ફાગણી પૂનમના મેળામાં જતા ભક્તો માટે ખાસ સમાચાર, જાણી લો કોરોનાને લઇને શું લેવાયો મોટો નિર્ણય

-ડાકોરમાં આવનાર ફાગણ માસની પુનમના મેળાનું આયોજન થશે નહી.

-કલેકટર દ્વારા ફાગણ માસની પુનમના મેળાને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.

-ડાકોરના રણછોડજીના ભક્તો મેળામાં ભાગ લઈ શકશે નહી.

image source

ડાકોરમાં આવનાર ફાગણ માસની પુનમના દિવસે મેળાનું આયોજન થશે નહી. જીલ્લા કલેકટર તરફથી ફાગણ માસની પુનમના દિવસે આયોજિત થતા મેળાને બંધ રાખ્વાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભગવાન રણછોડના ભક્તો આ વર્ષે મેળાનો લાભ લઈ શકશે નહી. તા. ૨૭ માર્ચ, ૨૦૨૧ થી તા. ૨૯ માર્ચ, ૨૦૨૧ સુધી આયોજિત થતા મલાના આયોજનને અટકાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહી. પદયાત્રિઓને પણ ડાકોર નહી આવવા માટે કલેકટર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, ફાગણ માસની પુનમના દિવસે હોળી આવતી હોવાથી ડાકોરમાં લાખોની સંખ્યામાં ભક્તો ડાકોર આવે છે.

image source

ત્યાં જ આ બાજુ જુનાગઢના શિવરાત્રિના મેળામાં સામાન્ય જનતાના પ્રવેશ પર પ્રતિબંધના સરકાર દ્વારા લેવામાં આવેલ સનાતન ધર્મ પરિષદના ઉપાધ્યક્ષ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે. જુનાગઢ શહેરમાં પરંપરા પ્રમાણે યોજવામાં આવતા શિવરાત્રિના મેળામાં આ વર્ષે સામાન્ય જનતા માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે આ નિર્ણયન લઈને જેતપુરમાં આવેલ નર્સિંગ મંદિરના મહંત આત્માનંદ બાપુ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો હતો. સરકાર તરફથી આ એક મૂરખ બનાવવાની નીતિ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ચૂંટણી પૂરી થઈ ગયા પછી તરત જ શિવરાત્રિના મેળાને બંધ રાખી દેવાની જાહેરાત કરવામાં આવી.

આત્મારામ મહંત દ્વારા જનતાને મોકળા મને મેળામાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું.

image source

ગુજરાત રાજ્યમાં કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ ગયું છે તો પણ શિવરાત્રિના મેળામાં ફેલાઈ જવાની ખોટી વાતો કરીને સરકાર અને કલેકટર પોતાની જવાબદારી માંથી છૂટવા ઈચ્છે છે તેવા આક્ષેપ પણ મહંત આત્માનંદ દ્વારા કરવામાં આવ્યા છે. એના માટે હવે તંત્ર અને સાધુ- સંતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તેમાં ફક્ત કેટલાક સંતોને બોલાવીને આ નિર્ણય કરાવવામાં આવ્યો એટલું જ નહી મીડિયાને પણ આ બેઠકોથી દુર રાખવામાં આવ્યા હતા. આત્મારામ મહંત દ્વારા તો જનતા ખુલ્લા મેળામાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે ઉપરાંત એટલે સુધી કહ્યું છે કે, જો પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે તો પ્રોટેક્શન સાથે રાખીને પણ મેળામાં આવવા માટે આમંત્રણ આપ્યું છે.

image source

જુનાગઢમાં શિવરાત્રિના મેળાને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહામંડલેશ્વર ૧૦૮ ભારતી બાપુ દ્વારા આ વિષે વિરોધ કરતા જણાવ્યું છે કે, મહામંડલેશ્વરની ગેરહાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, હાલમાં સરકારની સાથે મેળાને શરુ કરાવવામાં પ્રયત્નો શરુ કરી દેવામાં આવ્યા છે. મેળાને ચાલુ કરાવવા માટે CM વિજય રૂપાણી સાથે વાતચીત ચાલુ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ