જો તમારા ઘરની પૂત્રવધુ પરિવારની મંગલકામના આ રીતે કરે છે તો તમારા જીવનમાં કાયમ રહેશે ઘનની બરકત…

પૂત્રવધુનું પરિવારમાં પૂત્ર કરતાં પણ વધુ મોટો દરજ્જો હોય છે, તેથી જ તો તેને પૂત્રવધુ કહેવાય છે. કોઈના ઘરના આંગણાંમાં રમતી દીકરી જ્યારે અન્ય પરિવારમાં વહુ થઈને આવે ત્યારે તે બંને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારી હોય તેવું સહુ કોઈ ઇચ્છતાં હોય છે. તે કુલવધુ પણ કહેવાય છે. તે તમારા કુળને વારસદાર આપીને પરિવારને વધારે છે.શુકંનવંતી દીકરી અને કુમકુમ પગલાં કરીને આવતી વહુ આપણી ભારતીય સંસ્કૃતિમાં બંનેનું ખૂબ મહત્વ છે. શક્તિસ્વરૂપા અને પૂજનિય અવતારરૂપે તેની ગણતરી થાય છે. હા, એમાં ના નહીં કે આ દેવી સ્વરૂપાને આપણાં સમાજમાં ખૂબ જ અવહેલના પણ કરાય છે. તેમ છતાં પરિવારને એક સૂત્રમાં સાંકળી રાખનાર આજ સ્ત્રી છે. આજે આપણે ઘરની સ્ત્રી, જે પૂત્રવધુ થઈને તમારા પરિવારનું અભિન્ન અંગ બનીને આવી છે તેણે કેવી ટેવો કેળવવી જોઈએ જેથી પરિવારમાં ધન લક્ષ્મીની બરકત રહે અને તે પરિવાર પર ઈશ્વરના આશીર્વાદ રહે એ જાણીએ.
પૂજાપાઠ કરે : તમારી નવવધુ ભલે બહુ પ્રમાણમાં વ્રત કે અનુષ્ઠાન ન કરે પરંતુ ઘરમાં રાખેલ મંદિરમાં દરરોજ ધૂપ –દીપ- નૈવેદ્ય ધરાવતી હોય અને મંત્રોચ્ચાર સાથે સવારે સ્નાનાદિ પતાવીને દર્શન કરીને રસોઈ અને દિવસની શરૂઆત કરવાની ટેવ રાખતી હોવી જોઈએ. પૂત્રવધુના હાથે દીવાબત્તી થવાથી બરકત રહે છે. એ ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.
તુલસીને ક્યારે જળઃ એમાં બે મત નથી કે પૂજાપાઠ કરતી વહુને તુલસી ક્યારે પાણી ચડાવવાની આદત ન હોય. આની સાથે તે સૂર્ય અર્ગ્ય પણ આપે તો તેનામાં કુદરતી શક્તિનો સંચાર થાય છે. જે ઊર્જા તેને પરિવારને પ્રેમ અને નિષ્ઠાથી જોડી રાખવા ઉપયોગી થશે.વડીલોને આદરઃ કુટુંબમાં પરણીને આવતી સ્ત્રીને પરિવારનો અભિન્ન હિસ્સો બનતાં થોડી વાર જરૂર લાગે પરંતુ જોએ પરિવારના વડીલો અને સૌ કોઈને આદરથી સત્કારે તો તે ખૂબ ઝડપથી સૌની ચહેતી થઈ જાય છે અને તેને સૌના અઢળક આશીર્વાદ પણ મળે છે. ઝઘડો અને કંકાસથી પરિવારમાં વિખવાદ આવે છે જેને લીધે અલક્ષ્મીનો વાસ થવાની સંભાવના રહે છે. દાન ધર્મઃ કુળવધુ જ્યારે નિત્યક્રમમાં દાન ધર્મને પણ આવરી લે છે ત્યારે તેન ઇશ્વરના આશિષ આપોઆપ મળે છે. અને કુટુંબમાં પણ તેનું સન્મ્માન વધે છે. તેને લીધે તેના પરિવારને પણ શુભેચ્છાઓ મળે છે. સામાજિક રીતે એ આગળ આવતાં પ્રતિષ્ઠા પણ પામે છે.
ખર્ચમાં વિવેકઃ એક સંપૂણ ગૃહિણીનું આ પહેલું લક્ષણ હોવું જોઈએ. તેના પતિએ આપેલ ઘર ખર્ચમાંથી પણ તે યોગ્ય બચત પણ કરે અને સૌની દેખરેખ પણ એ બખૂબી કરી લે. જે સુશીલ વહુમાં જો આ ૫ ગુણ રહેલા હોય તો તે જે ઘરમાં પરણીને આવી હોય ત્યાં ધન, લક્ષ્મી ઐશ્વર્ય અને સમૃદ્ધિનો વાસ થયા વિના ન રહે…