મહિલાનું સ્ટોકિંગ, દુષ્કર્મ કે છેડતી કરવા માટે છે આવી સજા, જાણો શું કહે છે કાયદો

આવતીકાલે 8 માર્ચ અને મહિલા દિવસની ઉજવણી કરાશે. દેશભરમાં આજકાલ જે રીતે ક્રાઈમ વધી રહ્યો છે તે રીતે જરૂરી છે કે દરેક મહિલા પોતાના અધિકારો સમજે અને આરોપી કે દોષિતને તેી સજા મળે જેથી અન્ય કોઈ વ્યક્તિ આવો ક્રાઈમ કરતા પહેલા અને વિચિત્ર હરકતો કરતા પહેલાં અચૂક વિચારે.

image source

એક મહિલાની અનિચ્છા અને અસહમતિ હોવા છતાં તેના સંપર્કમાં રહેવાની કોશિશ કરવી, તેને ઘૂરવું, તેની જાસૂસી કરવી, ખરાબ ઇરાદાથી તેનો પીછો કરવો, તેને માનસિક રીતે હેરાન કરવું અને મન અને અચેતન મનમાં ડર પેદા કરવો એ પણ એક ગુનો છે. તેનો ઉલ્લેખ ભારતીય દંડ વિધાનની ધારા 354(D)માં છે.

અનેક વાર મહિલાઓ વિચારે છે કે પીછો કરનાર પર ધ્યાન નહીં આપે તો તે જાતે જ હટી જશે. પણ આવું થતું નથી. તો જાણી લો સ્ટોકિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા કેટલાક કાયદા વિશે…

જાણો સ્ટોકિંગ શું છે…

image source

મહિલાઓને ફક્ત ઘૂરવામાં જ થઇ શકે છે 5 વર્ષની જેલ !

સ્ટોકિંગનો અર્થ છે ખરાબ નજરે કોઇ મહિલાનો પીછો કરવું. મહિલાઓને અભદ્ર રીતે જોવું અનૈતિક છે અને તે ગેર કાનૂની કામ ગણવામાં આવે છે. સ્ટોકિંગની વિરુદ્ધમાં પોલિસમાં ફરિયાદ પણ કરી શકાય છે.

સ્ટોકિંગ સાથે મહિલાઓની કોઇપણ મુશ્કેલીઓ કે હિંસાની ફરિયાદને માટે 1091 પર ફોન કરવાની વ્યવસ્થા છે. આ ફરિયાદને પોલિસ સ્ટેશન પહોંચાડવામાં આવે છે. અહીંથી મહિલાઓને રેફરન્સ નંબર મળે છે, જેનાથી એફઆઇઆર અને આગળની કાર્યવાહી કરી શકાય છે.

image source

પીડિત મહિલા રાષ્ટ્રિય મહિલા આયોગની વેબસાઇટ પર જઇને ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદનો એક રસીદ નંબર પણ આપવામાં આવે છે.

image soucre

મહિલા આયોગ દસ દિવસની અંદર ફરિયાદ પર વિચાર કરે છે. ત્યારબાદ મહિલા ફરી આયોગની સાથે સંપર્ક અને પરામર્શ લઇને પોલિસમાં ફરિયાદ અને કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. તેણે ફરિયાદની પહોંચ સંખ્યા પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહે છે.

હેલ્પ લાઇન કે બંને અન્ય સ્થાનો પર ફરિયાદ નોંધાવીને પીછો કરનારા વ્યક્તિને ગેર જમાનતી કાયદામાં પકડી શકે છે. તેમાં ઓછામાં ઓછી 1 અને વધુમાં વધુ 5 વર્ષની સજા થઇ શકે છે.

સ્ટોકિંગનો દોષી હત્યા, દુષ્કર્મ કે કોઇ હિંસાનો દોષી છે તો અનેક ધારામાં સજા છે. ડિસેમ્બર 2012માં નિર્ભયા કાંડ બાદ અપરાધિક કાયદા નિયમ 2013 આવ્યો, જેમાં સ્ટોકિંગને ગુનો ગણવામાં આવે છે.

image source

આ સિવાય મહિલાઓને હેરાન કરવા માટે ઓનલાઇન કે ઇન્ટરનેટના સાધનો વાપરવામાં આવે છે. તેને સાઇબર સ્ટોકિંગ કહેવામાં આવે છે. સાઇબર સ્ટોકિંગ એ ગુનો છે જ્યાં કોઇ વ્યક્તિનો ઓનલાઇન પીછો કરાય. તેની પર્સનલ લાઇફમાં દખલ કરી તેને ધમકાવવા કે ડરાવવામાં આવે.

ધ્યાન રાખો ફરિયાદનો રેફરન્સ નંબર અવશ્ય રાખો. સાઇબર સ્ટોકિંગમાં ઇ-મેલ કે મેસેજની પ્રિંટ રાખો.

શું કરવાથી ગુનો ગણાય

image source

મહિલાને તાકવું કે ઘૂરવું અને પીછો કરવો એ પણ ગુનો છે. કાનૂન અને તેનું પાલન કરનારી એજન્સીઓ રાજનેતાના હાથનું રમકડું ન બને. કાયદાકીય સ્તરે પારદર્શિતા અને જવાબદારી આવે એ જરૂરી છે.

થઈ શકે છે આટલી સજા

image source

અશ્લીલ હરકત કરવા પર આરોપીને 1 વર્ષ, શારીરિક છેડછાડમાં 5 વર્ષ અને નિર્વસ્ત્ર કરવા પર 3 વર્ષની સજા છે. દુષ્કર્મ અને હત્યાના અપરાધીને 20 વર્ષ કેદ, જ્યારે સામૂહિક દુષ્કર્મ સાબિત થાય તો આજીવન જેલ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ