હિંદુ ધાર્મિક પંચાંગ મુજબ તા. ૫ જુલાઈ, ૨૦૨૧ સોમવારના રોજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની અગિયારસની તિથિ છે. આ અગિયારસની તિથિને યોગિની અગિયારસ કહેવામાં આવે છે. અગિયારસના વ્રતને તમામ વ્રતોમાં ખાસ જણાવવામાં આવ્યું છે. અષાઢ માસમાં આવનાર અગિયારસની તિથિના દિવસે વ્રત કરવાથી આપના જીવનની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અગિયારસના વ્રતનું મહત્વ મહાભારતની કથામાં પણ જણાવવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધીષ્ઠીર અને અર્જુનને અગિયારસના વ્રતના મહત્વ વિષે જણાવ્યું હતું. ધર્મરાજ યુધીષ્ઠીરએ ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી અગિયારસના વ્રતને પૂર્ણ વિધિ-વિધાનની સાથે પૂરું કર્યું હતું.

યોગિની અગિયારસ ક્યારે છે?
-યોગિની અગિયારસનું વ્રત: તા. ૫ જુલાઈ, ૨૦૨૧ સોમવાર.
યોગિની અગિયારસના મુહુર્ત (Agiyaras 2021 Date And Time)
-અગિયારસની તિથિ પ્રારંભ: તા. ૪ જુલાઈ, ૨૦૨૧ સવારના ૭:૫૫ વાગ્યાથી.
-અગિયારસની તિથિ સમાપ્ત: તા. ૫ જુલાઈ, ૨૦૨૧ સવારના ૧૦:૩૦ વાગ્યા સુધી.

-યોગિની અગિયારસ વ્રતના પારણા મુહુર્ત: તા. ૬ જુલાઈ, ૨૦૨૧ સવારે ૫:૨૯ વાગ્યાથી ૮:૧૬ વાગ્યા સુધી.
તા. ૫ જુલાઈ, ૨૦૨૧ના દિવસનું પંચાંગ (Panchang 5 July, 2021)
- વિક્રમ સંવત: ૨૦૭૮
- માસ પૂર્ણિમાંત: અષાઢ
- પક્ષ: કૃષ્ણ
- દિવસ: સોમવાર
- તિથિ: અગિયારસ- ૨૨:૩૩:૧૨ સુધી.
- નક્ષત્ર: ભરણી-૧૨:૧૨:૩૨ સુધી
- કરણ: બવ- ૦૯:૧૫:૧૫ સુધી, બાલવ: ૨૨:૩૩:૧૨ સુધી
- યોગ: ધૃતિ- ૧૩:૨૭:૫૩ સુધી
- સૂર્યોદય: ૫:૨૮:૦૪ AM
- સુર્યાસ્ત: ૧૯:૨૨:૫૩ PM
- ચંદ્રમાં: મેષ રાશિ- ૧૮:૫૯:૫૯ સુધી
- દ્રિક ઋતુ: વર્ષા
- રાહુ કાળ: ૭:૧૨:૨૫ થી ૮:૫૬:૪૬ સુધી (આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવામાં આવતા છે નહી.)
- શુભ મુહુર્તના સમય: ૧૧:૫૭:૩૯ થી ૧૨:૫૩:૧૮ સુધી
- દિશા શુલ: પૂર્વ
- અશુભ મુહૂર્તના સમય: દુષ્ટ મુહુર્ત- ૧૨:૫૩:૧૮ થી ૧૩:૪૮:૫૭ સુધી, ૧૫:૪૦:૧૬ થી ૧૬:૩૫:૫૫ સુધી
- કુલિક: ૧૫:૪૦:૧૬ થી ૧૬:૩૫:૫૫ સુધી
- કાલવેલા/ અર્ધ્દ્યયામ: ૧૦:૬:૨૦ થી ૧૧:૨:૦૦ સુધી
- યમઘંટ: ૧૧:૫૭:૩૯ થી ૧૨:૫૩:૧૮ સુધી
- કંટક: ૮:૧૫:૨ થી ૧૨:૨૫:૨૮ સુધી
- યમગંડ: ૧૦:૪૧:૮ થી ૧૨:૨૫:૨૮ સુધી
- ગુલિક કાળ: ૧૪:૯:૪૯ થી ૧૫:૫૪:૧૦ સુધી

હિંદુ ધાર્મિક માન્યતા મુજબ એવું જણાવવામાં આવે છે કે, વર્ષ દરમિયાન આવી રહેલ તમામ અગિયારસનું વ્રત કરવાથી ભક્તને ભગવાન વિષ્ણુના ધામમાં એટલે કે, વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરે છે. જયારે યોગિની અગિયારસનું વ્રત કરવાથી ભક્તને ભગવાન વિષ્ણુના યોગ સ્વરૂપનું પૂજા- અર્ચના કરવાની હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong