આ છે દેશનાં ભૂતિયા સ્ટેશન,સાંજ ઢળ્યા બાદ પ્લેટફોર્મ પર જવામાં ડરે છે લોકો…

જ્યારે પણ કોઈ અજાણ્યા કે અવાવરુ જગ્યાની વાત કરતું હોય ત્યારે કોઈ હોરર મૂવીનો કોઈ સીન યાદ આવી જાય એ વું પણ બને.એ વા દ્રશ્યો પણ આંખ સામે તરવરવા લાગે.દેશમાં પણ કેટલાક એ વા રેલ્વે જંકશન છે જ્યાં બપોર બાદ જતા લોકો ધ્રુજે છે.આ બાબતે સ્થાનિકો કહે છે કે,અહિં કેટલીક અસાધારણ પ્રવૃતિઓ થઈ રહી છે.પણ વિજ્ઞાન આ વાતને સ્વીકારતું નથી. જાણીએ આવા અમુક સ્ટેશનોની યાદી. રવિન્દ્ર સરોવર મેટ્રો,પશ્ચિમ બંગાળ આ સ્ટેશન કલકતામાં આવેલું છે.આ સ્ટેશન સાથે પણ અમુક પેરાનોર્મલ એ ક્ટીવિટીની કહાણી જોડાયેલી છે.અહિં છેલ્લી મેટ્રોટ્રેન રાત્રે ૧૦:૩૦ વાગ્યાની છે ત્યારબાદ સ્ટેશન સાવ ખાલી થઈ જાય છે.અને ઉજ્જડ બની જાય છે.લોકોનાં જણાવ્યા અનુસાર અહિં અોચિંતો એ ક પડછાયો ટ્રેકની વચ્ચે જોવા મળે છે જે આંખનાં પલકારામાં ગાયબ થઈ જાય છે.આ મેટ્રો સ્ટેશન પર ઘણા લોકો જીવ પણ ગુમાવી ચુક્યા છે. બેગુનકોડોર સ્ટેશન,પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળનું આ મેટ્રો સ્ટેશન પાછલા ૪૨ વર્ષોથી બંધ પડ્યું હતુ.તેની પાછળ કેટલીક વાતો જોડાયેલી હતી.આજે પણ સાંજ થયા બાદ લોકો આ સ્ટેશન પર જતા ગભરાય છે.વાત એ મ પણ છે કે,આ સ્ટેશન પર સ્ટેશન માસ્તરે ટ્રેક વચ્ચે એ ક સ્ત્રીનો પડછાયો જોયો હતો અને ત્યાર પછી તેમનું મૃત્યુ થયું હતું.ત્યારથી આ સ્ટેશનને ભૂતિયા સ્ટેશન માનવામાં આવે છે. બડોગ સ્ટેશન,હિમાચલ પ્રદેશ આ એ ક ટનલ છે.ટનલ નંબર.૩૩ બડોગ સ્ટેશનની બાજુમાં સ્થિત છે.એ વી માન્યતા છે કે અહિં અવારનવાર પેરાનોર્મલ એ ક્ટિવિટી જોવા મળે છે.આ ટનલનું નિર્માણ બ્રિટિશ એ ન્જીનીયર કર્નલ બડોગે કરાવ્યુ હતુ.પણ બાદમાં આ ટનલ નજીક જ તેમને આપઘાત કરી લીધો હતો.ત્યારથી એ વો દાવો કરવામાં આવે છે કે ,આ ટનલમાં તેમનો આત્મા વસે છે. ચિત્તુર સ્ટેશન,આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશનાં આ સ્ટેશનને લઈને ઘણી ભૂતિયા વાતો કરવામાં આવે છે.એ વું કહેવામાં આવે છે કે અહિં સીઆરપીએ ફનાં એક જવાનને આરપીએફ અને ટીટીઈએ મળીને ખૂબ માર માર્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતુ.તેથી તેમનો આત્મા ન્યાય મેળવવા માટે અહિં સ્ટેશન પર ભટકી રહ્યો છે. નૈની સ્ટેશન,ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશમાં સ્થિત નૈની સ્ટેશન વિશે એ વું કહેવામાં આવે છે કે,ત્યાં રાત્રીનાં સમયે સ્ટેશન અને રેલ્વે ટ્રેક પર કેટલીક અસામાન્ય ચીજો જોવા મળે છે.એ ક વાત એ વી પણ છે કે,નૈની જેલમાં એ ક સમયે દેશનાં ક્રાંતિકારીઅોને બંધ કરી દેવાયા હતા.ત્યાર પછી તેમનું મૃત્યુ થઇ ગયુ. લુધિયાણા સ્ટેશન,પંજાબ અહિં આખા સ્ટેશનનાં બદલે એ ક કાઉન્ટરને ભૂતિયા માનવામાં અાવે છે.એ વો દાવો કરવામાં આવે છે કે,અહિનાં રિઝર્વેશન કાઉન્ટર પર સુભાષ નામનો માણસ બેસતો હતો.જે પોતાના કામને ખૂબ પ્રેમ કરતો હતો.તેથી તેના મોત બાદ આ રૂમમાં જે કોઈ માણસ જાય છે તેને હેરાન થવાનો વારો આવે છે. દ્વારકા સેક્ટર ૯ મેટ્રો,દિલ્હી દિલ્હીનાં દ્વારકા સેક્ટર-૯ મેટ્રો સ્ટેશનને લઈને લોકોએ દાવો કર્યો હતો કે,અહિં ઘણીવાર ગાડીઅોની પાછળ એ ક સ્ત્રીનો પડછાયો જોવા મળે છે.તેથી લોકો રાત્રે મોડું થતા મેટ્રોમાં જવાનું ટાળે છે. એ મજી રોડ મેટ્રો,દિલ્હી ગુરુગ્રામ મેટ્રો સ્ટેશન પર અનેક વાર પેરાનોર્મલ એ ક્ટિવીટીનો અનુભવ થયો છે.થોડા વર્ષો પહેલા એ ક મહિલાનું મોત અહિ થયુ હતુ.તેથી લોકો એ વુ માને છે કે,અહિ હાલમાં પણ એ મહિલા ભટકી રહી છે.જોકે,આ પ્રકારની બધી વાતોને માનવી થોડી અસામાન્ય લાગે.