આ મેળામાંથી ખરીદશો અનેક ચીજ વસ્તુઓ, તો પણ નહિં આપવો પડે એક પણ રૂપિયો, કારણ છે જોરદાર

આજના જમાનામાં પૈસા વગર આપણે કશું ખરીદી શકતા નથી.

image source

પરંતુ જો કોઈને કહેવામાં આવે કે ફલાણી જગ્યાએ પૈસા વિના કોઈ વસ્તુ મળી રહી છે તો લોકો તૂટી જ પડવાના. આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવી જ એક જગ્યા વિશે જણાવવાના છીએ જ્યાં પૈસા વિના જ ચીજવસ્તુઓ અને ખાદ્યસામગ્રી ખરીદી શકાય છે.

image source

આપણા દેશના અસમ રાજ્યમાં આવેલા મોરીગાંવ જિલ્લામાં એક સ્થાનિક વિસ્તાર આવેલો છે જેને જુનબીલ વિસ્તાર કહેવાય છે. આ જુનબીલમાં એક અજબ ગજબ પ્રકારનો મેળો ભરાય છે. આ મેળા દરમિયાન સ્થાનિક પહાડી વિસ્તારોમાં રહેતા લોકો અને મેદાની વિસ્તારમાં રહેતા લોકો મોટી સંખ્યામાં પોતપોતાનો સમાન વેંચવા માટે એકઠા થાય છે.

પૈસાની લેવડ દેવડ નહીં

image source

મેળાની સૌથી વિશેષ અને ધ્યાન ખેંચનારી બાબત એ છે કે પહાડી અને મેદાની બન્ને વિસ્તારના લોકો આમ તો અહીં એકબીજાને પોતાની વસ્તુઓ વેંચવા જ ભેગા થાય છે પરંતુ લેવડ દેવડ માટે તેઓ આધુનીક મુદ્રા એટલે કે પૈસાનો ઉપયોગ નથી કરતા. પરંતુ એના બદલે બન્ને એટલે કે ગ્રાહક અને વેપારી પોતાના માલ સમાનનું મૂલ્ય નક્કી કરે છે અને સામે એટલા જ મૂલ્યની ચીજ વસ્તુ આપી વેપાર કરે છે. ટૂંકમાં અહીં માલ ના બદલે માલનો વેપાર થાય છે.

ત્રણ દિવસ સુધી ચાલે છે મેળો

image source

અસમનો આ જુનબીલ મેળો દર વર્ષે ભરાય છે અને ત્રણ દિવસ સુધી ચાલે છે. આપણે જેમ ગુજરાતમાં અજાણ્યા પુરુષને ભાઈ અને અજાણી મહિલાને બેન કહીને સંબોધીએ છીએ તેમ અહીં આ મેળામાં એકઠા થનાર લોકો અન્ય અજાણ્યા વ્યક્તિને મામા અને મામી કહીને સંબોધે છે એ પણ આ મેળાની એક વિશેષતા છે.

પાંચસો વર્ષથી ભરાય છે મેળો

image source

એવું કહેવાય છે કે જુનબીલનો આ મેળો છેલ્લા 500 વર્ષથી ભરાય છે અને હજુ પણ એ જ પ્રાચીન પરંપરા અનુસાર ચીજવસ્તુઓની અદલાબદલી કરી વેપાર કરવામાં આવે છે. એ ઉપરાંત આ મેળામાં અનેક કૃષિપેદાશનો પણ વેપાર થાય છે જેમાં મુખ્યત્વે આદુ, હળદર સહિત લાડવા અને સુકેલી માછલીઓ જેવા ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે.

મેળા દરમિયાન પરંપરા

image source

જુનવેલના મેળાના અંતિમ દિવસે પારંપરિક સામુહિક માછલી પકડવાનો રિવાજ ઉજવાય છે. એ સિવાય ગોભા રાજાનો રાજ દરબાર પણ લગાવવામાં આવે છે જેમાં અનેક જાતીના લોકો ભાગ લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ