જો કોરોનાકાળમાં તમારી નોકરી જતી રહી હોય તો ડેરીની આ યોજનામાં રોજગારીની છે ઉત્તમ તક, થશે લાખોની કમાણી

ભારત વાર્ષિક દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવે છે તેવી જ રીતે ગુજરાત રાજ્યએ દેશનું દૂધ ઉત્પાદન માટેનું પ્રમુખ રાજ્ય છે. અમુલ બ્રાન્ડ ઘણી પ્રચલિત છે જે દેશના બધા જ રાજ્યોમાં પ્રચલિત છે અને અન્ય દેશોમાં પણ તેટલી જ પ્રચલિત છે. સહકારી આંદોલન દ્વારા દુધ ની ખરીદી એ રાજ્ય નુ મુખ્ય હા્દૅ છે. રાજ્યમા ગ્રામ્ય સ્તરે ૧૯૫૭૬ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ૧૦૨ સંગ્રહ કેન્દ્રો અને જિલ્લા સ્તરે ૧૮ ડેરી પ્રોસેસિંગ એકમો કાર્યરત છે. રાજ્ય સરકારે ડેરી વિકાસ માટે સહકારી આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો છે.

રાષ્ટ્રીય ડેરી યોજના-1

ભારતમાં સરકાર દ્વારા શ્રેષ્ઠ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ થકી પશુપાલકોને સહાયતા આપવામાં આવે છે. લોન જેવી સુવિધાઓથી લઈને વીમા સુધીની સુવિધાઓ પણ આપવામાં આવે છે. પશુપાલન અને ડેરી વિભાગ, વિશ્વ બેન્કની સહાયતાથી 18 રાજ્યોમાં દુગ્ધ સહકારી સમિતિઓ અને દુગ્ધ ઉત્પાદક કંપનીઓને પ્રજનન સુધાર પહલની સાથે સમર્થન આપવા માટે રાષ્ટ્રીય ડેરી યોજના-1 લાગુ કરી આપવામાં આવી છે. ડેરી ઉદ્યોગ લાખો ગ્રામીણ પરિવાર માટે આવકનું મહત્વપૂર્ણ અનુપૂરક સ્ત્રોત બની ગયા છે અને રોજગાર ઉપલબ્ધ કરાવવા તથા આવકના સૃજનના અવસર ઉપલબ્ધ કરાવવાના વિશેષ રૂપથી સીમાન્ત અને મહિલા કિસાનોને રોજગાર ઉપલબ્ધ કરાવવા અને આવક સૃજનના અવસર ઉપલબ્ધ કરાવવામાં અત્યાધિક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ યોજનાનો બેનિફિટ

રાષ્ટ્રીય ડેરી યોજના (NDP-I) એક કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે. ફંડિંગ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન (IDA)થી ક્રેડિચ લાઈનના માધ્યમથી હશે, જે ભારત સરકારના શેયરની સાથે DADF થી NDDB અને બાદમાં પાત્ર અંત કાર્યાન્વયન એજન્સીઓમાં મોકલવાની રહેશે.

NDP I-18 પ્રમુખ દુગ્ધ ઉત્પાદર રાજ્યો આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરલ, મધ્ય પ્રદેશ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, પશ્વિમ બંગાળ, તેલંગાણા, ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેની દેશના દુગ્ધ ઉત્પાદનમાં 90 ટકાથી વધુ ભાગીદારી છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે ?

દુધારુ પશુઓની ઉત્પાદકતાને વધારવામાં મદદ કરવાનો. જેથી દૂધની તેજીથી વધી રહેલી માગને પૂર્ણ કરવા માટે દુગ્ધ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે. સંગઠિત દુગ્ધ-પ્રસંસ્કરણ ક્ષેત્રમાં ગ્રામીણ દુગ્ધ ઉત્પાદકો આગળ વધવામાં મદદ કરવાનો.

મુખ્ય યોજનાઓ

  • ડેરી પ્રસંસ્કઓરણ અને આધારભૂત સંરચના વિકાસ નિધિ (DIDF)
  • ડેરી ઉદ્યમિતા વિકાસ યોજના (DEDS)
  • રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ (NPDD)
  • રાષ્ટ્રીય ડેરી યોજના (ચરણ-I)
  • ડેરી સહકારિતાઓને સહાયતા

કેટલી સબ્સિડી મળશે?

ડેરી ઉદ્યમિતા વિકાસ યોજના (DEDS) પ્રમાણે તમારે ડેરી લગાવવામાં આવનાર ખર્ચનો 25 ટકા કેપિટલ સબ્સિડી મળશે. જો તમે અનુસૂચિત જાતિ/જનજાતિ કેટેગરીમાં આવો છો તો તમને 33 ટકા સબ્સિડી મળી શકે છે.

દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના આ યોજના પણ છે અમલમાં

યુનીટ કોસ્ટ (જાફરાબાદી ભેંસ રૂ. ૩૭,૦૦૦/-, બન્ની ભેંસ રૂ. ૩૮,૦૦૦/-, સુરતી ભેંસ રૂ. ૩૦,૧૦૦/-, મહેસાણી ભેંસ રૂ. ૩૨,૨૦૦/-, ગીર ગાય ૨૨,૨૦૦/-, કાંકરેજ ગાય રૂ. ૧૯,૭૦૦/-, એચ.એફ. ગાય રૂ. ૩૩,૨૦૦/-, જર્શી ગાય રૂ. ૨૮,૨૦૦/-) અથવા બેંક દ્વારા કરવામાં આવેલ ધિરાણ બે માંથી જે ઓછું હશે તે રકમ ના વાર્ષિક વ્યાજના વધુમાં વધુ વ્યાજ દર ૧ર% સામે ૧ (એક) થી ૪ (ચાર) ગાય-ભેંસના એકમ માટે ૧૦૦% વ્યાજ સહાય. લાભાર્થીએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી એકમ નિભાવવાનું રહેશે.

લાભાર્થી એ રાષ્ટ્રિયકૃત બૅન્ક અને ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન આપવામાં આવેલ હોવું જોઈએ. એકમ માટે દુધાળા પશુ ખરીદી થયા બાદ એકમ પુર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર યોજનાના અમલીકરણ સંસ્થાએ આપવાનું રહેશે. ત્યારબાદ જ વ્યાજ સહાયની રકમ લાભાર્થીંના લોન એકાઉન્ટસમાં અર્ધવાર્ષિક હપ્તાઓમાં જુન અને ડીસેમ્બર માસમાં જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરાવાની રહેશે. અરજદારને સ્વખર્ચે- યોજનાના અમલીકરણ સંસ્થાએ પ્રથમ સંબંધીત બેન્કમાંથી આ અંગે નિયત ફોર્મ-બેન્કે માંગ્યા મુજબ એકમ નો રીપોર્ટ બનાવવાનો રહેશે. – જો કોઈ લાભાર્થી વચગાળા સમયમાં ડીફોલ્ટર (મુદત વીતી બાકી એક સાથે ત્રણ હપ્તાથી વધુ) બનશે તો તે ગાળા માટે અને ડીફોલ્ટર રકમ પરત્વે વ્યાજ સહાય મળવાપાત્ર બનશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ