તમે પણ કરો આ બિઝનેસ, જેમાં સરકાર પણ કરે છે મદદ, મહિને મળશે 30 હજારથી પણ વધારે, જાણો અને શરુ કરો આ ધંધો

માત્ર 1 લાખ રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30 હજારથી વધુનો ફાયદો, સરકાર પણ કરશે મદદ

આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવી રહ્યાં છે જેમાં તમે ઓછાં પૈસા લગાવી વધુ કમાણી કરી શકો છો. ચાલો જાણીએ વિગતો. આ બિઝનેસ તમે ઓછા પૈસામાં શરુ કરી વધુ ફાયદો કમાઈ શકો છો. બિસ્કિટ એક એવી વસ્તુ છે કે જેની હમેશા ડિમાન્ડ રહે છે. તેની ડિમાન્ડમાં ક્યારેય પણ કમી આવતી નથી. લોકડાઉન દરમિયાન જયારે તમામ ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયા એ સમયે પાર્લે જી બિસ્કિટનું એટલું વધુ વેચાણ થયું કે છેલ્લાં 82 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. એવામાં બેકરી પ્રોડક્ટ બનાવવા માટે યુનિટ લગાવવું સારો વિકલ્પ છે.

image source

જો તમે બેકરી ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કરવા માંગો છો તો તેના માટે મોદી સરકાર પોતે મદદ કરી રહી છે. મુદ્રા સ્કીમ હેઠળ બિઝનેસ શરુ કરવા માટે તમારે માત્ર એક લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. કુલ ખર્ચના 80 ટકા સુધી ફંડની મદદ સરકાર તરફથી મળશે. એના માટે સરકારે પોતે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. સરકારે જે બિઝનેસની સ્ટ્રક્ચરિંગ કર્યું છે, એ રીતે તમારા તમામ ખર્ચ કપાયા પછી દર મહિને 30 હજાર રૂપિયાથી વધુનો ફાયદો થઇ શકશે.

કેટલો ખર્ચ આવશે

image source

પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ 5.36 લાખ રૂપિયા આવશે. જેમાં પોતાની પાસેથી માત્ર 1 લાખ રૂપિયા લગાવવા પડશે. મુદ્રા સ્કીમ હેઠળ તમારું સિલેક્શન થાય છે. તો બેન્કમાંથી ટર્મ લોન 2.87 લાખ રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોન 1.49 લાખ રૂપિયા મળી જશે. પ્રોજેક્ટ હેઠળ તમારી પાસે 500 વર્ગફૂટ સુધી પોતાની જગ્યા હોવી જોઈએ. જો નથી તો રેન્ટ પર લઇ પ્રોજેક્ટ ફાઈલ સાથે બતાવવું પડશે.

કેટલો ફાયદો થશે

image source

સરકાર જે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરે છે, એ રીતે 5.36 લાખ રૂપિયામાં કુલ વાર્ષિક ઉત્પાદન અને એમના વેચાણનું અનુમાન આ રીતે લગાવી શકાય છે.

4.26 લાખ રૂપિયા : આખા વર્ષ માટે કોસ્ટ ઓફ પ્રોડક્શન

  • 20.38 લાખ રૂપિયા : આખા વર્ષમાં એટલા પ્રોડક્ટ બની જશે કે તેના વેચાણ પર 22.38 લાખ રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે બેકરી પ્રોડક્ટની વેચાણ કિંમત માર્કેટમાં મળતી અન્ય આઈટ્મસના રેટના આધાર પર થોડી ઓછી કરીને નક્કી કરવામાં આવ્યા છે.
  • 6.12 લાખ રૂપિયા : ગ્રોસ ઓપરેટિંગ પ્રોફિટ
  • 70 હજાર : એડમિનિસ્ટ્રેશન અને સેલ્સ પર ખર્ચ
  • 60 હજાર : બેન્કના લોનનું વ્યાજ
  • 60 હજાર : અન્ય ખર્ચ
  • નેટ પ્રોફિટ : 4.2 લાખ રૂપિયા વાર્ષિક
image source

મુદ્રા સ્કીમમાં એપ્લાય કરો

તેના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તમે કોઈ પણ બેન્કમાં એપ્લાય કરી શકે છે. એના માટે તમારે એક ફોર્મ ભરવું પડશે. જેમાં નામ, સરનામું, બિઝનેસ એડ્રેસ, એજ્યુકેશન, હાલની ઈન્ક્મ અને કેટલી લોન જોઈએ એ ડિટેલ્સ આપવી પડશે. આમાં કોઈપણ પ્રોસેસિંગ ફી અને ગેરંટી ફી આપવી નહીં પડે. લોન એમાઉન્ટ 5 વર્ષમાં પાછું આપી શકાય છે. હાલમાં તમામ લોકો બિઝનેસમાં હાથ અજમાવી રહ્યા છે, જો તમે પણ પોતાના આઈડિયાને બિઝનેસમાં બદલવા માંગો છો, પરંતુ પૈસા નથી તો મુદ્રા યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે. પરંતુ આ સ્કીમ માટે એપ્લાય કરતી વખતે લોકો અનેક પ્રકારની ભૂલ કરી બેસે છે, જેના કારણે તેમનું બિઝનેસમેન બનવાનું સપનું તૂટી જાય છે.

image source

(1) ક્રેડિટ હિસ્ટ્રીનું ધ્યાન રાખો- જો તમે મુદ્રા લોન લેવાન જઈ રહ્યા છો તો સૌથી પહેલા એ જાણી લો કે બેન્ક અન્ય અનસિક્યોર્ડ લોનની જેમ મુદ્રા લોન આપતી વખતે ક્રેડિટ હિસ્ટ્રીનો ખાસ ધ્યાન રાખે છે. તેથી તમે સૌથી પહેલા એ સુનિશ્ચિત કરી લો કે આપે પોતાના ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ સમય પર કર્યું છે કે નહીં. કે તમે પહેલાથી કોઈ લોનની ઈએમઆઈ સમયથી ભરી રહ્યા છો કે નહીં. આ કારણથી આપનો સિબિલ સ્કોર ઓછો થઈ શકે છે, તેથી મુદ્રા લોન એપ્લાય કરતાં પહેલા પોતાનો સિબિલ સ્કોર સુધારવાનો પ્રયાસ કરો.

image source

(2) પૂરા હોવા જોઈએ ડોક્યુમેન્ટ્સ- જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે એ સુનિશ્ચિત કરી લો કે તમારા એજ્યુકેશનલ, ટેક્નિકલ કે પ્રોફેશનલ એજ્યુકેશન સંબંધિત તમામ દસ્તાવેજ છે કે નહીંફ આ દસ્તાવેજોની જરૂર લોન એપ્લીકેશનની સાથે જોડો. પરંતુ જો તમે પોતાના બિઝનેસને વધારવા માંગો છો તો દસ્તાવેજોનું વિશેષ ધ્યાન રાખોફ પોતાનું બેલેન્સ સીટ, ટેક્સ સર્ટિફિકેટ, બિઝનેસના સર્ટિફિકેટ પૂરી રીતે ચેક કરીને જોડો.

image source

(3) સૌથી જરૂરી વાત- જ્યારે તમે લોન માટે એપ્લાય કરો છો તો તમે જે ક્ષેત્રમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તેની બેઝિક જાણકારી આપને હોવી જોઈએ. પરંતુ જો તમે એ સાબિત ન કરી શક્યા કે તે બિઝનેસની બેઝિક જાણકારી તમને છે તો તમારી એપ્લીકેશન કેન્સલ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ