કીટો ડાયટમાં ફેટના બદલે વધુ પ્રમાણમાં પ્રોટીન લેવામાં આવે છે જેનાથી આપની કીડની ફેલ થવાની સંભાવના વધે છે, એક્ટ્રેસ મિષ્ટી મુખર્જીનું મોત પણ કઈક આવી રીતે થયું, વિશેષજ્ઞ સમજાવશે કીટો ડાયટ કેવી રીતે કામ આપના શરીરમાં કામ કરે છે.
-કીટો ડાયટમાં જણાવ્યા મુજબ વધુ પ્રોટીન લેવામાં આવે છે એટલા માટે આપને કીડની ફેલ થવાની સંભાવના ઘણી વધી જાય છે.

-કીટો ડાયટમાં ચરબી, પ્રોટીન અને કાર્બનના સંતુલનને સમજવું આવશ્યક છે, જો આ સંતુલનમાં કોઈ ગડબડ થાય છે તો આપને કીડની ફેલ્યોર અને હાર્ટ ડીસીઝ જેવી બીમારી થવાનું કારણ બને છે.
હાલમાં જ એક્ટ્રેસ મિષ્ટી મુખર્જીનું કીડની ફેલ થઈ જવાના લીધે મોત થયું છે. અભિનેત્રી મિષ્ટી તે સમયે કીટો ડાયટને ફોલો કરી રહી હતી. ત્યાં જ મીડિયા રીપોર્ટમાં અભિનેત્રી મિષ્ટીનું મોત થવાનું મુખ્ય કારણ કીટો ડાયટ હોવાનું જણાવી રહ્યા છે. કીટો ડાયટ એવો ડાયટ પ્લાન છે જેન મોટાભાગના સેલેબ્સ ફોલો કરે છે. આપે કીટો ડાયટને ફોલો કરતા પહેલા આ ડાયટના ફાયદા અને ગેરફાયદા સમજવા ખુબ જ આવશ્યક છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કીટો ડાયટ પ્લાનનો ઉપયોગ વજન ઘટાડવા માટે ફોલો કરવામાં આવે છે પણ કીટો ડાયટમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે. એટલા માટે કીટો ડાયટને કોઈ એક્સપર્ટની મદદથી પ્લાન બનાવવો જોઈએ. ક્લિનિકલ ન્યુટ્રીશનિસ્ટ ડૉ. સુરભિ પારીક જણાવે છે કે, કીટો ડાયટને ફોલો કરતા સમયે આપે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે એટલું જ નહી એવી કઈ લાપરવાહી થઈ જાય છે તો આપના હાર્ટ અને કીડની ડીસીસની સંભાવના વધી જાય છે.
-કીટો ડાયટ એટલે શું?

કીટો ડાયટને કીટોજેનિક ડાયટના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ડાયટમાં ચરબી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું મિશ્રણ છે. કીટો ડાયટમાં ૬૫- ૭૦% ફેટ, ૨૦- ૨૫% પ્રોટીન અને ૫% કાર્બોહાઈડ્રેટનો સમાવેશ કરવામાં આવે છે. ઘણા વ્યક્તિઓને એવું લાગે છે કે, કીટો ડાયટમાં ફેટનો એક મોટો હિસ્સો સમાવેશ કરવામાં આવે છે જેના લીધે વજન પણ વધી શકે છે, પરંતુ હકીકતમાં આવું કઈ થતું નથી. જો કીટો ડાયટને એક્સપર્ટના જણાવ્યા મુજબ આયોજન કરવામાં આવે છે તો વજનને નિયંત્રિત કરી શકાય છે.

જયારે પણ એક્સપર્ટસ કીટો ડાયટને ફોલો કરવા માટે સૂચન કરે છે ત્યારે આપે ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ આવશ્યક છે. જેમ કે, આપના શરીરને કીટો ડાયટની કેટલી આવશ્યકતા છે, આપની હાઈટ અને વજન. કીટો ડાયટને કોઈ એક્સપર્ટ વિના અનુસરણ કરવું નહી.
-અભિનેત્રી મિષ્ટી મુખર્જીના કેસમાં કીડની ફેલ કેવી રીતે થઈ?
ન્યુટ્રીશનિસ્ટ ડૉ. સુરભિના જણાવ્યા મુજબ, મોટાભાગે લોકો કીટો ડાયટનું આયોજન કરવામાં ઘણી લાપરવાહી દર્શાવે છે. જેમ કે, ફેટ અને પ્રોટીનનું પ્રમાણ વધારે લેતા હોય છે. શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધવાથી કીડની પર દબાણ પડે છે. જે પછીથી કીડની ફેલ્યોરનું કારણ પણ બની શકે છે.

કેટલીક વ્યક્તિઓ યુટ્યુબ અને ઇન્ટરનેટ પરથી મળતી અધુરી માહિતીની સાથે પોતાનો કીટો ડાયટ પ્લાન કરે છે. આવી સ્થિતિમાં આપના શરીરમાં કેટલાક પ્રકારના પોષક તત્વોની ખામી ઉત્પન્ન થાય છે અને શરીરમાં ફેટ વધી જાય છે જે હાર્ટ ડીસીસનું કારણ બની શકે છે.
કીટો ડાયટમાં વિશેષ કરીને વાઈ, પાર્કિન્સ, અલ્ઝાઈમર અને ઓટીઝમના દર્દીઓ માટે હોય છે. જો આપ ડાયટિંગ કરવા ઈચ્છો છો તો આપે ક્યારેય કીટો ડાયટ પ્લાનની શરુઆત એક્સપર્ટ વિના કરવી જોઈએ નહી.
-કીટો ડાયટ કેવી રીતે કામ કરે છે?

વધારે પડતા ડાયટ પ્લાનમાં એનર્જી માટે કાર્બોહાઈડ્રેટ જ સ્ત્રોત હોય છે પણ કીટો દય્તમાં ચરબી જ શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે. આવી પરિસ્થિતિમાં જયારે શરીરને એનર્જીની આવશ્યકતા હોય છે તો કાર્બોહાઈડ્રેટ ના હોય ત્યારે શરીર ફેટનો ઉપયોગ કરે છે. આવી રીતે, જે વ્યક્તિનું વજન વધુ હોય છે, તેમને જયારે એનર્જીની આવશ્યકતા હોય છે ત્યારે શરીર વધારાની ચરબીનો ઉપયોગ કરે છે અને આમ થવાથી વ્યક્તિનું વજન ઘટે છે.
-કીટો ડાયટ કેવી વ્યક્તિઓ માટે આવશ્યક છે?

કીટો ડાયટ વાઈના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. જે વાઈના દર્દીઓ પોતાનું વજન નિયંત્રિત કરવા ઈચ્છે છે તેમણે એક્સપર્ટની સલાહ મુજબ અનુસરણ કરવું જોઈએ. સામાન્ય રીતે લોકો કીટો ડાયટમાં કાર્બોહાઈડ્રેટ વધુ પ્રમાણમાં લે છે. વાઈના દર્દીઓના શરીરમાં રહેલ ગ્લુકોઝ (કાર્બોહાઈડ્રેટ) હુમલાને વધારી શકે છે. જેથી કરીને કીટો ડાયટની મદદથી કાર્બ ઓછું અને ફેટને વધારીને વાઈના દર્દીઓની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
-કીટોજેનિક ડાયટની શરુઆત કેવી રીતે થાય છે?

કીટોજેનિક ડાયટની શરુઆત વર્ષ ૧૯૨૦માં વાઈના હુમલાને નિયંત્રિત કરવા માટે વૈકલ્પિક ડાયટ તરીકે શરુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ કીટોજેનિક ડાયટને મગજને સંબંધિત અન્ય ડીસીસ જેવા કે, ઓટીઝમ, પાર્કિન્સ ડીસીઝ, અલ્ઝાઇમર્સ અને કેન્સર જેવી ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો અને તેના સકારાત્મક પરિણામ જોવા મળ્યા હતા.
-કીટો ડાયટના કેવા ફાયદા થાય છે?

કીટો ડાયટ વ્યક્તિને અનિદ્રાની સમસ્યા અને મેન્ટલ ડીસઓર્ડરને દુર કરે છે. આવું એટલા માટે કેમ કે, કીટો ડાયટ વ્યક્તિની ભૂખને નિયંત્રિત કરે છે. જેથી કરીને એવા લોકો જેઓ પોતાનું વજન ઘટાડવા ઈચ્છે છે તેઓ કીટો ડાયટનું અનુસરણ કરી શકે છે. પરંતુ આપે કીટો ડાયટને ફોલો કરવા માટે એક્સપર્ટની સલાહ લેવી. કીટો ડાયટમાં ચરબીનું પ્રમાણ વધારે હોવાના લીધે આપની સ્કિન ગ્લોઈગ અને ચમકદાર રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ