આ કામમાં ફક્ત ૫૦ હજાર રૂપિયાનું મૂડીરોકાણ કરશો તો આપને આવનાર ૧૦ વર્ષ સુધી થશે આપને લાખોની આવક. જાણી લો તેની માહિતી. જો આપ નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરુ કરવા ઈચ્છો છો તો આપની પાસે સારો અવસર છે આપે ફક્ત ૫૦ હજાર રૂપિયાનું મૂડીરોકાણ કરીને લાખો રૂપિયાની આવક કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે..
- -આવક વધારવા માટે શરુ કરી દો આ કામ.
- -ઓછા મૂડીરોકાણમાં કરશો લાખોની આવક.
- -સહજનની ખેતી કરીને કમાશો લાખો રૂપિયા.

આવક વધારવા માટે જરૂરી છે કે, આપ એવો બિઝનેસ શરુ કરો જેની માંગ હંમેશા જળવાઈ રહે. વર્તમાન સમયમાં ઘણા બધા લોકો એવા છે જેઓ પોતાની નોકરી છોડીને ખેતી કરવા તરફ વળી રહ્યા છે કેમ કે, હવે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ઘણા સજાગ રહેવા લાગ્યા છે. એટલું જ નહી કેટલાક સેલેબ્રીટીસ પણ એવા છે જેઓ ખેતીમાં રોકાણ કરવા લાગ્યા છે. ત્યાં જ ખેતીમાં કેટલાક એવા પાકો છે જેને ઉગાડીને આપ વધારે આવક મેળવી શકો છો.
છેલ્લા કેટલાક સમયથી સહજનની ખેતી એટલે કે, સરગવાની ખેતી કરવા તરફ લોકોનું ધ્યાન વધી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, સરગવામાં ઘણા બધા લાભકારક ત્તત્વો રહેલા હોય છે આ સાથે જ સરગવાની ખેતી પણ ઘણી સહેલાઈથી કરી શકાય છે. હવે જાણીશું ૫૦ હજાર રૂપિયાના રોકાણમાં આપ કેવી રીતે વાર્ષિક ૬ લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.

આપ આવી રીતે સરગવાની ખેતી શરુ કરી શકો છો.
સરગવાની ખેતી કરવા માટે આપને વધારે જમીનની આવશ્યકતા રહેતી નથી. સરગવાની ખેતીની શરુ કરી દીધાના ૧૦ મહિના પછી એક એકરમાં ખેડૂત અંદાજીત એક લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. સરગવો એક મેડીશનલ પ્લાન્ટ છે. ઓછા રોકાણમાં તૈયાર થતા આ પાકની વિશેષતા એ છે કે, સરગવાની એકવાર વાવણી કરી લીધા પછી ચાર વર્ષ સુધી સરગવાની ફરી વાવણી કરવાની જરૂરિયાત રહેતી નથી.
સરગવાની ખેતી.

સરગવો ઔષધિય છોડ છે. ઔષધિય છોડની ખેતી કરવાની સાથે જ તેનું માર્કેટિંગ કરવું અને નિકાસ કરવાની પણ સરળ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં જ નહી આખી દુનિયામાં સારી રીતે ઉગાડવામાં આવેલ મેડીશનલ પાકની વધારે માંગ રહે છે.
સરગવાનો પાક ગરમ વિસ્તારમાં ઘણી સહેલાઈથી કરી શકાય છે. તેમજ સરગવાના પાકને વધારે પાણીનું જરૂરિયાત પણ હોતી નથી. ત્યાં જ સરગવાનો પાક ઠંડક ધરાવતા વિસ્તારમાં થયેલ વધારે લાભકારક હોતા નથી કેમ કે, સરગવાના ફૂલને ખીલવા માટે ૨૫ ડીગ્રીથી ૩૦ ડીગ્રી જેટલું તાપમાન જરૂરી હોય છે.

સરગવાનો પાક સુકી જમીન કે પછી ચીકણી જમીનમાં સારી રીતે વિકાસ થાય છે. સરગવાના પાકની એકવાર વાવણી કરી દીધાના એક વર્ષ પછી વર્ષમાં બે વાર પાકનું ઉત્પાદન થાય છે. સામાન્ય રીતે સરગવાનો એક છોડ અંદાજીત ૧૦ વર્ષ સુધી સારો પાક આપે છે.
સરગવાના લગભગ બધા જ ભાગ ખાવાલાયક હોય છે. સરગવાના પાંદડાને આપ સલાડ તરીકે સેવન કરી શકો છો. સરગવાના પાંદડા, ફૂલ અને ફળમાં ઘણા બધા પોષકતત્વો રહેલા હોય છે. સરગવામાં ઔષધિય ગુણોથી ભરપુર હોય છે. સરગવાના બીજ માંથી નીકળતું તેલ તેના વિષે એવો દાવો કરવામાં આવ્યો છે કે, સરગવાના તેલમાં ૩૦૦ કરતા વધારે રોગોથી વ્યક્તિને બચાવે છે. સરગવામાં ૯૨ વિટામીન, ૪૬ એંટીઓક્સિડન્ટ, ૩૬ પેઈન કિલર અને ૧૮ પ્રકારના એમિનો એસિડથી ભરપુર હોય છે.

કેટલી થઈ શકે છે આવક.
જો આપની પસિક એક જેટલી જમીન હોય તો આપે તે જમીન પર સરગવાના ૧૨૦૦ જેટલા છોડની વાવણી કરી શકો છો. એક એકર જમીનમાં સરગવાના પાકની વાવણી કરવા માટે આપને અંદાજીત ૫૦ હજારથી ૬૦ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. આપ સરગવાના ફક્ત સરગવાના પાંદડાનું વેચાણ કરીને વર્ષે ૬૦ હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો ત્યાં જ બીજી બાજુ સરગવાનું ઉત્પાદન કરીને આપ વર્ષિક ૧ લાખ રૂપિયા કરતા વધારે આવક મેળવી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!