયા પડાવ્યા હતા.

image source

એ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે સોની પરિવાર જયારે પુષ્કર ખાતે પ્રવાસ કરવા ગયો હતો ત્યાં પણ તેઓએ એક જ્યોતિષીને વિધિ કરવાના નામ પર 4 લાખ જેવી રકમ આપી હતી પણ તે જ્યોતિષ વિધિ કરવા માટે આવે તે પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું. ઉપરાંત પાણી ગેટ આયુર્વેદિક ચાર રસ્તા પાસે રહેતા એક જ્યોતિષ સાહિલ વોરાએ પણ સોની પરિવાર પાસેથી 3.50 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.

image source

અત્રે ઉલ્લેખનીય છે આ કેસમાં અલગ અલગ જ્યોતિષીઓએ સોની પરિવારને વિશ્વાસના તાણાવાણા બાંધી વાસ્તુદોષ દૂર કરાવવાના બહાને કુલ 35 લાખ રૂપિયા જેવી રકમ ખંખેરી લીધી હોવાનો આક્ષેપ કરાયો હતો.

image source

આ ચકચારી કેસમાં છેલ્લે મળતી માહિતી મુજબ કથિત રીતે આર્થિક ભીંસમાં આવીને સોની પરિવારના 6 સભ્યોએ સામુહિક આપઘાત કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના તરત જ મૃત્યુ નિપજ્યા હતા જયારે સોની પરિવારના પુત્ર ભાવિન સોની અને તેમની પત્ની દિપ્તીબેન સોની અને પુત્રવધુ ઉર્વશી સારવાર હેઠળ હતા. જે પૈકી છેલ્લા અહેવાલો મુજબ ભાવિન સોની અને તેમના પત્ની દિપ્તીબેનનું પણ મૃત્યુ થયું છે અને હવે પરિવારમાં માત્ર એક ઉર્વશી બેન સોની બચ્યા છે અને સારવાર હેઠળ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!