દુનિયાનો ખતરનાક સિરિયલ કિલર, જેને પાંચ વર્ષમાં ઉતારી દીધા અનેક લોકોને મોતને ઘાટે

આપણે અવાર નવાર ન્યૂઝપેપરમાં અથવા સમાચાર ચેનલોમાં ખૂનના કિસ્સાઓ અને બનાવો વિષે વાંચતા અને જાણતા હોઈએ છીએ.

image source

વિશ્વના લગભગ દરેક દેશ અને શહેરોમાં સમયાંતરે મારામારી અને મર્ડરના બનાવો બનતા જ હોય છે. પરંતુ ક્યારેક એવા બનાવો પણ બને છે કે જેમાં ખૂની દ્વારા ક્રૂરતાની હદ વટાવી દેવામાં આવે છે. જેની વિગતો જાણીને પણ આપણા રૂંવાડા ઉભા થઇ જાય.

આવો જ એક જર્મનીનો છે જ્યાંના એક સિરિયલ કીલરે પાંચ વર્ષમાં લગભગ 300 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

image source

તમે જાણતા જ હશો કે હોસ્પિટલમાં કામ કરતા અને નર્સીંગ તરીકે સેવા આપતા લગભગ લોકો સેવાનું પ્રતિ માનવામાં આવે છે જેઓ અનેક લોકોના જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જર્મનીના લમેનહોસર્ટ હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરતા એક પુરુષે 300 જેટલા લોકોને પરલોક પહોંચાડી દીધા હતા.

image source

આ ચોંકાવનારી ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો જર્મનીના લમેનહોસર્ટ હોસ્પિટલમાં ખાતે એક પુરુષ ભલામણ પત્ર લઇ નર્સીંગની નોકરી માંગવા આવ્યો હતો. ભલામણ પત્રના આધારે તેને ઓલ્ડનબર્ગ હોસ્પિટલમાં નોકરી પર રાખવામાં આવ્યો ત્યારે કોઈને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે આ આવો સિરિયલ કિલર વ્યક્તિ નીકળશે.

image source

આ વ્યક્તિનું નામ નિલ્સ હોગેલ હતું. જયારે હોસ્પિટલમાં સારવાર માટે આવનાર દર્દીઓ પૈકી ઘણા ખરા દર્દીઓના મૃત્યુના કિસ્સા બહાર આવવા લગતા હોસ્પિટલ સ્ટાફને નિલ્સ હોગેલ પર શક થવા લાગ્યો હતો.

image source

42 વર્ષીય નિલ્સ હોગેલે વર્ષ 2000 થી દર્દીઓને દવાઓનો ઓવરડોઝ આપીને મારી નાખવાની શરૂઆત કરી. જયારે તેના પર કાયદાકીય તાપસ પૂર્ણ થતા એક દશકા જેટલો સમય લાગ્યો. તપાસનીશ અધિકારીઓને આશંકા છે કે નિલ્સ હોગેલે પોતાની દેખરેખ હેઠળના દર્દીઓને સારવાર દરમિયાન લગભગ 300 જેટલા દર્દીઓને દવાઓના ઓવરડોઝ આપીને મારી નાખ્યા છે.

image source

આ કેસમાં અધિકારીઓએ જર્મની, પોલેન્ડ અને તુર્કીમાંથી 130 લાશોને કબ્જે કરી હતી. જો કે નિલ્સ હોગેલે આ પૈકી 43 લોકોના મોતની વાત સ્વીકારી હતી પરંતુ અન્ય 52 લોકોને ન માર્યાનું સમર્થન નહોતું કર્યું.

image source

હાલ નિલ્સ હોગેલ પર બે વ્યક્તિના મૃત્યુના સાબિત થયેલા ગુન્હા બદલ આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે જયારે અન્ય ચાર લોકોની હત્યાનો કેસ ચાલી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ